સુર્યકુમાર યાદવની પત્ની બોલીવુડની ટોપ એક્ટ્રેસને પણ જોરદાર ટક્કર આપે છે, તસ્વીરો જોઈને દિવાના બની જશો

Posted by

ભારતીય ક્રિકેટર સુર્યકુમાર યાદવ હાલનાં દિવસોમાં શ્રીલંકા વિરુદ્ધ મેચ રમી રહ્યા છે અને પોતાની દમદાર બેટિંગથી બધાને આશ્ચર્યચક્તિ કરી દીધા છે. હાલના દિવસોમાં ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકાનાં પ્રવાસ પર ગઈ છે અને ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ માર્ગદર્શન શિખર ધવન કરી રહ્યા છે. ભારતીય ટીમ આ પ્રવાસમાં ત્રણ ટી-૨૦ મેચ અને ત્રણ વન-ડે મેચ રમવાની છે. આ મેચમાં ક્રિકેટર સુર્ય કુમાર યાદવે પોતાનું શાનદાર પ્રદર્શન કર્યું છે. સુર્ય કુમાર યાદવનો જન્મ ૧૪ સપ્ટેમ્બર, ૧૯૯૦માં ભારતનાં મહારાષ્ટ્રમાં અશોકકુમાર યાદવ ના ઘરે થયો હતો.

તેણે મુંબઈના કોલેજ માં બી.કોમ નો અભ્યાસ કર્યો છે. સુર્યકુમારને બેડમિન્ટન અને ક્રિકેટ બંને રમવાનું પસંદ છે. પરંતુ તેના પિતાએ તેને કોઈ એક રમત પસંદ કરવા માટે કહ્યું. પોતાના દીકરાની રમત પ્રત્યેની રુચિણે જોઈ અશોકકુમાર યાદવે તેનું એડમિશન ક્રિકેટ શિબિરમાં કરાવી દીધું. સુર્ય કુમારે ૧૦ વર્ષની ઉંમરથી જ ક્રિકેટ રમવાનું શરુ કરી દીધું. સુર્ય કુમાર યાદવનાં પિતા ઇચ્છતા હતા કે તે ભારત માટે રમે અને પોતાના દેશનું નામ રોશન કરે અને આજે સુર્યકુમાર યાદવ પોતાના પિતાનાં સ્વપ્નને પૂરું કરી રહ્યા છે.

વર્ષ ૨૦૧૧માં સુર્ય કુમારને રણજીત ટ્રોફી થી સન્માનિત કરવામાં આવ્યા. સુર્યકુમાર યાદવ આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન ટીમની સાથે રમી રહ્યા છે. મુંબઇ ઇન્ડિયન ટીમે સુર્યકુમાર યાદવ ને ૩.૨ કરોડમાં ખરીદ્યા છે. જલ્દી તે કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે પણ રમશે. આજે સુર્ય કુમાર યાદવ ભારતીય ક્રિકેટ ટીમના દમદાર બેટ્સમેન છે. વર્ષ ૨૦૨૦માં ક્રિકેટર સુર્યકુમાર યાદવ આઇપીએલનાં ૧૬ મેચ દરમિયાન ૪૮૦ રન બનાવ્યા. આઈપીએલ દરમિયાન તેમણે પોતાનો દમદાર પ્રદર્શન કરેલ. સુર્યકુમાર રીયલ લાઇફમાં ખુબ જ રોમેન્ટિક છે.

આઈપીએલ દરમિયાન સુર્યકુમાર યાદવનાં દમદાર પ્રદર્શનથી દેવિશા તેના પર ફિદા થઇ ગઇ. વર્ષ ૨૦૧૬માં સુર્ય કુમારે દેવિશા સાથે લવમેરેજ કર્યા હતા. દેવિશા સાઉથ ઇન્ડિયન માં ઉછરેલી છે. એટલા માટે બંનેના લગ્ન મુંબઈમાં સાઉથ રિવાજ અનુસાર થયા. આ બન્નેની મુલાકાત મુંબઈના કોલેજમાં થઈ. જ્યારે સુર્યકુમાર યાદવ દેવિશા ને મળ્યા તો એ સમયે તે બી.કોમ નાં ફાઇનલ યરમાં અભ્યાસ કરી રહ્યા હતા. દેવિશા તે સમયે ૧૨મુ ધોરણ પાસ કરીને કોલેજમાં આવી હતી.

આ બંનેએ ઘણા વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા અને અંતમાં વર્ષ ૨૦૧૬માં બંનેએ લગ્ન કરી લીધા. આ બંનેનાં લગ્નને હવે ઘણા વર્ષ થઈ ચૂક્યા છે. આ બંને પોતાના લગ્ન જીવનમાં ઘણા ખુશ છે અને પોતાની મેરિડ લાઇફ એન્જોય કરી રહ્યા છે. ક્રિકેટર સુર્યને મોંઘી ગાડી અને બાઈકનો ઘણો વધારે શોખ છે. તેમની પાસે બીએમડબલ્યુની 5 સીરીઝ 530 ડીએમ સ્પોર્ટ કાર પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *