જ્યોતિષશાસ્ત્રમાં ભગવાન સુર્ય દેવતાને બધા ગ્રહોના રાજા માનવામાં આવેલ છે. સુર્ય ગ્રહ યશ, બળ અને વૈભવનું પ્રતીક છે. સુર્યદેવની નિયમિત પુજા કરવાથી ભાગ્યનો ઉદય થાય છે અને જીવનમાં પ્રગતિ મળે છે. જો કોઈ જાતકની કુંડળીમાં સુર્ય ગ્રહ દોષ હોય તો તેને દરરોજ સુર્યદેવની પુજા અર્ચના કરવી જોઈએ. ભગવાન સુર્યને અર્ધ્ય આપતા સમયે વિશેષ મંત્રનો જાપ કરવો જોઈએ. તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. બધા પ્રકારના કષ્ટ દુર થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવેલ છે કે સુર્યદેવને જળ ચડાવવાનું મહત્વ શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવેલ છે. સુર્ય મંત્રનો જાપ કરવો સૌથી વધારે લાભદાયક માનવામાં આવે છે.
સુર્યદેવનો દિવ્ય શક્તિ મંત્ર
સુર્યદેવનાં દરરોજ દર્શન કરવાથી બધી મનોકામના પુરી થાય છે. શાસ્ત્રો અનુસાર સુર્યદેવની કૃપા મેળવવા માટે નિયમિત રૂપથી સુર્યોદયના સમયે તેમને એક લોટો જળ અર્પિત કરવું જોઈએ. સાથો સાથ સુર્યદેવના નિમ્ન મંત્રનો જાપ કરવો જોઈએ. આ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાં સફળતાના દ્વાર ખુલી જાય છે. જીવનમાં યશ અને માન-સન્માનમાં વૃદ્ધિ થાય છે. એહિ સુર્ય! સહસ્ત્રાંશો! તેજો રાશે! જગત્પતે! અનુકમ્પ્યં માં ભક્ત્યા ગૃહાણાધ્ર્ય દિવાકર! આ મંત્રનો જાપ ભગવાન સુર્યને અર્ધ્ય આપતા સમયે કરવો જોઈએ.
હંમેશા એક વાતનું ધ્યાન રાખવું કે ઉગતા સુર્યને જળ ચડાવવું જોઈએ. અર્ધ્ય આપ્યા બાદ ત્રણ પરિક્રમા જરૂર કરવી જોઈએ. સાથો સાથ મંત્રનો જાપ કરીને માતા ધરતીના ચરણસ્પર્શ કરવા જોઈએ. શાસ્ત્રો અનુસાર લાલ કપડું પહેરીને સુર્યદેવને જળ ચઢાવવું શુભ માનવામાં આવે છે. અર્ધ્ય આપતા પહેલા લોટાનાં પાણીમાં કંકુ અથવા તો લાલ ચંદન ઉમેરવું જોઈએ. ત્યારબાદ તે પાણીને સુર્યદેવને અર્પિત કરવું જોઈએ. સુર્યદેવને અર્ધ્ય આપતા સમયે તમારું મુખ પુર્વ દિશામાં હોવું જોઈએ. તેનાથી સુર્યની કૃપા હંમેશા તમારી ઉપર જળવાઈ રહે છે.
જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવેલ છે કે સવારે વહેલા સુર્યદેવને અર્ધ્ય આપવાથી જ તેનો લાભ મળી શકે છે. જ્યારે સુર્યની રોશની વધી જાય ત્યારે જળ આપવાથી તેનો કોઈ લાભ મળતો નથી. સુર્યને જળ આપ્યા બાદ ૐ આદિત્ય નમઃ મંત્ર અથવા તો ૐ ઘૃણિ સુર્યાય નમઃ મંત્રનો જાપ કરવાથી વિશેષ લાભ મળે છે. જ્યોતિષ અનુસાર સ્નાન કર્યા વગર ક્યારેય પણ સુર્યદેવને અર્ધ્ય આપવું જોઈએ નહીં. જો જળ ચડાવ્યા બાદ તેના છાંટા તમારા પગમાં પડે છે તો તેનાથી કોઈ દોષ લાગતો નથી. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સુર્યને પિતા નાં કારક માનવામાં આવે છે. એટલા માટે જે વ્યક્તિ સુર્યને અર્ધ્ય આપે છે, તેમણે પિતા અને પરિવારનું વિશેષણ સન્માન કરવું જોઈએ.
જો તમે શિક્ષા સંબંધી અથવા એકાગ્રતા વધારવા માંગો છો તો સુર્યને અર્ધ્ય આપવા વાળા પાણીમાં વાદળી રંગ ઉમેરો. આવું કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. સ્વાસ્થ્ય અને ઊર્જા માટે સુર્યને અર્ધ્ય આપવાના પાણીમાં કંકુ અથવા લાલ ચંદન ઉમેરીને સુર્યદેવને અર્ધ્ય આપવું જોઈએ. તે સિવાય જલ્દી વિવાહ અને સુખદ વૈવાહિક જીવન માટે હળદર ઉમેરીને જળ ચઢાવવું જોઈએ. જો તમે કોઈ ઇન્ટરવ્યૂ પરીક્ષા અથવા કોઈ કામમાં વિજય પ્રાપ્ત કરવા માંગો છો તો પાણીમાં લાલ ગુલ મહોરનાં ફુલ ઉમેરીને જળ ચઢાવવું જોઈએ.
પિતૃશાંતિ અને અડચણના નિવારણ માટે જળમાં તલ અને ચોખા ઉમેરીને જળ ચઢાવવું જોઈએ. જો જીવનમાં દરેક પ્રકારના લાભ પ્રાપ્ત કરવા માંગો છો તો સુર્યદેવને સાદું જળ ચડાવવું જોઈએ. જળ ચડાવ્યા બાદ થોડું જળ બચાવી લેવું જોઈએ. તેને પોતાના માથા, ગળા અને બંને ભુજાઓ ઉપર લગાવવું જોઈએ. તેનાથી તમારો સુર્ય ગ્રહ પ્રબળ થવાનો શરૂ થઈ જશે.