દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે. એક્ટર ના મૃત્યુ બાદ થી પરિવાર આ મામલામાં શાંત હતો, પરંતુ હવે તેમની તરફથી એક્ટ્રેસ અને સુશાંતની ખાસ મિત્ર રિયા ચક્રવર્તી પર ખૂબ જ મોટા આરોપ લગાવવામાં આવ્યા છે. મુંબઈ પોલીસે રિયાની પૂછપરછ કરી હતી. ત્યારબાદ થી તમામ લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા. મામલાની તપાસ શરૂ છે, પરંતુ હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાયું નથી. હવે જ્યારે સુશાંતનાં પિતા કેકે સિંહે રિયા અને તેના પરિવાર ઉપર સનસનીખેજ આરોપ લગાવ્યા છે, તે એકદમ ચોંકાવનારા છે.
રિયા અને તેના પરિવાર વિરુદ્ધ ફરિયાદ દાખલ
સુશાંતનાં પિતાએ ઘટનામાં રિયા અને તેમના પરિવારજનો ઇન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. તેમના પિતાએ એફઆઇઆરમાં કઈ-કઈ વાતો લખી છે, તેના વિશે અમે તમને વિગતવાર જણાવીશું.
ભૂત-પ્રેતની વાતો કહીને છોડાવી દીધું દિકરાને ઘર
સુશાંતનાં પિતા જણાવ્યું હતું કે રીયા અને તેના પરિવારજનો ઇન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી અને શોવિક ચક્રવર્તી મારા દીકરાની ખૂબ જ નજીક રહેવા લાગ્યા અને તેઓ સુશાંતનાં દરેક મામલામાં દખલ લેવા લાગ્યા. મારો દીકરો જ્યાં રહેતો હતો તે ઘરને તેમણે છોડાવી દીધું કે આ ઘરમાં ભૂત પ્રેત છે. આ વાતનો પ્રભાવ મારા દીકરાના મગજ પર થઈ ગયો અને ત્યાંથી તેને મુંબઈ એરપોર્ટ પાસે એક રિસોર્ટમાં રોકાવી દીધો.
સુશાંતને રિયા કહેતી હતી – નકામી વાતો કરે છે
સુશાંતનાં પિતાના જણાવ્યા અનુસાર, રિયા મારા દીકરાને વારંવાર કહેતી હતી કે, તું નકામી વાતો કરે છે. તારા મગજમાં કોઈ પરેશાની છે, તને કોઈ સારા ઇલાજની જરૂર છે. એટલા માટે કોઈ સારા ડોક્ટર પાસે તારો ઈલાજ કરાવીએ. જ્યારે અમને બધી જાણ થઈ તો મારી દીકરીએ સુશાંતને મળવા અને તેને મુંબઈ પરત લાવવા માટેની કોશિશ કરી. પરંતુ રીયા અને તેના પરિવારજનોએ સુશાંતને મુંબઈમાં જ રહેવા માટે દબાણ કર્યું અને ત્યાં જ ઈલાજ કરાવવાની વાત કરી. રિયાએ સુશાંતને પરત આવવા દીધો નહીં અને મારી દીકરી પરત ફરી ગઈ.”
રિયા સુશાંતને આપ્યો દવાઓનો ઓવરડોઝ
કેકે સિંહ આગળ જણાવે છે કે, “ત્યારબાદ રિયા મારા દીકરાને ઈલાજનાં બહાને પોતાના મુંબઈ સ્થિત ઘરમાં લઈ ગઈ અને ત્યાં તેને દવાઓનો ડોઝ આપ્યો. તે સમયે પણ રિયાએ બધાને જણાવ્યું કે સુશાંતને ડેન્ગ્યૂ થઈ ગયો છે અને ઇલાજ ચાલી રહ્યો છે. જ્યારે સુશાંતને ક્યારેક ડેંગ્યુ થયો હતો નહીં. આ દરમિયાન રિયા અને તેના પરિવારે સુશાંતની બધી ચીજો પર કબ્જો કરી લીધો અને અમને સુશાંત થી અલગ કરી દીધો.”
સુશાંતને ઓફર થતી ફિલ્મોમાં રિયા રાખતી હતી શરત
સુશાંતનાં પિતા અનુસાર, “જ્યારે સુશાંતને ફિલ્મોની ઓફર આવતી હતી તો રિયા શરત રાખતી હતી કે જો મને ફિલ્મમાં સુશાંતની ઓપોઝિટ લીડ એક્ટ્રેસના રૂપમાં કાસ્ટ કરવામાં આવશે તો જ સુશાંત ફિલ્મમાં કામ કરશે. એટલું જ નહીં સુશાંત સાથે જોડાયેલા જેટલા વિશ્વસનીય કર્મચારી હતા તેને રિયાએ બદલી લીધા અને તેમની જગ્યાએ પોતાના ઓળખીતા લોકોને નિયુક્ત કરી દીધા. રીયાએ સુશાંતનો ફોન નંબર પણ બદલાવી દીધો. ત્યારબાદ સુશાંત સાથે ક્યારેક-ક્યારેક વાત થતી હતી. તે સમયે સુશાંતે મને જણાવ્યું હતું કે આ લોકો મને પાગલખાનામાં મોકલવા ઈચ્છે છે અને હું કંઈ કરી શકતો નથી. ત્યારબાદ સુશાંત મારી દીકરીઓને મળવા માટે દિલ્હી આવ્યો. તેને આવ્યાને હજુ ૩ દિવસ થયા હતા કે રિયા વારંવાર ફોન કરીને તેને પરત બોલાવવા લાગી.”
રીયાએ દીકરાને કહ્યું – બધાને જણાવી દઈશ પાગલ છો
સુશાંતનાં પિતા આગળ જણાવે છે કે, “મારો દીકરો ફિલ્મ લાઈન છોડીને કેરલનાં કુર્ગમાં ઓર્ગેનિક ખેતી કરવા માંગતો હતો. તે સમયે રિયાએ વાતનો વિરોધ કર્યો. તેણે સુશાંતને કહ્યું તું ક્યાંય જશે નહિ અને તું મારી વાત નહિ માને તો હું મીડિયામાં તારી મેડિકલ રિપોર્ટ આપી દઈશ. પછી બધાને જણાવી દઇશ કે તું પાગલ છે. જ્યારે રિયાને લાગ્યું કે સુશાંત તેની વાત નથી માની રહ્યો અને તેનું બેંક બેલેન્સ ઓછું થઈ રહ્યું છે, તો રિયા ૮ જુન, ૨૦૨૦ ના રોજ સુશાંતનાં ઘરથી ઘણો બધો સામાન જેમકે રોકડા, જ્વેલરી, લેપટોપ, ક્રેડિટ કાર્ડ, સુશાંતનાં જરૂરી દસ્તાવેજ અને ઇલાજનાં કાગળ લઈને ચાલી ગઈ અને મારા દીકરાનો ફોન નંબર પોતાના ફોન માં બ્લોક કરી દીધો.”
રિયા કહેતી હતી – તને કોઈ કામ આપશે નહીં
સુશાંતનાં પિતા પોતાના આરોપમાં કહે છે કે, “સુશાંતે મારી દીકરીને ફોન કર્યો. તેને ડર હતો કે રિયા તેને ક્યાંક ફસાવી ન દે. કારણકે તે ઘરેથી ઘણો બધો સામાન લઈને ગઈ હતી. રિયાએ સુશાંતને કહ્યું હતું કે જો તેણે તેની વાત માની નહીં તો તે મીડિયામાં કહી દેશે કે તે પાગલ છે, ત્યારબાદ તેને કોઈ કામ આપશે નહીં. તું બરબાદ થઈ જશે. આ દરમિયાન ૮/૯ જૂનની રાતે સુશાંતની સેક્રેટરી દિશાએ આત્મહત્યા કરી લીધી. તેને રિયા એ જ પોઇન્ટ કરી હતી. દિશાની આત્મહત્યાથી મારા દીકરાની ગભરામણ વધી ગઈ. તેણે રિયાને કોલ કર્યો પરંતુ તેણે તો ફોન નંબર બ્લોક કરી નાખ્યો હતો. મારા દીકરાને ડર હતો કે ક્યાંક રીયા આ આત્મહત્યા માટે તેને દોષી ઠેરવશે.”
સુશાંત માતાપિતાએ પોતાની એફઆઇઆરમાં આ સવાલ પણ ઉઠાવ્યા છે
- વર્ષ ૨૦૧૯ પહેલા મારા દીકરાને કોઈ પરેશાની હતી નહીં. રિયાના સંપર્કમાં આવ્યા બાદ એવું શું બની ગયું?
- જો તેનો માનસિક ઈલાજ ચાલી રહ્યો હતો, તો તેના માટે અમારા લોકોની પરવાનગી શા માટે લેવામાં ના આવી?
- જે જે ડોક્ટરોએ રિયાના કહેવા પર સુશાંતનો ઈલાજ કર્યો છે તેઓ પણ રિયાની સાથે આ કાવતરામાં સામેલ હતા. તે વાતની પણ તપાસ થવી જોઇએ કે મારા દીકરાને કઈ-કઈ દવાઓ આપવામાં આવી?
- મારા દીકરાના એકાઉન્ટમાં ૧૭ કરોડ રૂપિયા હતા. પાછલા એક વર્ષમાં ૧૫ કરોડ રૂપિયા તેમાંથી કાઢવામાં આવ્યા. પૈસા એવા ખાતામાં ટ્રાન્સફર થયા જેની સાથે મારા દીકરાને કોઈ લેવા-દેવા હતા નહીં. આ બધા ખાતાની તપાસ કરાવવામાં આવે.
- તે વાતની પણ તપાસ કરવામાં આવે કે રીયાના સંપર્કમાં આવ્યા બાદ કેવી રીતે સુશાંતની ફિલ્મ એકદમ ઓછી થઈ ગઈ?