સુર્યગ્રહણને કારણે આ રાશિઓ પર તેની સ્પષ્ટ અસર જોવા મળશે, ૪ રાશિઓની કિસ્મત ચમકી જશે

૨૧ જૂનના રોજ વર્ષનું પહેલું અને સૌથી મોટું સૂર્ય ગ્રહણ થવાનું હતું. ભારતીય જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય ગ્રહણ દેશ પર અને દેશના લોકો ઉપર ખૂબ જ ઊંડો પ્રભાવ છોડવાનું છે. ૨૧ જૂનના રોજ ભારત જ નહીં વિશ્વના ઘણા દેશોમાં જેમ કે પાકિસ્તાન, સાઉદી અરબ, નેપાળ, યુએઈ અનેક કાંગોમાં પણ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. જ્યોતિષ અનુસાર સૂર્યગ્રહણ ના શુભ અને અશુભ બંને પ્રભાવ રહેશે. અમુક ક્ષેત્રમાં તેના શુભ પ્રભાવ રહેશે, તો અમુક ક્ષેત્રમાં ખૂબ જ અશુભ પ્રભાવ રહેશે. જ્યોતિષાચાર્ય અનુસાર સૂર્યગ્રહણ અનેક રાશિઓ પર અલગ-અલગ પ્રભાવ પાડે છે. કોઇ રાશિ પર સૂર્ય ગ્રહણનો પ્રભાવ સારો હોય છે તો કોઇ રાશિ પર સૂર્યગ્રહણનો નકારાત્મક પ્રભાવ હોય છે. તો ચાલો જાણીએ કે કઈ રાશિ પર સૂર્ય ગ્રહણનો કેવો પ્રભાવ પડશે.

સૂર્ય ગ્રહણનો રાશિઓ ઉપર કેવો પ્રભાવ રહેશે

જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિની એક રાશિ હોય છે અને તેની મદદથી વ્યક્તિના જીવનમાં ઘટનાઓ બનતી હોય છે, જેનો અંદાજો વ્યક્તિની રાશિ પરથી લગાવી શકાય છે. આ રાશિ વ્યક્તિના જન્મ સમય અનુસાર નક્કી કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં ૧૨ રાશિનું વર્ણન મળી આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય ગ્રહણનું શુભ ફળ ફક્ત ૪ રાશિઓ ઉપર રહેશે, બાકીની રાશિઓ પર સૂર્યગ્રહણનો અશુભ પ્રભાવ રહેશે. તો ચાલો જાણીએ કે તે કઈ રાશિઓ છે.

સૂર્યગ્રહણ ના શુભ પ્રભાવ વાળી રાશિઓ

મેષ રાશિ1 : મેષ રાશિ વાળા જાતકો પર સૂર્યગ્રહણનો શુભ પ્રભાવ જોવા મળશે. તેમના અટવાયેલા કાર્યો પૂર્ણ થશે અને ધનપ્રાપ્તિ પણ થઈ શકે છે. જો તેમનો કોઇ પ્રકારનો પારિવારિક વિવાદ ચાલી રહ્યો છે તો તે પણ ખતમ થવાના યોગ બની રહ્યા છે.

સિંહ રાશિ : સૂર્યગ્રહણના સ્વભાવવાળી બીજી રાશિ સિંહ છે. સિંહ રાશિવાળા જાતકોને ધનપ્રાપ્તિના યોગ બની રહ્યા છે. બની શકે છે કે કોઈ નવું વાહન અથવા નવો સદસ્ય ઘરમાં આવે. પારિવારિક કલેશ ખતમ થઇ જશે. આ સૂર્યગ્રહણ તમારી સફળતા પર લાગેલા ગ્રહણને ખતમ કરી દેશે અને તમારી પ્રગતિ ના દિવસો હવે શરૂ થવાના છે.

કન્યા રાશિ : જો કોઇ વ્યક્તિને કોઇ પણ પ્રકારની સંપત્તિનો વિવાદ ચાલી રહ્યો હોય તો ખતમ થઇ જશે. કન્યા રાશિવાળા લોકોને માટે આ ગ્રહણ ખૂબ જ શુભ સાબિત થવાનું છે. તમારું અટકાયેલું ધન તમને પરત મળશે અને ઘરમાં ખુશીઓનો પ્રવેશ થશે. કન્યા રાશિના જાતકોને સૂર્યગ્રહણનું શુભ ફળ પહેલા દિવસથી જોવા મળશે.

