સુશાંત પર બની રહેલ ફિલ્મનાં વિલનનો ફર્સ્ટ લુક આઉટ, લોકોએ જોઈને કરણ જોહર સાથે તુલના કરી

Posted by

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલા પર ફિલ્મ બનાવવામાં આવી રહી છે, જેનું નામ “સુસાઇડ ઓર મર્ડર : અ સ્ટાર વોઝ લોસ્ટ” રાખવામાં આવેલ છે. ફિલ્મને લઈને હવે એક નવું પોસ્ટર સામે આવી ગયું છે, જેમાં અભિનેતા રાણા ફિલ્મ મેકર કરણ જોહર ની જેમ નજર આવી રહ્યા છે. “સુસાઇડ ઓર મર્ડર : અ સ્ટાર વોઝ લોસ્ટ” ના વિલનનો ફર્સ્ટ લુક આજે શેયર કરતા વીએસજી બિંજ દ્વારા લખવામાં આવ્યું છે કે તેઓ એક બિગ શૉટ ફિલ્મ નિર્માતા છે, પરંતુ તેમણે ફક્ત સ્ટાર કિડ્ઝને લોન્ચ કર્યા છે.

કરણ જોહરનાં લુકમાં છે રાણા


આ પોસ્ટમાં નજર આવી રહેલ પાત્ર કરણ જોહરનું છે. વળી આ પોસ્ટને જોઈને લોકોની પ્રતિક્રિયા પણ આવી રહી છે અને લોકો તેની તુલના ફિલ્મ મેકર કરણ જોહર સાથે કરી રહ્યા છે. ઓટીટી પ્લેટફોર્મ વીએસજી બિંજ દ્વારા પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આ પોસ્ટર શેયર કરવામાં આવ્યું અને લખ્યું, “તેઓ બિગ શૉટ ફિલ્મ પ્રોડ્યુસર છે, પરંતુ તે ફક્ત સ્ટાર કિડ્સને લોન્ચ કરે છે. મુલાકાત કરાવીશું રાણા સાથે “સુસાઇડ ઓર મર્ડર : અ સ્ટાર વોઝ લોસ્ટ” માં નેપોકીંગ નાં કિરદારમાં.” આ ટ્વિટ આવ્યા બાદ લોકોએ આ પોસ્ટને લઈને ઘણા બધા કોમેન્ટ કર્યા અને એક વ્યક્તિએ લખ્યું કે તેનો મતલબ છે કે “તે કરણ જોહર હશે”. જ્યારે અન્ય એક યૂઝરે કોમેન્ટ કરતાં કહ્યું કે “બિલકુલ કરણ જોહર જેવો લૂક આપ્યો છે તેને.”

ઓટીટી પ્લેટફોર્મમાં આવશે આ ફિલ્મ

સુશાંત સિંહનાં જીવન પર બનેલી આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થવાની છે અને આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ વીએસજી બિંજ પર સ્ટ્રીમ કરવામાં આવી શકે છે. ફિલ્મના પ્રોડ્યુસર વિજય શેખર ગુપ્તાએ આ ફિલ્મને લઈને કહ્યું હતું કે તેઓ ફિલ્મ દ્વારા એવા લોકોની કહાની બતાવવા માંગે છે, જે નાના શહેરોમાંથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવે છે અને તેમના કોઇ ગોડફાધર ન હોવાને કારણે તેમને ખૂબ જ સ્ટ્રગલ કરવી પડે છે. તેમણે કહ્યું હતું કે હું તમને વિશ્વાસ અપાવું છું કે આ ફિલ્મ બોલીવુડ ઇનસાઇડર્સ નાં અસલી ચહેરાને ઉજાગર કરી દેશે. એક-એક કરીને ફિલ્મના કેરેક્ટરને બધાની સામે લાવવામાં આવશે. જોકે ગુપ્તાએ સ્પષ્ટ રીતે પણ કહ્યું હતું કે આ ફિલ્મ સુશાંતની બાયોપિક નથી, આ તેમની જિંદગીથી ઇન્સ્પાયર છે. આ ફિલ્મની શૂટિંગ મુંબઈ અને પંજાબમાં કરવામાં આવશે અને આ ફિલ્મમાં ફક્ત તે લોકોને લેવામાં આવશે, જેમના કોઇ ગોડફાધર બોલિવૂડમાં નથી.

મહત્વપૂર્ણ છે કે અભિનેતા સુશાંત સિંહે પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ નેપોટીજ્મને લઈને ચર્ચા ચાલી રહી છે. તેમના મૃત્યુ બાદ ફિલ્મ જગતમાં કામ કરવાવાળા ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓએ ખુલાસો કર્યો હતો કે કેવી રીતે બોલિવૂડમાં અમુક લોકો બહારથી આવવા વાળા લોકોની કારકિર્દી બરબાદ કરે છે અને તેમને આત્મહત્યા કરવા પર મજબુર કરી દે છે.

સચિન તિવારી કરી રહ્યા છે લીડ રોલ


સુશાંત સિંહનાં મૃત્યુ બાદ તેમના જીવન પર ફિલ્મ બનાવવાનું એલાન કરવામાં આવ્યું હતું અને “સુસાઇડ ઓર મર્ડર : અ સ્ટાર વોઝ લોસ્ટ” માં સુશાંત સિંહ રાજપૂતનાં હમશકલ અને ટીકટોકર સચિન તિવારી તેનું પાત્ર નિભાવી રહ્યા છે. આ ફિલ્મને શમિક મૌલિક નિર્દેશક કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *