સુર્યનો વધી રહ્યો છે વેગ, પૃથ્વી બની રહી છે ભઠ્ઠી, જાણો દુનિયાનાં સૌથી ૧૦ ગરમ શહેરોમાં જીવન કેવું છે

Posted by

સ્કુલનાં દિવસોમાં આપણે બધાએ ભણ્યું છે કે પૃથ્વી પર જીવન ચક્ર સારી રીતે ચાલતું  રહે તેના માટે ઘણી ઋતુ આવે છે. દરેક ઋતુનું પોતાનું એક મહત્વ હોય છે. પરંતુ મનુષ્યની વધતી લાલચ અને પર્યાવરણ પ્રત્યે સરકાર અને સમાજની બેદરકારી હવે ક્યાંક ને ક્યાંક ભારે પડવા લાગી છે. જી હાં, પ્રકૃતિએ તો મનુષ્યને બધી પ્રજાતિઓમાં સૌથી વધારે બુદ્ધિમાન બનાવ્યા છે. મનુષ્ય છતાં પણ પોતાના સ્વાર્થને કારણે ડગલે ને પગલે પર્યાવરણને નષ્ટ કરવામાં કોઈ કસર નથી છોડી રહ્યા. આપણું અસ્તિત્વ તે વાતાવરણ પર નિર્ભર કરે છે, જેમાં આપણે રહીએ છીએ અને આપણે તેની સાથે છેડછાડ કરી રહ્યા છીએ. જેના કારણે દિવસ ચડતા જ સૂર્યની ગરમી થી ધરતી ગરમ તવા જેવી બનવા લાગે છે અને હવા આગ ઓકી રહી છે.

જણાવી દઇએ કે ગરમીની ઋતુ દર વર્ષે આવે છે. પરંતુ આ વર્ષે ગરમી એ પોતાનું પ્રચંડ સ્વરૂપ બતાવ્યું છે. માત્ર ભારતની જ વાત કરીએ તો અહીં આ દિવસોમાં લગભગ ૫૦ થી વધારે શહેરનો પારો ૪૫ ડિગ્રી ઉપર રહ્યો છે. દેશની રાજધાની દિલ્હી સહિત અડધા થી વધારે દેશમાં ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો. એક તરફ આકાશ આગ કાઢી રહ્યું છે, તો બીજી તરફ ધરતી ઉકળી રહી છે. દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા સાથે સાથે ઉત્તર ભારતનાં ઘણા રાજ્યોમાં પણ ગરમીએ ગયા વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે.

જણાવી દઈએ કે માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાં આ વર્ષે ગરમીઓ પોતાના ગયા વર્ષના બધા રેકોર્ડ તોડી દીધા છે. સાઇબિરીયાને દુનિયાનો સૌથી ઠંડો પ્રાંત માનવામાં આવે છે. જુનમાં પણ અહીંનું સરેરાશ તાપમાન માઇનસ ૧૧ ડિગ્રી રહે છે. પરંતુ આ વર્ષે ગરમી એ અહીંનો ૧૨૦ વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. હાં, તમે સાચું સાંભળ્યું. વિચારો જ્યારે દુનિયાના સૌથી ઠંડા ક્ષેત્રની આ સ્થિતિ છે, પછી બીજાની શું હાલત હશે? જ્યારે આર્કટિક ની તરફથી ચાલતી તેજ હવાએ આ ઠંડા પ્રાંતનું તાપમાન ૪૮ ડિગ્રી સુધી પહોંચાડી દીધું છે. હિટવેવનાં કારણે કેનેડામાં પડી રહેલી ભીષણ ગરમી છેલ્લા ૧૦ હજાર વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. અહીં બ્રિટિશ કોલમ્બિયા પ્રાંતનો પારો ૪૯.૪૪ ડિગ્રી સુધી રેકોર્ડ કરવામાં આવ્યો છે. અહીં ભીષણ ગરમીને લીધે એક દિવસમાં ૨૩૦ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ વધતી ગરમી વચ્ચે તમારા માટે એ જાણવું જરૂરી છે કે દુનિયાના કયા શહેરમાં આ સમયે સૌથી વધારે ગરમી પડી રહી છે. તો આવો જાણીએ એવા થોડા ક્ષેત્ર વિશે જ્યાં સુરજનાં તાપ નો સામનો ત્યાંના લોકોએ કરવો પડે છે.

બેંગકોક

જણાવી દઇએ કે આજના સમયમાં વિશ્વ ઋતુ વિજ્ઞાન સંગઠન અનુસાર બેંગકોક દુનિયાનો સૌથી ગરમ શહેર છે. અહીં કોઈ ખાસ ઋતુમાં ભીષણ ગરમી નથી,  પરંતુ સતત અહીં ગરમી પડતી રહે છે. શહેરનું સરેરાશ વાર્ષિક તાપમાન ૨૯ ડિગ્રી સેલ્સિયસ છે. તથા અહીં ઉચ્ચતમ તાપમાન ૩૯ ડિગ્રી સેલ્સિયસ રહે છે.

ટિમ્બક્ટુ

વળી જણાવી દઈએ કે સહારા રણ નાં દક્ષિણી કિનારા પર સ્થિત આફ્રિકી શહેર ટિમ્બક્ટુ  પણ દુનિયાનાં સૌથી ગરમ શહેરોમાંથી એક છે. માલિ સ્થિત આ શહેરમાં ગરમ તથા શુષ્ક જળવાયુમાં ઉચ્ચતમ તાપમાન ૫૪.૫ ડિગ્રી સુધી નોંધવામાં આવ્યું છે.

અહવાઝ

સુરજનાં પ્રચંડ વેગનો સામનો ઈરાનના અહવાઝ શહેર પણ કરી રહ્યો છે. જણાવી દઈએ કે કરુણ નદીના કિનારે વસેલું એક ઔદ્યોગિક શહેર છે. તેનું સરેરાશ તાપમાન જુલાઇ દરમિયાન લગભગ ૪૬ ડિગ્રી સેલ્સિયસ સુધી હોય છે. આ તે શહેર માટે સૌથી ગરમ મહિનો છે. અહીં ઉચ્ચ તાપમાન ૫૪ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. સતત રેતી અને ધૂળ ભરેલ તોફાન અને જુલાઈથી સપ્ટેમ્બર સુધી વરસાદ ન થવાને કારણે અહીંનું તાપમાન વધી જાય છે.

કુવૈત

કુવૈતનું તાપમાન જુનથી ઓગસ્ટ વચ્ચે ૪૨ ડિગ્રી સેલ્સિયસથી વધારે રહે છે. એજ કારણ છે કે એનું નામ દુનિયાનો સૌથી ગરમ શહેરનાં લિસ્ટમાં રાખવામાં આવ્યું છે. અહીં રાતના સમયે થોડી હદ સુધી રાહત મળે છે. કુવૈત શહેરનું ઉચ્ચતમ તાપમાન ૫૪ ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધવામાં આવ્યું છે. અહીં દર વર્ષે સરેરાશ માત્ર ૧૯ દિવસ વરસાદ થાય છે.

જેકબાબાદ

પાકિસ્તાનનાં ઘણા એરીયા દુનિયાભરમાં પોતાની ભીષણ ગરમી માટે જાણીતા છે. જેકબાબાદ નામનું શહેર આ એરિયામાં આવે છે. આ દિવસોમાં અહીંનું તાપમાન ૫૨ ડિગ્રીની આસપાસ ચાલી રહ્યુ છે. પાકિસ્તાનનો દાવો છે કે એમનું આ શહેર દુનિયાનું સૌથી ગરમ શહેર છે. ૨૦૧૭માં અહીંનું તાપમાન તાપમાન ૫૩ ડિગ્રી સેલ્સિયસની ઉપર હતું.

ફલોદી

ગયા વર્ષ સુધી રાજસ્થાનનાં ચરુને ભારતનું સૌથી ગરમ શહેર માનવામાં આવતું હતું. પરંતુ આ વર્ષે જોધપુર જિલ્લાનું શહેર ફલોદીએ ચરુને ગરમીના વિષયમાં પાછળ છોડી દીધું છે. ચરુ નું ઉચ્ચતમ તાપમાને જ્યાં ૫૦ ડીગ્રી સેલ્સિયસ સુધી રહ્યું છે, જ્યારે ફલોદી એ ૫૧ ડિગ્રીને અડકી લીધું છે.

અઝીઝિયા

લીબિયાના જાફરા જિલ્લાનું આ શહેર દુનિયાના સૌથી ગરમ સ્થાનોમાંથી એક ગણવામાં આવે છે. અહીંનું તાપમાન જોતાં કહી શકાય છે કે એ રહેવા લાયક જગ્યા નથી. વર્ષ ૧૯૨૨માં અહીંનું અધિકતમ તાપમાન ૫૮ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જોકે વર્લ્ડ  મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશને આ દાવા પર સવાલ ઉઠાવ્યા હતા. પરંતુ તેમ છતાં આ વાત સાચી છે કે અહીં ભીષણ ગરમી પડે છે. અહીંનો સરેરાશ તાપમાન ૪૮ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે.

ફીનિક્સ

અમેરિકાનાં એરિઝોના નાં આ શહેરમાં ૧૯૮૧ અને ૨૦૧૦ વચ્ચે દર વર્ષે ૧૦૭ દિવસ સુધી ૩૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું છે. અહીંનું ઉચ્ચતમ તાપમાન ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધવામાં આવ્યું છે.

મારાકેચ

મારાકેચનું ઉચ્ચતમ તાપમાન ૪૯ ડિગ્રી સેલ્સિયસ સુધી રેકોર્ડ કરવામાં આવ્યું છે. આ શહેરમાં સૌથી વધારે ગરમી જુલાઈ અને ઓગસ્ટમાં પડે છે. અહીંનો સરેરાશ તાપમાન ૩૬ ડિગ્રી સેલ્સિયસ થી વધારે રહે છે. અહીં ઠંડીનાં મહિનામાં પણ ૨૮ ડિગ્રી સુધીનું તાપમાન નોંધવામાં આવ્યું છે.

આ સિવાય દુનિયામાં ઘણા એવા શહેર છે, જ્યાં ભીષણ ગરમી પડે છે. ગ્લોબલ વોર્મિંગની વધતી જતી અસરને કારણે ગરમીથી દેશ દુનિયામાં દરેક જગ્યાનાં લોકો લડી રહ્યા છે, પરંતુ મનુષ્ય પ્રકૃતિ છે એવી છે કે જે હજુ પણ બદલવાની નથી. સુરજ કેટલો પણ પ્રચંડ વેગ કેમ ન કરી લે, પરંતુ આ મનુષ્ય સમાજ ક્યાં સુધારવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *