એક મહિના પહેલા એટલે કે ૧૪ જુન, ૨૦૨૦ ના રોજ આપણે બોલિવૂડનો એક આશાસ્પદ અભિનેતા સુશાંત સિંહ રાજપુતને ખોઈ દીધો હતો. આ દિવસે સુશાંતે પોતાના મુંબઈ સ્થિત બાંદ્રા વાળા ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી હતી. આ વાતને એક મહિનો પૂર્ણ થઇ ચૂક્યો છે. સુશાંતનાં જવાનું દુઃખ હજુ સુધી આપણે ભૂલી શક્યા નથી. લોકો સુશાંતને ખૂબ જ મિસ કરી રહ્યા છે. તો સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતીની પણ કંઈક આવી જ હાલત છે. સુશાંત ના નિધનનાં એક મહિના બાદ તેમણે ખાસ અંદાજમાં સુશાંતને યાદ કરેલ છે.
રિયાની વોટ્સઅપ ડીપી પર જોવા મળ્યા સુશાંત
હકીકતમાં રિયાએ પોતાનું વોટ્સઅપ ના ડિસ્પ્લે પિક્ચર (DP)ને બદલી દીધું હતું. આ નવા ડીપીમાં સુશાંત સાથે ખૂબ જ પ્રેમ ભરેલ પોઝ આપતી નજર આવી રહી હતી. આ તસવીરમાં સુશાંત હળવું હાસ્ય કરતા રીયા ની તરફ જોવા મળી રહ્યા છે. વળી રિયા ના ચહેરા ઉપર પણ હળવું હાસ્ય જોવા મળે છે અને તે કેમેરાની તરફ જુએ છે. એક દિલચસ્પ વાત એ છે કે બંનેએ આ ફોટોમાં એક જ કલરના કપડાં પહેર્યા છે. સુશાંત અને રિયા ને કારણે આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ફેન્સ તો તેને જોઈને વધારે ભાવુક બની ગયા છે. તેઓ સુશાંતને પહેલાં કરતાં પણ વધારે મિસ કરવા લાગ્યા છે.
એક જ ફલેટમાં રહેતા હતા સુશાંત – રિયા
જણાવવામાં આવી રહ્યું છે કે રિયા અને સુશાંત પાછલા અમુક મહિનાથી રિલેશનશિપમાં હતાં. તે બંને એક જ ફલેટમાં રહેતા હતા. સુશાંત ની આત્મહત્યા થોડા દિવસ પહેલાં જ રીયાએ ફ્લેટ છોડી દીધો હતો. આ આત્મહત્યા કેસમાં પોલીસે રિયાની કલાકો સુધી પુછપરછ કરી હતી. રીયા સહિત પોલીસ અત્યાર સુધીમાં ૩૮ લોકોની આ બાબતમાં પૂછપરછ કરી ચૂકી છે. તેમાં સુશાંતનાં પિતા, ડોક્ટર, પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે અને મિત્રોથી લઈને સંજય લીલા ભણસાલી, ટેલેન્ટ મેનેજર રેશમા શેટ્ટી, શેખર કપૂર, યશરાજ ફિલ્મ્સના સ્ટાફ સુધી ઘણા લોકો સામેલ છે.
ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યા હતા સુશાંત
પાછલા એક વર્ષથી સુશાંત ડિપ્રેશનમાં હતા. પાછલા ૬ મહીનાથી તેઓ એક મનોચિકિત્સક પાસે પણ જઈ રહ્યા હતા. આત્મહત્યા બાદ પોલીસને તેમના રૂમમાંથી ડિપ્રેશનની ટેબલેટ પણ મળી હતી. તેમના એક નજીકના દોસ્તના જણાવ્યા અનુસાર આ દવાઓ લેવાની પણ બંધ કરી દીધી હતી. હાલમાં પોલીસ તેને ડિપ્રેશનનો કેસ માનીને ચાલી રહી છે. જોકે અમુક લોકો આ મામલાને સીબીઆઇ તપાસની પણ માંગણી કરી રહ્યા છે.
૨૪ જુલાઇના રોજ સુશાંતની છેલ્લી ફિલ્મ “દિલ બેચારા” રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મને સુશાંત મિત્ર અને કાસ્ટિંગ ડાયરેક્ટર મુખેશ છાબડા ડાયરેક્ટ કરી રહ્યા હતા છે. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ ડિઝની હોટસ્ટાર પ્લસ પર રિલીઝ થશે. આ ફિલ્મનું ટ્રેલર અને ટાઈટલ ટ્રેક આવી ચૂક્યું છે. લોકોને બંને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.