સુશાંત સિંહ રાજપૂત કે જેઓ બોલિવૂડમાં સફળતાની સીડી ચડતા જઈ રહ્યા હતા. અચાનકથી તેમણે ૧૪ જૂનના રોજ મુંબઈમાં આત્મહત્યા કરીને બધાને હેરાન કરી દીધા. સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ બાદ તેના પરિવારજનો થી લઈને તેના અંગત લોકો તથા તેમના પ્રશંસકોને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો છે.
સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના એક સપ્તાહ બાદ તેમના પટના સ્થિત ઘરમાં એક પ્રેયર મીટ એટલે કે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુશાંત ના ઘરમાં આયોજિત થયેલ આ પ્રાર્થના સભામાં પરિવારના સદસ્યોની સાથે ઘણા નજીકના વ્યક્તિઓએ પણ હાજર રહ્યા હતા. આ પ્રાર્થના સભા દરમિયાન ઘરમાં વાતાવરણ ખૂબ જ ગમગીન નજર આવ્યું.
સુશાંતને ખોઈ દેવાનું દુઃખ
દરેક વ્યક્તિના ચહેરા પર સુશાંત સિંહ રાજપુતને ખોઈ દેવાનું દુ:ખ સ્પષ્ટ નજર આવતું હતું. પ્રાર્થના સભામાં ભાગ લેવા માટે જે લોકો ઘરમાં પહોંચ્યા હતા તેઓ પરિવારજનોને હિંમત આપતા નજર આવતા હતા. છતાં પણ પરિવાર પર જે સુશાંતનાં મૃત્યુ બાદ વીત્યું છે, તે તો તેમનો પરિવાર જ જાણે છે અને તેમના ચહેરા ઉપર પણ તે સ્પષ્ટ દેખાઈ આવતું હતું.
સુશાંત સિંહ રાજપૂતની પટના સ્થિત આવાસ માં થયેલ પ્રાર્થના સભાની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં આ તસવીરો અને વીડિયો શેયર કરતા સુશાંત સિંહ રાજપૂતના પ્રશંસકો તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે.
આઘાતમાં છે પરિવાર
આટલી નાની ઉંમરમાં સુશાંત સિંહ રાજપૂતે દુનિયાને છોડી દીધા બાદ તેમના પિતા ખૂબ જ આઘાત માં છે. સુશાંતની ચારેય બહેનોની પણ આવી જ પરિસ્થિતિ છે. સમગ્ર પરિવાર સુશાંતસિંહ રાજપૂતના ગયા બાદ દુઃખમાં ભાંગી પડયો છે. એવી ઘણી તસવીરો સામે આવી ચૂકી છે, જેમાં સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુનું દુઃખ તેમના પિતાના ચહેરા પર સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે.
બહેને હટાવી પ્રોફાઈલ થી તસવીર
સુશાંત સિંહ રાજપૂત ચાર બહેનો વચ્ચે એકલા ભાઈ હતા. પરિવારમાં સૌથી નાના પણ હતા. એ જ કારણ હતું કે તેઓ હંમેશા બધાના પ્રિય રહ્યા હતા. સુશાંતની બધી બહેનો અને તેમના પિતા હાલના સમયે પટનામાં જ છે. સુશાંતની બહેન શ્વેતા સિંહ કિર્તિએ સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ બાદ એક મોટી ભાવુક પોસ્ટ સોશિયલ મીડિયામાં લખી હતી. જેને વાંચ્યા બાદ દરેક વ્યક્તિને આંખોમાં આંસુ આવી ગયા હતા. જોકે બાદમાં શ્વેતાએ પોતાની આ પોસ્ટને ડિલીટ કરી પરંતુ તેની સાથે સાથે પોતાના ફેસબુક એકાઉન્ટને પણ લોક કરી દીધું. તેઓએ ત્યાંથી પોતાની પ્રોફાઈલ પીકચર પણ હટાવી દીધી.
સુશાંત સિંહ રાજપૂત ની આત્મહત્યાની તપાસ કરી રહેલ પોલીસે તેમના નોકરની સાથે પરિવારજનો, મિત્રો અને તેની ગર્લફ્રેન્ડની પણ પૂછપરછ જ કરી રહી છે. તપાસ માટે પોલીસે ૩ ટીમ બનાવી છે. સુશાંતના બિઝનેસ કોન્ટ્રાક્ટર થી લઈને તેમના પર્સનલ સંબંધો સુધીની તપાસ પોલીસ કરી રહી છે. અત્યાર સુધીમાં ૧૦ થી ૧૨ લોકો સાથે પોલીસ દ્વારા પૂછપરછ જ કરવામાં આવી ચુકી છે.