સુસ્મિતા સેન આ પાકિસ્તાની ક્રિકેટરનાં પ્રેમમાં દિવાની થઈ ગઈ હતી, લગ્ન પણ કરવાની હતી પરંતુ….

ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી સુસ્મિતા સેનને કોણ નથી જાણતું. તે એક સારી અભિનેત્રી છે અને તેની સાથે સાથે વર્ષ ૧૯૯૪માં ફેમિના મિસ ઇન્ડિયા યુનિવર્સનો તાજ પોતાના નામે કરી ચુકી છે. તમને જણાવી દઈએ કે માત્ર ૧૮ વર્ષની ઉંમરમાં તેમણે મિસ યુનિવર્સનો તાજ પોતાના નામે કર્યો હતો. સુસ્મિતા સેને મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યા બાદ હિન્દી સિનેમામાં અભિનેત્રી તરીકે પગલાં રાખ્યા હતા. તેમણે પોતાની ફિલ્મી કારકિર્દીમાં એક થી સારી એક ફિલ્મોમાં કામ કર્યું છે અને લોકો તેમના અભિનયની સાથે સાથે તેમની સુંદરતાના પણ ઘણાં વખાણ કરે છે.

સુસ્મિતા સેને પોતાની ફિલ્મી કારકિર્દીમાં ઘણા મોટા મોટા કલાકારો સાથે ફિલ્મોમાં કામ કર્યું છે. સુષ્મિતા સેન પોતાની ફિલ્મોને લઈને વધારે ચર્ચામાં રહી છે. તે સિવાય તેમણે પોતાના અંગત જીવનને લઈને પણ ખુબ જ ચર્ચામાં રહેલી છે. તેવામાં જણાવવામાં આવે છે કે સુસ્મિતા સેન એક પાકિસ્તાની ક્રિકેટરનાં પ્રેમમાં દિવાની થઈ ગઈ હતી. પરંતુ કોઇ કારણને લીધે તેમનું બ્રેક-અપ થઈ ગયું હતું.

જેમ કે આપણે બધા લોકો જાણીએ છે કે ક્રિકેટર અને ફિલ્મી કલાકારો વચ્ચે પ્રેમ કહાની હંમેશા ખુબ જ છવાયેલી રહે છે. એવી ઘણી પ્રેમ કહાની છે, જે ઘણી જાણીતી છે. તેવામાં કહેવાય છે કે ક્રિકેટ અને ફિલ્મી દુનિયાનો સંબંધ વર્ષોથી ચાલતો આવી રહ્યો છે. તમે બધા લોકોએ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા, મોહમ્મદ અઝરુદ્દીન – સંગીતા બિજલાની, ઝહિર ખાન – સાગરિકા ઘાટકે, હરભજન સિંહ – ગીતા બસરા વગેરેની પ્રેમ કહાની તો સાંભળી જ હશે. ઘણી પ્રેમ કહાની પુરી થઈ જાય છે અને અમુક અધુરી પણ રહી જાય છે.

આજે અમે તમને મિસ યુનિવર્સ રહી ચુકેલી સુસ્મિતા સેન અને પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમની પ્રેમ કહાની વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ. એક સમય હતો જ્યારે મીડિયામાં બંનેનાં નામ ખુબ જ ચર્ચા થતી હતી. એટલું જ નહીં પરંતુ આ બંનેના લગ્નની ખબરો પણ સમાચારમાં છવાયેલી હતી. તમને જણાવી દઈએ કે સુસ્મિતા સેન અને વસીમ અકરમની મુલાકાત એક ડાન્સ રિયાલિટી શો દરમિયાન થઇ હતી અને શોના સેટ પર મુલાકાત પછી તેઓ એક સારા મિત્ર બની ગયા હતા. આ બંનેના રિલેશનશીપની ખબર શો દરમિયાન થી જ ચર્ચામાં રહેવા લાગ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર વસીમ અકરમની ઈર્ષાને કારણે બંનેના સંબંધમાં તિરાડ આવી ગઈ હતી. સુસ્મિતા સેનની ગ્લેમરસ લાઇફ સ્ટાઇલ અને બિઝિ શેડ્યુલને કારણે વસીમ  અસુરક્ષિત અનુભવ કરતા હતા. જેના કારણે તેમણે રિલેશનનાં ભવિષ્યને લઈને ફરીથી વિચારવાનું શરૂ કરી દીધું હતું. વળી સુસ્મિતા સેન અને વસીમ અકરમે ક્યારેય પોતાના રિલેશનને લઈને સ્પષ્ટપણે વાત કરી હતી નહીં.

અભિનેત્રી સુસ્મિતા સેને મીડિયા સાથે એક ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, “મને વસીમ ઘણા પસંદ છે. પરંતુ તેનો મતલબ એ નથી કે જે વ્યક્તિ સાથે મારી મિત્રતા છે, તેની સાથે મારો અફેર શરૂ થઈ જાય.” સુસ્મિતા સેને જણાવ્યું હતુ કે રિલેશનશિપમાં આવવું એક મોટી વાત છે અને એક દિવસ હું પણ રિલેશનશિપમાં આવીશ. તે દિવસે તમને બધાને તે ખાસ વિશે જણાવીશ. તેમણે જણાવ્યું કે લોકોને અનુમાન લગાવવાનો અવસર નહીં આપીશ.

તમને જણાવી દઈએ કે પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમે પીટીઆઇ ને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “હું અફવાથી પરેશાન થઈ ગયો છું. મેં આઇપીએલ થી એક વર્ષનો બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. કારણ કે હું મારા બંને બાળકોને ટાઈમ આપવા ઈચ્છું છું.” ક્રિકેટર વસીમ અકરમે કહ્યું હતું કે તેમના દીકરા મોટા થઈ રહ્યા છે અને તેમને પોતાના પિતાની જરૂરિયાત છે. આ સમયમાં હું મારૂ બધું ફોકસ બાળકો સાથે સમય વિતાવવા પર લગાવી રહ્યો છું. તેમણે કહ્યું હતું કે મારો ફરીથી લગ્ન કરવાનો કોઈ પણ પ્લાન નથી.”

તમને જણાવી દઈએ કે વસીમ અકરમની પત્ની હુમા નું વર્ષ ૨૦૦૯માં નિધન થઇ ગયું હતું. ત્યારબાદ બધા લોકોએ જ કહેવા લાગ્યા કે સુસ્મિતા સેન સાથે વસીમ અકરમ બીજા લગ્ન કરી લેશે, પરંતુ એવું કંઈ થયું નહીં. સુસ્મિતા સેન થી અલગ થયા બાદ વસીમ અકરમે ૨૦૧૩માં શનાયરા થોમસન સાથે લગ્ન કરી લીધા હતા. જ્યારે સુષ્મિતા સેન મોડલ રોહમન શોલ સાથે રિલેશનશિપમાં છે.