રવિવારનો દિવસ સુર્ય દેવતાનો દિવસ હોય છે. આ દિવસે સુર્ય દેવતાની પુજા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે સુર્યની પુજા કરવાથી વ્યક્તિને સમાજમાં માન-સન્માનની સાથે યશની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં સુર્યના મંત્રનો જાપ કરવાથી કુંડળીમાં સુર્ય સાથે સંબંધિત દોષ દુર થાય છે. તેમ છતાં પણ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સુર્ય દેવને જળ ચડાવતા સમયે અથવા તેમની પુજા કરતા સમયે કરવામાં આવેલી ભુલને લીધે સુર્યદેવતા ખુશ થવાને બદલે નારાજ થઈ જાય છે.
સુર્ય દેવનું પુજન કરતા સમયે લાલ ફુલ, લાલ ચંદન, ચોખા અર્પિત કરો. ગોળ અથવા ગોળ માંથી બનેલી મીઠાઈનો ભોગ લગાવો. શાસ્ત્રો અનુસાર સવારના સમયે સુર્યને અર્ધ્ય આપતા સમયે અમુક એવી વાતો છે, જેનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે નહિતર સુર્યદેવ ક્રોધિત થઈ જાય છે.
જળ ચડાવતા સમયે ધ્યાન રાખવું જોઈએ કે પાણીના છાંટા તમારા પગ ઉપર ન પડે. કહેવામાં આવે છે કે આવું થવા પર સુર્ય દેવને અર્ધ્ય આપવાથી મળતું ફળ વ્યક્તિને મળી શકતું નથી. સુર્યદેવને જળ અર્પિત કરતા સમયે તેમ જ ફુલ અથવા ચોખા જરૂર રાખો. જળમાં નાડાછડી અથવા લાલ ચંદન તથા લાલ ફુલ પણ ઉમેરી શકો છો.
રવિવારનાં દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કર્યા બાદ મંદિરમાં જરૂર જવું. ત્યારબાદ ઘરેથી પણ તમે સુર્ય દેવને જળ ચઢાવી શકો છો. આવું કરવાથી વ્યક્તિની કુંડળીમાં રહેલ દરેક દોષ સમાપ્ત થઈ જાય છે. યાદ રાખો કે સુર્ય દેવને જળ બ્રહ્મમુહુર્તમાં ઊઠીને સ્નાન વગેરે કાર્યો પુર્ણ કર્યા બાદ ચડાવવું જોઈએ. ક્યારેય પણ સ્નાન કર્યા વગર સુર્યદેવને જળ અર્પિત કરવું જોઈએ નહીં.
અર્ધ્ય આપતા સમયે સ્ટીલ, ચાંદી તથા પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ ન કરો. સુર્યદેવને તાંબાના વાસણ થી જળ અર્પિત કરવું. જળ આપતા સમયે બંને હાથથી તાંબાના વાસણને પકડો. જળ હંમેશા માથાથી ઉપર અર્પિત કરવું. તેનાથી સુર્યની કિરણો વ્યક્તિના શરીર ઉપર પડે છે, જેનાથી સુર્યની સાથે નવગ્રહ પણ મજબુત બને છે.
પુર્વ દિશા તરફ મુખ રાખીને જળ અર્પિત કરવું જોઈએ. જો કોઈ દિવસ એવું બને કે સુર્યદેવ નજર ન આવી રહ્યા હોય તો પુર્વ દિશા તરફ મુખ કરીને જળ અર્પિત કરવું. બંને હાથથી સુર્યદેવને જળ આપતા સમયે ધ્યાન રાખો કે તેમાંથી સુર્યનાં કિરણો ની ધાર જરૂર દેખાઈ રહી હોય.
સુર્યદેવને જળ અર્પિત કરતા સમયે ખાસ મંત્રનો જાપ પણ કરી શકો છો. ભોજન કર્યા બાદ પોતાના માથા ઉપર લાલ ચંદન જરૂરથી લગાવવું.