સુશાંત સિંહની છેલ્લી ફિલ્મ જોઈને રડી પડ્યું આ સેલિબ્રિટિઓનું દિલ, થઈ ગયા ભાવુક

Posted by

જે સુશાંત સિંહ પોતાની જિંદગીથી કંટાળીને દુનિયા છોડીને ચાલ્યા ગયા છે, તે સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ “દિલ બેચારા” જિંદગીને જિંદાદિલીથી જીવવાનો સંદેશ લઇને આવી છે. સુશાંતની છેલ્લી ફિલ્મ રિલીઝ થયા બાદ જે કોઈ પણ વ્યક્તિ તેને જોવે છે, તેની આંખોમાં પાણી આવી ગયા છે. ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોસટાર પર “દિલ બેચારા” રિલીઝ થયા બાદ તેને જોઈને ટીવી સેલિબ્રિટી થી લઈને બોલિવૂડ સેલિબ્રિટી સુધી બધા જ લોકો ભાવુક થઇ ગયા હતા.

 

View this post on Instagram

 

From #pavitrarishta to #dilbechara One last time !!!

A post shared by Ankita Lokhande (@lokhandeankita) on

સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે એ સુશાંત ની છેલ્લી ફિલ્મ જોયા બાદ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ખૂબ જ મોટો ભાવુક સંદેશ પોસ્ટ કર્યો હતો. તેમાં તેમણે લખ્યું, “પવિત્ર રસ્તાથી લઈને દિલ બેચારા સુધી છેલ્લી વખત…”

ટીવી સિરિયલ ઉતરન અને બિગ બોસ થી નામ કમાયેલ અભિનેત્રી રશ્મિ દેસાઇ પણ સુશાંત ની છેલ્લી ફિલ્મ જોઈને ભાવુક બની ગઈ હતી. તેમણે ટ્વિટ કર્યું – ભારે હ્રદય અને અદભુત યાદોની સાથે. લવ યુ સુશાંત.

અભિનેત્રી આરતી સિંહ પણ ભાવુક થતી નજર આવી હતી. તેમણે લખ્યું હતું – હીરો, અમે તમને હંમેશા યાદ કરીશું. ખૂબ જ પસંદ આવી તમારી ફિલ્મ. બસ હૃદયમાં એક જ વાત આવે છે કે, કાશ આંખો ખોલું અને લાગે કે આ બધું એક સપનું છે. તમે હંમેશા યાદ આવશો. ફિલ્મનાં એક એન્ટ્રી ની ઝલક પણ આરતી સિંહે શેયર કરી છે.

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન પણ દિલ બેકરાર જોયા બાદ ખૂબ જ ભાવુક બની ગઈ હતી. તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોતાના પિતા અને અભિનેતા સૈફ અલી ખાનની સાથે સુશાંતની ફોટો શેયર કરી હતી. સાથોસાથ તેમણે બંને વચ્ચેની એક જેવી ખૂબીઓ પણ ગણાવી હતી.

બોલિવૂડ અભિનેતા વિકી કૌશલ સુશાંત સિંહ રાજપૂત ની અંતિમ ફિલ્મ જોયા બાદ ખૂબ જ દુઃખી બની ગયા હતા. તેમણે બ્રોકન હાર્ટ ઈમેજ શેયર કર્યું હતું અને પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું.

બોલિવૂડ અભિનેતા રિતેશ દેશમુખે પોપકોર્નની સાથે આ ફિલ્મને જોઈ તેમણે લખ્યું હતું કે – દિલ બેચારા જોઈ રહ્યો છું. આ સેલિબ્રેટ કરવાનો સમય છે. જેમકે વચન આપ્યું હતું, પોપકોર્ન ની સાથે હું તૈયાર છું. સુશાંત સિંહ રાજપૂત તમે આકાશ માં સૌથી ચમકતા સિતારા બનો.

દિલ બેચારા જોયા બાદ બોલિવૂડ અભિનેત્રી ભૂમિ પેડણેકર પણ પોતાની ભાવનાઓ પર કાબુ રાખી શકે નહીં. પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ભૂમિ એ લખ્યું – ભાવનાઓથી અભિભૂત છું. મારા આંસુઓ રોકાઈ નથી રહ્યા. આટલો દર્દનાક અને સુંદર અહેસાસ મને પહેલા ક્યારેય નથી થયો.

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા જે હાલના સમયમાં ન્યૂયોર્કમાં છે, તેમણે સુશાંત ની છેલ્લી ફિલ્મ દિલ બેચારા જોઈ. તેમણે પણ હાર્ટ ઇમોજી શેયર કરીને સોશિયલ મીડિયા પર તેની પ્રતિક્રિયા આપી.

સુશાંત સિંહ રાજપૂત ની છેલ્લી ફિલ્મ દિલ બિચારા જોવા માટે બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ પણ ખૂબ જ આતુર હતી. જેવો આ શો શરૂ થયો, એક બૂમરેંગ વિડીયો ઇન્સ્ટાગ્રામ સ્ટોરી માં શેયર કર્યો. થોડા સમય બાદ જ નિર્દેશક મુકેશ છાબડાને ટેગ કરતા એક હાર્ટ ઇમોજી પણ તાપસી પન્નુ એ શેયર કરી.

બોલિવૂડ અભિનેત્રી રિતેશ દેશમુખની પત્ની જેનેલિયાએ પણ સુશાંત ની છેલ્લી ફિલ્મ જોઈ. તેમણે ટ્વિટ કરીને તેના પર પોતાની પ્રતિક્રિયા આપી. જેનેલિયાએ લખ્યું – સ્ક્રીન પર સુશાંત સિંહ રાજપૂત છે. હું કોઈ મદદ કરી શકતી નથી. ફક્ત સીટી વગાડી શકું છું.

આ લોકોએ પણ આપી શ્રદ્ધાંજલિ

યુવિકા ચૌધરી, અર્જુન બિજલાની, શરદ કેલકર, સુરભી ચંદના, નીતિ ટેલર, રોહિત રોય, હિમાંશી ખુરાના, રવિ દુબે અને દલજીત કૌર વગેરે સિતારાઓએ પણ સુશાંત સિંહ રાજપૂત ની છેલ્લી ફિલ્મ દિલ બેચારા જોયા બાદ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ બધા લોકો ખૂબ જ ભાવુક નજર આવ્યા છે. સુશાંત સિંહ રાજપૂત ની છેલ્લી ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં સુશાંતની સાથે સંજના સાંધી છે. સંજના સાંધીને આ પહેલા ઇમ્તિયાઝ અલીની ફિલ્મ રોકસ્ટારમાં જોવામાં આવી હતી. ત્યારે તેઓને નરગિસ ફકરીની બહેનનું પાત્ર નિભાવ્યું હતું. ફિલ્મ નિર્દેશક મુકેશ છાબડાની નિર્દેશકના રૂપમાં આ પહેલી ફિલ્મ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *