સુશાંત આત્માહત્યા કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો, શેખર કપુરે ખોલ્યા ઘણાં રહસ્ય

બોલિવૂડના યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાનો મામલો હજુ સુધી ઉકેલી શકાયું નથી. પરંતુ તેમાં નવા નવા ખુલાસા સતત સામે આવી રહ્યા છે. આ મામલામાં પોલીસ અત્યાર સુધીમાં ૩૦ થી વધારે લોકોની પૂછપરછ કરી ચૂકી છે. આ કડીમાં મુંબઈ પોલીસે ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની પણ પૂછપરછ કરી હતી. ત્યારબાદ શેખર કપૂરે પણ ઈમેલ દ્વારા મુંબઇ પોલીસને સવાલોના જવાબ આપ્યા છે. ઈ-મેલમાં શેખર કપૂરે તે વાતનો ખુલાસો કર્યો છે કે આખરે શા માટે પાની ફિલ્મ અભેરાઈ પર ચડાવી દેવામાં આવી અને ત્યારબાદથી અચાનક જ સુશાંતને સારી ફિલ્મોમાં કામ કરવાનું બંધ થઈ ગયું.

શેખર કપૂરે જણાવ્યું હતું કે પાની ફિલ્મને મોટા પડદા પર લાવવી તેમનું સપનું હતું. તેને તેઓ પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ માનીને ચાલી રહ્યા હતા. શેખરનું કહેવું છે કે આ ફિલ્મમાં તેમણે ૧૦ વર્ષ સુધી કામ કર્યું હતું, પરંતુ અમુક કારણોને લીધે આ ફિલ્મમાં તેઓ આગળ કામ કરી શક્યા નહીં.

૨૦૧૪માં શરૂ થવાનું હતું ફિલ્મનું શૂટિંગ

ફિલ્મ નિર્દેશક શેખર કપૂરે મુંબઈ પોલીસને જવાબ આપતાં જણાવ્યું હતું કે ફિલ્મને ૧૫૦ કરોડ રૂપિયાના બજેટમાં બનવાની હતી અને આ બાબતમાં તેમણે આદિત્ય ચોપડા સાથે વર્ષ ૨૦૧૨-૧૩ માં મુલાકાત પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે મુલાકાત બાદ અમે બંનેએ નિર્ણય લીધો હતો કે ૨૦૧૪માં આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. અમે લોકોએ પ્રિ-પ્રોડક્શન માં ૭ કરોડ રૂપિયા ખર્ચ પણ કરી દીધા હતા અને ફિલ્મ માટે સુશાંત સિંહ રાજપૂતને કાસ્ટ પણ કરી દેવામાં આવ્યા હતા.

શેખરનું કહેવું છે કે આ ફિલ્મમાં ગોરા નામના એક શખ્સનો રોલ સુશાંત પ્લે કરવાના હતા. સુશાંતે આ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ વાંચી હતી અને તેમણે આ ફિલ્મ માટે હાં પણ કરી દીધી હતી. શેખરે જણાવ્યું હતું કે સુશાંત આ ફિલ્મમાં પોતાના પાત્ર માટે ખૂબ જ મહેનત કરી રહ્યા હતા અને સતત વર્કશોપ પણ જોઇન કરતા હતા. સુશાંત આ ફિલ્મની તૈયારી ખૂબ જ જોરશોરથી કરી રહ્યા હતા અને તેમને આ ફિલ્મમાં એટલી દિલચશ્પી હતી કે તેઓ યશરાજ ફિલ્મ્સની દરેક પ્રોડક્શન મિટિંગમાં સામેલ થતાં હતા. તેઓ એક્ટિંગ સાથે સંબંધિત દરેક નાની-નાની બાબતોને બારીકાઈથી સમજવા માગતા હતા.

આદિત્ય ચોપડા શા માટે શરૂ ન થવા દીધું પાની ફિલ્મનું શૂટિંગ?

શેખર કપૂર પાસેથી મળેલી જાણકારી અનુસાર અમુક કારણોસર આદિત્ય ચોપરાએ અચાનક આ ફિલ્મમાંથી પોતાના હાથ ખેંચી લીધા. હકીકતમાં આદિત્ય ચોપડા ફિલ્મની પટકથામાં અમુક બદલાવ માંગતા હતા, જ્યારે શેખર કપૂર આ વાતને લઈને બિલકુલ પણ રાજી હતા નહીં. એ જ કારણ હતું કે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ શક્યું નહીં.

શેખર જણાવે છે કે ફિલ્મ બંધ થઈ જવાની સૂચના મળતાની સાથે જ સુશાંત પોતાની જિંદગીમાં ખૂબ જ પરેશાન રહેવા લાગ્યા હતા અને ઘણી વખત તો તેવો ફોનમાં કલાકો સુધી રડ્યા કરતા હતા. શેખરે એટલે સુધી કીધું કે એક વખત સુશાંત મને મળ્યા બાદ મારા ખભા પર પોતાનું માથું રાખીને કલાકો સુધી રડ્યા હતા.

સુશાંતે કહ્યું હતું, ઈન્ડસ્ટ્રીમાં થઈ રહ્યો છે પારકા જેવો વ્યવહાર – શેખર કપુર

જણાવી દઈએ કે શેખર કપૂરે ફિલ્મ પાની માટે અન્ય ઘણા પ્રોડ્યુસરનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ કોઈ પણ ફિલ્મ પ્રોડયુસ કરવા માટે રાજી થયું નહીં અને પછી શેખર લંડન ચાલ્યા ગયા. લંડનથી પરત ફર્યા બાદ શેખર કપૂરે જ્યારે સુશાંતની મુલાકાત કરી તો સુશાંતે કહ્યું કે તે યશરાજ ફિલ્મ્સ સાથે બધા જ કોન્ટ્રાક્ટ ખતમ કરી ચૂક્યા છે. શેખર જણાવે છે કે સુશાંતે તે સમયે મને કહ્યું હતું કે તેમની સાથે ઇન્ડસ્ટ્રીમાં પારકા જેવો વ્યવહાર કરવામાં આવે છે અને જાણી જોઈને તેમને સારી ફિલ્મોથી અલગ રાખવામાં આવે છે. શેખરે વધુમાં કહ્યું કે સુશાંત પાસેથી આવી વાત સાંભળીને મેં તેને કહ્યું હતું કે, તું કામ કરતો રહે અને સારી સ્ક્રિપ્ટ પર ધ્યાન આપ.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે શેખર કપૂરની ફિલ્મ પાની માટે સુશાંતે બાજીરાવ મસ્તાની, ગોલિયોં કી રાસલીલા : રામલીલા અને પદ્માવત સહિત કુલ ૧૦ ફિલ્મોને રિજેક્ટ કરી દીધી હતી. તેવામાં લોકોના મનમાં આજે પણ એક સવાલ છે કે આખરે પાની ફિલ્મ શા માટે બની શકી નહીં?