સુશાંતનાં મિત્રનો ખુલાસો, અંતિમ સંસ્કારનાં સમયે આવ્યા હતા “પાવરફુલ લોકો” નાં મેસેજ, કહી હતી આવી વાત

Posted by

૧૪ જુન, ૨૦૨૦ ના રોજ સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી હતી. તેમના નિધન બાદ મીડિયામાં અને ઇન્ટરનેટ પર ઘણું બધું કહેવામાં આવ્યું હતું. તેની વચ્ચે સુશાંતનાં સારા મિત્ર અને પ્રોડ્યુસર સંદિપસિંહ જણાવ્યું હતું કે સુશાંતનાં અંતિમ સંસ્કાર બાદ તેને “પાવરફુલ લોકો” નાં મેસેજ આવ્યા હતા. તેમણે ફરિયાદ કરી હતી કે તેઓને સુશાંતની અંતિમ યાત્રામાં શા માટે બોલાવવામાં ના આવ્યા. એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં સંદીપે આ વિશે ઘણી વાતો જણાવી હતી.

મોતને ડ્રામા બનાવી દીધો

સંદીપે કહ્યું કે, “લોકોએ સુશાંતનાં નિધનને ડ્રામા બનાવીને રાખી દીધો છે. સુશાંતને આ બધું પસંદ હતું નહીં. અંતિમ સંસ્કારમાં થી આવ્યા બાદ હું નાહવા માટે જઈ રહ્યો હતો, ત્યારે મને અમુક લોકોના ફોન કોલ્સ અને મેસેજ આવ્યા. તેઓ પૂછી રહ્યા હતા કે અમને અંતિમ સંસ્કારમાં શા માટે બોલાવવામાં ના આવ્યા. મને મેસેજ આવ્યો “અમે પાવરફુલ લોકો છીએ, તે અમને બોલાવ્યા નહીં”. મતલબ કે આવા લોકોના મગજમાં આખરે શું ચાલી રહ્યું છે તે આશ્ચર્યજનક હતું.”

 

સંદીપ આગળ જણાવે છે કે, “એકતા કપૂર વિવાદોથી ઘેરાયેલી હતી તેમ છતાં પણ તે પોતે અંતિમ સંસ્કારમાં આવી. શ્રદ્ધા કપૂર, રણદીપ હુડા આ બધા લોકો વરસાદમાં આવીને ત્યાં ઊભા હતા અને રડી રહ્યા હતા. તેમને આવવા માટે કોઈ આમંત્રણની જરૂરીયાત મહેસુસ થઈ નહીં. સુશાંતનાં મૃત્યુ થી વધારે દુઃખ મને આ લોકો ની હરકતો થી થાય છે.

બ્લેમ ગેમ બંધ કરો

સંદીપ છે એવું પણ કહ્યું હતું કે, જે રીતે સુશાંતનાં મૃત્યુ બાદ મીડિયા અને તેમના ફેન્સ આરોપ લગાવવાની રમત રમી રહ્યા છે, તેનાથી તેમને ખૂબ જ દુઃખ થયું. તેમણે કહ્યું, લોકો ગુસ્સે નથી, આ તેમના ઇમોશન છે. પરંતુ તેને ખોટી રીતે દર્શાવવામાં આવી રહ્યા છે. મીડિયાએ તેને ગુસ્સાનું નામ આપી દીધું છે. બીજા અન્ય લોકો છે જેઓ આ બ્લેમ ગેમ રમી રહ્યા છે. કોઈ એવું નથી વિચારતું કે તેના પરિવાર પર શું વિતી રહ્યું છે.

સુશાંત ની કારકિર્દી પર વાત કરતાં સંદીપે કહ્યું હતું કે, “લોકો કહી રહ્યા છે કે સુશાંતના હાથ માંથી ૭ ફિલ્મો નીકળી ગઈ, તેઓ તેમના રિલેશનશિપ સ્ટેટસને પણ જવાબદાર ઠેરવી રહ્યા છે. વળી ઘણા લોકો તો એવું પણ કહી રહ્યા છે કે તેની પાસે પૈસા હતા નહીં. પરંતુ સુશાંતે જે કર્યું તેનું કારણ કોઈપણ જગ્યાએ જણાવ્યું નથી. આ બધી આપણી કલ્પનાઓ છે. તે એક આઉટસાઈડર હતો અને તેણે યશરાજ ફિલ્મ્સ, ધર્મા પ્રોડક્શનની સાથે કામ કર્યું. તેણે ડાયરેક્ટર અભિષેક કપૂરની સાથે પણ ૨ ફિલ્મો કરી. તે નીરજ પાંડે સાથે પણ કામ કરી ચૂક્યો હતો. તે સિવાય રમેશ તોરાની અને રુમી જાફરીની સાથે કામ કરવાનો હતો.

પરિવારને એકલા છોડી દો

સંદીપ લોકોને વિનંતી કરે છે કે સુશાંતની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરે. તેઓ કહે છે કે, “તેના ફેમિલીને થોડો સમય માટે એકલા છોડી દો. તેના પરિવારને કેવું દર્દ હશે કે સુશાંત જેવા સફળ વ્યક્તિએ આવું પગલું ભર્યું. ઘણા લોકો મને મેસેજ કરીને કહી રહ્યા છે કે અમે પોતાના બાળકોને એક્ટિંગ કરવા માટે મુંબઈ નહિ મોકલીએ. લોકો ડરેલા છે. આપણે તેમને પ્રેરિત કરવાની જરૂરિયાત છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *