સુર્ય પર દેખાઈ રહી છે તોફાન પહેલાની શાંતિ, વૈજ્ઞાનિકો થઈ રહ્યા છે ચિંતિત

સૂર્યની ગતિવિધિ પર વૈજ્ઞાનિકોની હંમેશાં નજર રહે છે. તેમણે હંમેશાં જોયું છે કે સૂર્યની સપાટી પર કંઈક ને કંઈક ગતિવિધિ થતી રહેતી હોય છે. પરંતુ હમણાં થોડા સમય થી આ પ્રકારની ગતિવિધિઓ બંધ છે. વૈજ્ઞાનિકોને આ તોફાનથી પહેલા આવતી શાંતિ લાગે છે. તેમનો અંદાજ છે કે હવે સૌર તોફાન આવી શકે છે.

પોતાની જેવા અન્ય તારાથી અલગ વર્તન કરે છે સુર્ય

એવું નથી કે સૂર્યની સપાટી પર ગતિવિધિ માત્ર સૂર્યના પૂર્વવર્તી આધાર પર છે. અન્ય બીજા નજીકના તારાઓની તુલનમાં સૂર્યનો વ્યવહાર શાંત છે. માનવામાં આવ્યું છે કે તે સૂર્યની કોઈ મોટી ગતિવિધિમાં જવા માટેની તૈયાર છે.

સનસ્પોટનું કર્યું અધ્યયન

કોઈપણ તારાની ગતિવિધિ અને ચમક તેના ચુંબકત્વ ક્ષેત્ર એટલે કે મેગ્નેટિક ફિલ્ડ થી પ્રેરિત થાય છે. તેથી તેના કારણે તેની ઉપર કાળા ડાઘ પડી જાય છે. જેને સ્ટારસ્પોર્ટ અથવા સૂર્યનાં મામલમાં સનસ્પોટ કહેવામાં આવે છે. ન્યુ સાઇંટિસ્ટમાં પ્રકાશિત ખબર અનુસાર જર્મનીમાં મેક્સ પ્લેક સોલર સિસ્ટમ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના ટીમો રીનહોલ્ડન તેમની ટીમના કેપ્લર સ્પેસ ટેલિસ્કોપથી સૂર્ય સહિત તેમના જેવા ૩૯૬ તારાઓની ગતિવિધિનો અવલોકન કર્યું છે.

સૂર્યથી અલગ છે તેના જેવા બીજા તારા

આ તારાઓની ખાસ વાત એ છે કે તેમનું તાપમાન રાસાયણિક સંયોજન, ઉંમર, આકાર અને પરિભ્રમણ ગતિ એક જેવી છે. પરંતુ આ સમાનતાઓ પછી શોધકર્તાઓએ જોયું કે આ તારાઓની સૂર્યથી વધારે ચમક છે. રિનહોલ્ડનુ કહેવું છે કે સમાનતા હોવા છતાં ઘણા તારા અમુક બાબતોમાં સૂર્યથી ચાર-પાંચ ગણા આગળ છે, જે હેરાન કરતી બાબત છે. તેનો મતલબ એ છે કે આ તારામાં કોઈ એવી વિશેષતા છે જે આપણે નથી જાણતા. આ બાબત જ તેમને સૂર્યથી અલગ કરે છે.

૨૫૦૦ તારા માં અંતર જોયું

જ્યારે ૨૫૨૯ તારાઓના સમૂહને પણ આ રીતે અધ્યયન કરવામાં આવ્યું તો તેની પરિભ્રમણ અવધિને બાદ કરીને તેમાં સમાન વિશેષતાઓ હતી અને તે તારાઓમાં સુર્યથી તે જ વિશેષતા હતી. તેનો મતલબ એ કે સૂર્ય અત્યારે અશાંત અવસ્થામાં હોઈ શકે છે અને ભવિષ્યમાં તેની ગતિવિધિ તેજ થઈ શકે છે.

થઈ શકે છે મોટું નુકસાન

રિનહોલ્ડનું કહેવું છે કે અનુમાન લગાવી શકાય છે કે તે આગળ ક્યારે થશે. ત્યારે સૂર્યની આજુબાજુની ચમક વધી જશે અને સૂર્યની જ્વાળાઓ નીકળવી અથવા સૌર તોફાન આપણી ધરતીની ઇલેક્ટ્રિક ગ્રીડ્સને નુકસાન પહોંચાડી શકે છે.

શા માટે પરેશાનીનું કારણ બને છે સૌર તોફાન

હકીકતમાં સૌર તોફાન હંમેશાથી જ વૈજ્ઞાનિકો માટે ચિંતાનો વિષય બનેલ છે. સૂર્યની સપાટી પર અચાનક ઉઠતી જ્વાળાઓને લીધે સૌર પવન જેમને સોલર વિન્ડ કહેવામાં આવે છે, તે નીકળે છે. જેને કોરોનલ માસ ઇજેક્શન પણ કહેવામાં આવે છે. પરંતુ સૌર તોફાનથી સૌથી મોટો ખતરો તે તરંગોને હોય છે જે પૃથ્વીની મેગ્નેટિક ફિલ્ડને નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે તેનાથી આપણી ધરતીનાં ઇલેક્ટ્રિકલ ગ્રીડ્સને નુકસાન થવાનો અંદાજ છે.

૧૮૫૯માં થયું હતું નુકસાન

મહત્વપૂર્ણ છે કે વર્ષ ૧૯૫૯માં એક શક્તિશાળી તોફાન આવ્યું હતું. જેના કારણે પૃથ્વી પર પશ્ચિમી દેશોના ટેલિગ્રાફ સિસ્ટમ ઠપ્પ થઈ ગયા હતા. આ દરમિયાન ખૂબ જ ઇલેક્ટ્રીક કરંટ ના ઝટકા જોવા મળ્યા હતા. તે સમયે ટેકનોલોજી આટલી વ્યાપક હતી નહીં.

હાલમાં થઈ શકે છે ખૂબ જ વધારે નુકસાન

પરંતુ જો હાલના સમયમાં આ પ્રકારની ઘટના બને છે, તો ખૂબ જ મોટું નુકસાન થઈ શકે છે. તે સિવાય એક અંદાજો ઓઝોન સ્તરને પણ નુકસાન થવાનો છે, પરંતુ આ ત્યારે જ શક્ય છે. જ્યારે તોફાન ની તીવ્રતા ખૂબ જ વધારે હોય અને તેની સંભાવના ખૂબ જ ઓછી છે.