કારમાં દિકરીને ઠપકો આપી રહ્યા હતા પિતા, પછી દિકરીએ પણ લગાવી દીધો ક્લાસ, સુરત ટ્રાફિક પોલીસનો વિડીયો ઇન્ટરનેટ પર છવાઈ ગયો

Posted by

સોશિયલ મીડિયાના આ સમયમાં અવારનવાર એવા વિડિયો સામે આવતા રહે છે, જે આપણું મનોરંજન કરવાની સાથે સાથે ખુબ જ મોટી શીખ પણ આપતા હોય છે. અમુક વિડીયો ફક્ત મનોરંજન સુધી સીમિત નથી રહેતા, પરંતુ એક મોટો સંદેશ લઇને પણ આવતા હોય છે. અવારનવાર આવા વીડિયો સામે આવતા રહે છે, જે જોવા માટે મજબુર કરે છે. વળી વિચારવા માટે પણ વિવશ કરી દેતા હોય છે. આવો જ એક વિડીયો પિતા પુત્રીને જોડીનો પણ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વિડીયોમાં એક દીકરી પોતાના પિતાને અમુક મહત્વપુર્ણ શિખામણ આપતી નજર આવી રહી છે.

વળી સામાન્ય વાત છે કે માતા-પિતા પોતાના બાળકોને હંમેશાં સારી શિખામણ આપતા રહે છે, જેનાથી તેમના બાળકોનું ભવિષ્ય સારું બની શકે અને તેઓ એક સારા વ્યક્તિ બની શકે. જો કે આ વાયરલ વિડીયોમાં એક નાની દીકરી પોતાના પિતાને અમુક મહત્વપુર્ણ શિખામણ આપી રહી છે. જણાવી દઈએ કે તે પિતાને એક જાગૃત કરવાવાળો સંદેશ આપી રહી છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આ વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવેલ છે. એક નાની બાળકી પોતાના પિતાને ટ્રાફિકનાં નિયમો તોડવા વિશે જણાવી રહી છે.

જણાવી દઈએ કે હાલમાં “ડોટર્સ ડે” હતો અને આ અવસર પર આ વિડીયોનું મહત્વ વધી જાય છે. સુરત ટ્રાફિક પોલીસ દ્વારા શેર કરવામાં આ આવેલ વીડિયોની શરૂઆત પિતા દ્વારા દીકરીને ઠપકો આપવાથી થઈ રહી છે. પિતા પોતાની દીકરીને નિયમ તોડવા માટે ઠપકો આપી રહ્યા હોય છે. પિતા પોતાની દીકરીને કહી રહ્યા હોય છે કે, “તું વિચારી શકે છે કે તારા એક્શનનાં પરિણામ શું આવી શકે છે. કંઈ પણ વિચાર્યા વગર નિયમો તોડી દીધા.”

તેના પર દીકરી કહે છે કે, “પરંતુ ડેડી”, ત્યારબાદ તેના પિતાએ ઠપકો આપીને તેની વાત કાપતા આગળ જણાવે છે કે, “નિયમો બધાની સુરક્ષા માટે હોય છે. હું તારી સાથે સખત નથી, એટલા માટે તુ બગડી રહી છે. હવેથી દરેક ભૂલની સજા મળશે.”

ત્યારબાદ વ્યક્તિ પોતાની કારને રોંગ સાઈડમાં ચલાવે છે અને તેના પર તેની દીકરી પોતાના પિતાનો ક્લાસ લગાવી દે છે. પિતાને રોંગ સાઇડથી કાર ચલાવતા જોઈને બાળકી કહે છે કે, “તમને તમારી ભુલ ની સજા કોણ આપશે?” તેના પર પિતા કહે છે કે, “મારી ભુલ શું છે?” તો બાળકી કહે છે કે, “તમે જે રોંગ સાઈડ પર શોર્ટ કટ માટે ગાડી ચલાવી રહ્યા છો, તે તમારી ભુલ છે. તમે નિયમોની વિરુદ્ધ છો.” બાળકીનું આટલા બોલતાની સાથે જ વ્યક્તિ વિચારમાં પડી જાય છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *