સુર્યએ બદલી છે ચાલ, કઈ રાશિ માટે રહેશે લાભદાયક, માંગો તે મળશે

આજથી સુર્ય પોતાની રાશિ પરીવર્તન કરવા જઈ રહ્યા છે. બધી જ રાશિમાં સૌથી બળવાન સુર્ય ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આ પહેલા મંગળ ગ્રહએ પણ કર્ક રાશિમાં પોતાની ચાલ બદલી હતી. જ્યોતિષની ગણતરી અનુસાર આ બંને ગ્રહો એક જ રાશિમાં પ્રવેશકરવાથી ઘણી રાશિ પર શુભ-અશુભની અસરો પડશે.  સુર્ય ગ્રહનાઆ રાશિ પરીવર્તનથી ૫ રાશીને લાભ મળશે, જ્યારે ૭ રાશીને નુકશાન થઈ શકે છે.  સુર્ય ગ્રહનાં આ રાશિપરીવર્તનના કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે, ઘણી રાશિ પર તણાવગ્રસ્ત સમય રહેવાથી ઘણી રાશિ માટેઆ સમય ખુબ જ મુશ્કેલભર્યો રહેશે.

આ સમયગાળા દરમિયાન જે રહી પર ખરાબ અસર થસે એ રાશિ માટે દાન, પાઠ, જપ વગેરે દ્વ્રારા સારા પરિણામો તમને મળી શકે છે. જે રાશિ માટે પરીવર્તન શુબ અસર થવાની છે તે રાશિ માટે પુજા પાઠ ખુબ જ સારૂ પરિણામ આપી શકે છે.  આ એ સમય છે જ્યારે સુર્ય ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કર્યો છે. તે તમારા જીવન પર કેવી અસર કરશે આજે અમને તમને જણાવીશું. તો ચાલો જાણીએ કઈ રાશિને નુકશાન થશે અને કઈ રાશીને લાભ

મેષ : સુર્ય તમારી રાશિના ચોથા ભવમાં પ્રવેશ કરશે. સુર્ય ગ્રહના કર્ક રાશિના પ્રવેશનાં લીધે તમારા જીવનસાથીનેકામના સ્થળે લાભ થવાની શક્યતા રહેલી છે. પરંતુ સુર્ય ગ્રહના વધારે પ્રભાવના લીધે તમને કામના સ્થળે માનસિક તણાવ પણ રહીશકે છે.

વૃષભ : સુર્ય તમારી રાશિના ત્રીજા ભાવમાં પ્રવેશ કરશે. સુર્ય ગ્રહના આ રાશિ પરિવર્તન તમારા માટે ખુબ જ લાભદાયીરહેશે.  સૂર્યના સારા પ્રભાવના લીધે તમારા કામના સ્થળે બદલાવઆવી શકે છે. બની શકે કે તમને સારીનોકરી પણ મળી શકે છે.

મિથુન : સુર્ય તમારી રાશિના બીજા ભાવમાં પ્રવેશ કરશે. જેના કારણે તમારા સ્વભાવમાં મોટો ફેરફાર આવી શકે છે. તમને વધારે પડતો ગુસ્સો આવી શકે છે. જે તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. એટલા માટે ગુસ્સામાં કઈપણ નિર્ણય લેવો નહીં.  કારણકે સુર્યગ્રહ અગ્નિ તત્વનો ગ્રહ છે.

કર્ક : સુર્ય ગ્રહ તમારી રાશિમાં જ પ્રવેશ કરી રહ્યો છે. જેના લીધે તમારા સ્વભાવમાં અહંકાર અને ચીડિયાપણું આવીશકે છે. જેના લીધે તમારે પોતાનાપર નિયંત્રણ રાખવું જરૂરી છે.

સિંહ : સિંહ રાશિથી સુર્ય ગ્રહનું પરીવર્તન ૧૨માં ભાવમાં થઈરહ્યું છે. જે તમારા માટે ખર્ચનુંઘર કહી શકાય. તમારે કોઈ કામના લીધેવિદેશ પ્રવાસ પણ થઈ શકે છે.  જો તમે રવિવારે તમે સુર્ય ને પ્રશન્ન કરવાનો કોઈઉપાય કરશો તો તમને જરૂર થોડો લાભ થઈ શકે છે.

કન્યા : સૂર્યનું તમારા રાશિના ૧૧માં ભાવમાં પ્રવેશ થઈ રહ્યુંછે. વ્યાપાર કરનાર લોકો માટેઆર્થિક લાભ થઈ શકે છે.

તુલા : આ રાશિના લોકો માટે નોકરીમાં તરક્કી થવાના ખુબ જ વધારેચાન્સ છે. આ રાશિના લોકોને નોકરીમાંઉચ્ચ હોદા પર સ્થાન મળી શકે છે.

વૃષિક : સુર્ય તમારી રાશિના નવમા ભાવમાં પ્રવેશ કરશે. જેના કારણે તમારો સમય મિશ્ર રહેશે. આ રાશિ પર સૂર્યનો પ્રભાવ સારો હોવાથી તમારી કિસ્મતતમારો સાથ આપશે.

ધન : સુર્ય તમારી રાશિના આઠવા ભાવમાં પ્રવેશ કરશે. જેના લીધે તમને અચાનક નુકશાન થવાની શક્યતા રહેલી છે. તમારા સ્વાસ્થ્ય ઉપર પણ અસર થઈ શકે છે. ગાડી ચલાવતા સમયે ખુબ જ ધ્યાન રાખવું જરૂરી છે. કોઈ જગ્યાએ રોકાણ પણ કરવું નહીં.

મકર : મંગળ સાથે સુર્ય તમારી રાશિના સાતમા ભાવમાં પ્રવેશ કર્યોછે.  જેના કારણે તમારે તમારા પરિવાર સાથે અણબનાવ બની શકેછે. એટલા માટે વિવાદથી દૂરરહેવું તમારા માટે ફાયદાકારક છે.

કુંભ : આ રાશિમાં સુર્ય સાતમા ભાવમાં પ્રવેશ કરશે. જેના લીધે તમારા લગ્નજીવન પર અસર થઈ શકે છે.  પરંતુ બીજીતરફ આ રાશિના લોકોને નોકરી ધંધામાં સારૂ ફળ પણ મળી શકે છે.

મીન : સુર્ય આરાશિમાં પાંચમા ભાવમાં પ્રવેશ કરશે. સુર્ય તમારી રાશિમાં પ્રવેશ કરવાથી નોકરી ધંધામાં ખરાબઅસર કરશે. જો તમેકોઈ પરીક્ષા કે કોઈ બીજી સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા હોવ તો ખુબ જ સાવધાની રાખવાની તમારેજરૂર છે.