મકર રાશિ : પાછલા અમુક વર્ષોથી મકર રાશિના જાતકો પર દુઃખનો પહાડ તૂટી પડી રહ્યા છે, પરંતુ હવે તેમના જીવનમાંથી આ દુઃખ ના વાદળો દૂર થવાના છે. આ સૂર્યગ્રહણ તમારી જિંદગીમાં સફળતા લાવનાર છે. તમારું અટકાયેલું ધન અને રોજગાર પ્રાપ્તિના અવસર બની રહ્યા છે.

આ રાશિઓ પર સૂર્યગ્રહણનો અશુભ પ્રભાવ રહેશે

વૃષભ રાશિ : આ સૂર્ય ગ્રહણ વૃષભ રાશિવાળા લોકો માટે પ્રભાવી રહેશે. તેમના જીવનમાં થોડા સમય માટે અમુક પરેશાનીઓ આવી શકે છે, પરંતુ તમારો આત્મવિશ્વાસ તમને દરેક પરેશાની માંથી બહાર કાઢી નાખશે. સૂર્યગ્રહણ ના શુભ ફળ માટે જાતકોએ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ, તેનાથી શુભ ફળ મળવાની આશંકા છે.

મિથુન રાશિ : સૂર્ય ગ્રહણ નો પ્રભાવ મિથુન રાશિવાળા જાતકો ઉપર પડવાનો છે. જોકે આ લોકોના જીવનમાં પરેશાનીઓ વધારે સમય સુધી ટકશે નહીં. તેમણે મોટી મુસીબતોનો સામનો કરવો પડી શકે છે. જો આ રાશિના જાતકો ગરીબ લોકોને અન્નનું દાન કરે છે, તો તેમના પર અશુભ પ્રભાવ ની અસર ઓછી થશે.

કર્ક રાશિ : સૂર્યગ્રહણનો પ્રભાવ આ રાશિના જાતકો ઉપર પડવાનો છે. જો આ રાશિના જાતકો કોઈપણ પ્રકારનો વેપાર શરૂ કરવા માગે છે, તો તેમણે થોડા દિવસ રોકાઈ જવું જોઈએ તથા કોઈ પણ વ્યક્તિ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો નહીં. શુભ ફળ માટે ગાયને ગોળ ખવડાવવો.

તુલા રાશિ : તુલા રાશિના જાતકોના કામ બગડતાં નજર આવશે, પરંતુ અંતિમ સમય પર બધું યોગ્ય થઈ જશે, એટલા માટે હિંમત હારવી નહીં અને ઇશ્વર પર શ્રદ્ધા રાખવી. ગ્રહણ બાદ દર રવિવારે સૂર્યને જળ ચડાવવું આવું કરવાથી સૂર્યગ્રહણ અશુભ પ્રભાવ ખતમ થઇ જશે.

વૃશ્ચિક રાશિ : આ રાશિના જાતકો પર સૂર્યગ્રહણનો ખૂબ જ ઊંડો પ્રભાવ પાડવાનો છે એટલા માટે આ રાશિના જાતકોએ ખૂબ જ ખ્યાલ રાખવાનો રહેશે. જો તમે કોઈ પણ પ્રકારનું શુભકાર્ય કરવાના છો તો તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. શુભ ફળ માટે ગરીબોને અન્ન દાન જરૂર કરવું.

ધન રાશિ : આ રાશિના જાતકોને ખેતી સાથે જોડાયેલી ચિંતા પરેશાન કરી શકે છે, એટલા માટે આત્મવિશ્વાસ જાળવી રાખો અને પોતાના ઇષ્ટદેવની પૂજા કરવી. શુભ ફળ માટે સવારે ઊઠીને ધરતી માતાને પ્રણામ જરૂર કરવા.

કુંભ રાશિ : સામાન્ય રીતે તો આ રાશિના જાતકો પર પરેશાની વધારે દિવસ સુધી ટકશે નહીં, પરંતુ સૂર્યગ્રહણનો અશુભ પ્રભાવ તેમના પર પડવાનો છે. એટલા માટે કોઈપણ પ્રકારના વાદ-વિવાદથી બચવાની કોશિશ કરવી. કલેશ તમારા જીવનને બરબાદ કરી શકે છે. ગાય માતાની સેવા કરવી તમારા માટે યોગ્ય રહેશે.

મીન રાશિ : આ રાશિના જાતકોનું જીવન હંમેશા થી સંઘર્ષ વાળું રહ્યું છે, એટલા માટે તેમના જીવન પર સૂર્યગ્રહણનો પ્રભાવ હાવી થશે નહિ. આ રાશિના જાતકોએ સૂર્યગ્રહણના અશુભ પ્રભાવમાંથી બચવા માટે મહામૃત્યુંજયના જાપ કરવા જોઈએ.