સુરતનાં વરાછાનાં આ દ્રશ્યો જોઈને બોલી ઊઠશો “અરરરર…”, સુરતના વરાછામાં કદાવનાં ફુંવારા ઊડ્યાં

Posted by

સુરત શહેરમાં મેટ્રોની કામગીરીને લઈને લોકોની વચ્ચે ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે મેટ્રોની નબળી કામગીરીને લઈને ડ્રેનેજ લાઈન માંથી કીચડ લોકોના ઘરમાં આવી રહ્યો છે. આખી સોસાયટીમાં કીચડ પથરાઈ ગયો છે અને લોકોએ મુશ્કેલી વેઠવાનો સમય આવી રહ્યો છે. સુરતના હીરાબાગ સર્કલ પાસે આવેલ વિઠ્ઠલનગર સોસાયટીમાં ચારો તરફ કાદવ અને કિચડ નજરે ચડી રહ્યું છે.

સુરતનાં હીરાબાગ સર્કલ પાસે આવેલ નગર સોસાયટીમાં આશ્ચર્યજનક દ્રશ્યો નિહાળવા મળી રહ્યા છે, જેને લઈને આખા શહેરમાં ચર્ચાઓ થઈ રહી છે. વિઠ્ઠલ નગર સોસાયટી નાં ઘરમાં નળમાંથી પાણીને બદલે કાદવ નીકળવા લાગ્યો છે. અચાનક જ સોસાયટીમાં કાદવનું જાણે તળાવ ઊભું થઈ ગયું છે અને તેનું સ્તર વધવા લાગ્યું છે, જેને લઇને સોસાયટીમાં રહેતા લોકો ચિંતામાં મુકાઈ ગયા છે.

વરસાદની ઋતુમાં સામાન્ય રીતે અમુક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળતા હોય છે, પરંતુ સુરતના હીરાબાગ સરકાર પાસે આવેલ વિઠ્ઠલ નગર સોસાયટીમાં જે દ્રશ્ય જોવા મળી રહ્યું છે, તેને જોઈને કોઈપણ વ્યક્તિ અચંબામાં મુકાઈ શકે છે.

સોસાયટીમાં ઘરમાં આપવામાં આવેલી પાણીની પાઇપ માંથી પાણીને બદલે કાદવ બહાર નીકળી રહ્યો છે. મોટા પ્રમાણમાં કાદવ એકાએક આવવાનો શરૂ થવાને લીધે લોકો ગભરાઈ ગયા હતા. શહેરમાં ચાલી રહેલ મેટ્રોની કામગીરીને લીધે સોસાયટીમાં કાદવના થર જામી ગયા છે. આ કાદવનું પ્રમાણ સોસાયટીમાં એટલું વધી ગયું છે કે લોકો પોતાના ઘરમાં કાદવ ઘુસતો અટકાવવા માટે ઈંટોની આડશ મુકી રહ્યા છે, જેથી ગંદકીને ઘરમાં આવતી અટકાવી શકાય.

ફક્ત સોસાયટીની પાણીની પાઇપલાઇન માંથી જ નહીં, પરંતુ ગટર અને પાણીના નિકાલ માટે આપવામાં આવેલી લાઈન માંથી પણ કાદવ બહાર નીકળી રહ્યો છે. સોસાયટીની જમીન ઉપર અચાનક કાદવનું તળાવ થઈ ગયું હોય એવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. અમુક લોકોના ઘરમાં પણ કાદવના થર જામી ગયા છે, જેના લીધે સોસાયટીમાં રહેતા લોકોની હાલત કફોડી બની ગઈ છે.

હાલના સમયમાં સુરતનાં મોટાભાગના વિસ્તારોમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. વરાછાના હીરાબાગ સર્કલ પાસે પણ મેટ્રો પ્રોજેક્ટની કામગીરી જોરશોર થી ચાલી રહી છે, જેથી સોસાયટીના રહીશોનું એવું કહેવું છે કે મેટ્રોની કામગીરીને લીધે સોસાયટીની અંદર કાદવ આવવાનો શરૂ થઈ ગયો છે.

મેટ્રોની કામગીરી દરમિયાન કોઈ ક્ષતિ થયેલી હશે, જેના હિસાબે પાણીની લાઈન માંથી કાદવ બહાર નીકળીને સોસાયટીમાં એકઠો થઈ ગયો છે. લોકોએ જણાવ્યું હતું કે મેટ્રોની રફેદફે કામગીરીને લીધે ડ્રેનેજ લાઈન ક્ષતિગ્રસ્ત થયેલી હશે, જેના લીધે સોસાયટીમાં કીચડ ભરાયેલો છે.

હવે આ કીચડનો નિકાલ કઈ રીતે કરવો તે પણ મોટો પ્રશ્ન ઉભો થયો છે. આ કાદવને લીધે સોસાયટી સહિત મોટાભાગના લોકોના ઘર પણ ગંદકીથી ભરાઈ ગયા છે. તંત્રની બેદરકારીને લીધે લોકોએ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *