સુર્યદેવને આવી રીતે જળ ચડાવવાથી ઘરમાં પૈસાનાં થેલા ભરાઈ જશે, આ ઉપાય તમને કોઈ જણાવશે નહીં

Posted by

શાસ્ત્રો અનુસાર સુર્યદેવને જળ ચઢાવવું ખુબ જ શુભ માનવામાં આવે છે. મોટાભાગે તમે પોતાની સમસ્યા લઈને જ્યારે કોઈ પંડિત પાસે જાવ છો તો તે સૌથી પહેલા સુર્યને અર્ધ્ય આપવાનો ઉપાય જણાવે છે. વળી જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સુર્યગ્રહણ મજબુત હોય તો એવું માનવામાં આવે છે કે તે વ્યક્તિ ખુબ જ ગુણવાન હોય છે. સાથોસાથ સમાજમાં તેનો ખુબ જ માન સન્માન હોય છે. તે સિવાય તે ખુબ જ પ્રતિષ્ઠિત પણ હોય છે. તેવામાં કુંડળીમાં સુર્ય ગ્રહને મજબુત રાખવો ખુબ જ જરૂરી છે.

Advertisement

વળી મહાભારતકાળથી એવું માનવામાં આવે છે કે કર્ણ નિયમિત રૂપથી સુર્યદેવની પુજા કરતા હતા અને સુર્યદેવને જળનું અર્ધ્ય પણ આપતા હતા. તે સિવાય સુર્યદેવની પુજા વિશે ભગવાન રામની કથામાં એવું લખવામાં આવેલ છે કે ભગવાન શ્રીરામ દરરોજ સુર્યદેવની પુજા કરતા હતા અને તેમને અર્ધ્ય આપતા હતા. વળી કળયુગમાં પણ એવા ઘણા લોકો છે જે સુર્યદેવને જળ અર્પિત કરે છે અને તેમની પુજા કરે છે. મહત્વપુર્ણ છે કે સુર્યદેવને જો પુરી વિધિની સાથે જળ ચઢાવવામાં આવે તો તેના ખુબ જ સારા પરિણામ પ્રાપ્ત થાય છે.

જો આપણે સુર્યદેવને ચઢાવવામાં આવતા જળમાં અમુક વસ્તુઓ ઉમેરીને અર્પિત કરીએ છીએ તો તેનાથી યોગ્ય ફળ પ્રાપ્ત થાય છે. વળી સુર્યદેવને પણ અલગ અલગ ચીજો માટે જળ આપવામાં આવે છે. મહત્વપુર્ણ છે કે જ્યોતિષશાસ્ત્રમાં સુર્યને આત્માના કારક માનવામાં આવે છે એટલા માટે નિયમિત રૂપથી સુર્યને જળ આપવાથી એવું માનવામાં આવે છે કે તેનાથી આત્માને શુદ્ધિ થાય છે અને આપણો આત્મવિશ્વાસ પણ વધે છે. વળી સુર્યદેવને અર્ધ્ય આપતા સમયે અમુક ખાસ વાતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. જેમ કે સુર્યના પહેલા કિરણને અર્ધ્ય આપવું સૌથી વધારે ફળદાયક અને શ્રેષ્ઠ માનવામાં આવે છે.

તેના માટે સૌથી પહેલા તમારે સવારના સમયે સુર્યોદય થયા પહેલા ઉઠી જવું અને સ્નાન કરી લેવું. ત્યારબાદ ઉગતા સુર્યની સામે આસન લગાવી લેવું. પછી આસન ઉપર ઊભા રહીને ત્રાંબાના લોટામાં જળ ઉમેરીને જળ અર્પિત કરો. ત્યારબાદ ચંદન તથા લાલ રંગના ફુલ લઈ લો. તમે લાલ રંગના કોઈપણ ફુલ ગ્રહણ કરી શકો છો. તેની સાથે જ તમારે થોડા ચોખા પણ તેમાં ઉમેરી લેવાના છે. તમે ચોખા ભલે પાણીમાં ન ઉમેરો પરંતુ ચંદન અને લાલ રંગના ફુલ જરૂરથી પાણીમાં ઉમેરો અને ત્યારબાદ અર્ધ્ય આપો. તેમાં તમારે હાથની મુઠ્ઠી બનાવીને સુર્યને ત્રણ વખત જળ અર્પિત કરવાનું રહેશે અથવા સીધું ત્રાંબાના લોટામાં જળ ઉમેરીને પણ અર્પણ કરી શકો છો.

શાસ્ત્રો અનુસાર સ્નાન કર્યા વગર સુર્યદેવને ક્યારેય પણ અર્ધ્ય આપવું જોઈએ નહીં. જો જળ ચડાવતા સમયે તેના અમુક છાંટા તમારા પગ ઉપર પડે છે તો તેમાં કોઈ દોષ લાગતો નથી. જો તમે શિક્ષા સંબંધી અથવા એકાગ્રતા વધારવા માંગો છો તો સુર્યને અર્ધ્ય આપવાના જળમાં વાદળી રંગ ઉમેરો. આવું કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. જો તમે કોઈ ઇન્ટરવ્યું, પરીક્ષા અથવા કોઈ કામમાં વિજય પ્રાપ્ત કરવા માંગો છો તો જળમાં લાલ ગુલહડ નાં ફુલ ઉમેરીને જળ ચડાવો.

જો જીવનમાં દરેક પ્રકારના લાભ પ્રાપ્ત કરવા માંગો છો તો સુર્યદેવને સાદું જળ ચઢાવવું જોઈએ. જળ ચડાવ્યા બાદ થોડું જળ બચાવી લો તેને પોતાના માથા, ગળા અને બને ખભા પર લગાવો. તેનાથી તમારો સુર્ય પ્રબળ થવાનો શરૂ થઈ જશે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.