સુશાંત સિંહ રાજપુત બંને હાથ થી એક સાથે લખતા હતા, વિડિયો જોઈને કહેશો કે સાચે જ જીનીયસ હતો આ અભિનેતા

Posted by

હિન્દી ફિલ્મોના મશહુર અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ભલે હવે આપણા લોકોની વચ્ચે નથી રહ્યા પરંતુ તેમની યાદો હંમેશા આપણા દિલમાં રહેશે. તેમણે પોતાની મહેનત થી બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં જે સ્થાન પ્રાપ્ત કર્યું હતું તે હવે કદાચ જ કોઈ વ્યક્તિ પ્રાપ્ત કરી શકશે. તેમની કારકિર્દીની શરૂઆત ખૂબ જ સંઘર્ષપૂર્ણ રહી હતી. પરંતુ કારકિર્દીની દરેક પરેશાનીઓને સામનો તેમણે ખૂબ જ સમજદારી પૂર્વક કર્યો છે. સુશાંત સિંહ રાજપૂત પોતાની ફિલ્મો અને અંદાજથી બધા લોકોને પોતાના દિવાના બનાવી લીધા હતા. તેમના નિધનને લગભગ એક સપ્તાહ થઇ ગયું છે. પરંતુ તેમના ફેન્સ સતત તેમની યાદોને તાજી કરી રહ્યા છે.

બોલીવુડ ઇન્ડસ્ટ્રીનો દિગ્ગજ અભિનેતા આપણને બધાને છોડીને ચાલ્યો જશે તે કોઈ જાણતું ન હતું. તેમના જવાનું દુઃખ તેમના પરિવારના લોકો જાણે છે પરંતુ તેમના ફેન્સ પણ અચાનક ચાલી જવાથી ખૂબ જ દુઃખી છે. સતત સોશિયલ મીડિયા પર દરરોજ સુશાંત સિંહ રાજપૂતનાં જુના વિડીયો અને ફોટોસ તેમના ફેન્સ શેયર કરી રહ્યા છે. મોટાભાગના વીડિયોની અંદર અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોજમસ્તી કરતાં જોવા મળે છે. લોકોને બિલકુલ ભરોસો નથી થઈ રહ્યો કે તેઓ હવે આપણી વચ્ચે નથી રહ્યા.

તમને જણાવી દઈએ કે એક ટ્વિટર યુઝર્સ દ્વારા સુશાંત સિંહ રાજપૂતનો જુનો વિડીયો શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોની અંદર સુશાંત સિંહ રાજપૂત પોતાના બંને હાથથી લખતા દેખાઈ રહ્યા છે. જો તમે આ વીડિયોને જોશો તો તે વાત પર વિશ્વાસ કરવા લાગશો કે હકીકતમાં આ અભિનેતા ખૂબ જ જિનિયસ હતો. આ વીડિયોને જોઈને તેના મલ્ટી ટેલેન્ટેડ હોવાનો અંદાજો લગાવી શકાય છે.

આ વીડિયોની અંદર સુશાંત સિંહ રાજપૂત પોતાના બંને હાથ થી લખતા દેખાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમકે તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે તે ખૂબ જ ખુશ છે અને પોતાના બંને હાથ થી એક સાથે લખી રહ્યા છે. તેમનો આ થ્રોબેક વિડીયો જોઈને જાણી શકાય છે કે સુશાંત સિંહ રાજપૂત ખૂબ જ જિનિયસ હતા.

જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતે પોતાના કારકિર્દીની શરૂઆતના સમયમાં બેકઅપ ડાન્સર ના રૂપમાં કરેલ હતી. એટલું જ નહીં પરંતુ તેઓ ફિલ્મ એવોર્ડમાં પણ ઘણી વખત ડાન્સ કરી ચૂક્યા છે. તેમણે ઇન્ડસ્ટ્રીમાં આ સ્થાન પ્રાપ્ત કરવા માટે ઘણી બધી પરેશાનીઓનો સામનો કર્યો છે. સુશાંત સિંહ રાજપુતને ટેલિવિઝન ધારાવાહિક “પવિત્ર રિશતા” થી લોકપ્રિયતા પ્રાપ્ત થઈ હતી. તેમાં તેમના દ્વારા નિભાવવામાં આવેલ પાત્રને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૩માં તેમણે પોતાના ફિલ્મી કારકિર્દીની શરૂઆત “કાય પો છે” થી કરી હતી. ત્યારબાદ તેઓ શુદ્ધ દેશી રોમાંસ, એમએસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી, રાબતા, સોનચીડીયા અને કેદારનાથ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમની છેલ્લી ફિલ્મ “ડ્રાઇવ” નેટફ્લિક્સ ઉપર રિલીઝ થઈ હતી.

૧૪ જૂનના રોજ સુશાંતે કરી આત્મહત્યા

તમને જણાવી દઈએ કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઈ સ્થિત પોતાના ઘરમાં ૧૪ જુન, ૨૦૨૦ ના રોજ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેના વિશે ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે સુશાંત સિંહ રાજપૂત ડિપ્રેશન માંથી પસાર થઈ રહ્યા હતા અને દવાઓનું સેવન કરી રહ્યા હતા. આખરે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા શા માટે કરી? આ મામલાને લઈને પોલીસની તપાસ ચાલી રહી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ મામલાને લઈને તેના મિત્ર, પરિવારના સદસ્યો અને તેમની સાથે કામ કરતા લોકોની પૂછપરછ કરવામાં આવી છે. તેમની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પણ પોલીસે લગભગ ૧૧ કલાક સુધી પૂછપરછ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *