સુસ્મિતા થી લઈને અમીષા પટેલ સુધી, ડાયરેક્ટરનાં પ્રેમમાં પાગલ બની હતી આ ૬ અભિનેત્રીઓ, પ્રેમનો ખુબ જ ખરાબ અંત થયેલો

Posted by

બોલીવુડ એક્ટ્રેસનાં બોલીવુડ એક્ટર્સ સાથે અફેર તો ઘણી વાર સામે આવે છે. પરંતુ એક્ટ્રેસનાં ડાયરેક્ટર સાથે અફેર આશ્ચર્ય કરી દે છે. પરંતુ બોલીવુડની ઘણી એક્ટ્રેસનું  નિર્દેશકો સાથે રિલેશન રહ્યું છે. આજે આવા જ થોડી ચર્ચિત અને ખાસ રિલેશન વિશે અમે તમને જાણકારી આપવા જઈ રહ્યા છે.

રામગોપાલ વર્મા અને ઉર્મિલા માતોડકર

ઉર્મિલા માતોડકર નિર્દેશક રામ ગોપાલ વર્માની ફિલ્મ “રંગીલા” થી મોટી ઓળખાણ મળી હતી. વર્ષ ૧૯૯૫માં આવેલી આ ફિલ્મ હિટ રહી હતી અને ત્યારબાદ થી ઉર્મિલાને “રંગીલા ગર્લ” નાં નામથી ઓળખવામાં આવી હતી. જણાવવામાં આવે છે કે આ ફિલ્મ દરમિયાન રામગોપાલ વર્માએ ઉર્મિલાને પોતાનું દિલ આપી બેસ્યા હતા. જ્યારે રામગોપાલ વિવાહિત હતા અને એમની પત્નીને બંનેનાં અફેર વિશે ખબર પડી તો રામગોપાલની પત્નીએ ઉર્મિલાને જોરદાર થપ્પડ મારી હતી અને આ સાથે જ બંનેનાં રિલેશનનો પણ અંત થઇ ગયો હતો.

વિક્રમ ભટ્ટ અને સુસ્મિતા સેન

બોલીવુડની જાણીતી અભિનેત્રી સુસ્મિતા સેન વિક્રમ ભટ્ટને પોતાનું દિલ આપી બેઠી હતી. વિવાહિત વિક્રમે સુસ્મિતાને મેળવવાનું મન બનાવી લીધું હતું અને તે પોતાની પત્ની પાસે છુટાછેડા પણ લઈ ચૂક્યા હતા. જોકે પછી જ્યારે સુસ્મિતાએ સાથે એમનો રિલેશન તુટી ગયો તો એમને ઘણો મોટો ઝટકો લાગ્યો. જેના લીધે તેમને આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

વિક્રમ ભટ્ટ અને અમીષા પટેલ

વિક્રમ ભટ્ટનું નામ હિન્દી સિનેમાની અન્ય એક સુંદર તથા ચર્ચિત અભિનેત્રી અમીશા પટેલ સાથે પણ જોડાયું છે. બતાવવામાં આવે છે કે વિક્રમ સાથે અફેરનાં કારણે અમીષાએ પોતાના માતા-પિતા સાથે પણ રિલેશન ખરાબ કરી લીધા હતા. તેઓ પોતાનું ઘર છોડીને વિક્રમ સાથે જ રહેવા લાગી હતી. બંનેએ પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું હતું અને પછી બંને અલગ થઈ ગયા.

રોહિત શેટ્ટી અને પ્રાચી દેસાઈ

બોલીવુડનાં એક્શન ડાયરેક્ટર રોહિત શેટ્ટી વિવાહિત હોવા છતાં એક્ટ્રેસ પ્રાચી દેસાઈ સાથે ચક્કર ચલાવ્યું હતું. પ્રાચીને કારણે રોહિતનું લગ્ન જીવન બરબાદી તરફ આવી ગયું હતું. જોકે રોહિતે સમય રહેતા સમજદારીથી કામ લીધું અને પ્રાચી સાથે એમણે અંતર જાળવી લીધું. રોહિતનાં વિવાહિત હોવાના કારણે આ રિલેશનને કોઈ મંઝિલ મળી ન હતી.

અનુરાગ કશ્યપ અને હુમા કુરેશી

બોલીવુડનાં જાણીતા નિર્દેશક અને અભિનેત્રી હુમા કુરેશી પણ એક સમયે પ્રેમમાં બંધાઈ ચૂક્યા હતા. બતાવી દઈએ કે હુમા એ હિન્દી સિનેમામાં પોતાના કદમ અનુરાગની ફિલ્મ “ગેંગ ઓફ વસેપુર” થી  રાખ્યા હતા. બંને કલાકારને ઘણા અવસર પર સાથે જોવામાં આવ્યા હતા. પરંતુ જલ્દી જ બંને અલગ થઇ ગયા હતા. હુમા એ પણ અનુરાગ સાથે પોતાના રિલેશનને લઈને કંઈ કહ્યું ન હતું.

દેવ આનંદ અને ઝીન્નત અમાન

દેવ આનંદ અને ઝીન્નત અમાન બંને જ પોતાના સમયના દિગ્ગજ કલાકાર રહ્યા છે. ઝીન્નત અમાને પોતાની એક્ટિંગની સાથે જ સુંદરતાથી પણ લોકોને દિવાના બનાવ્યા છે. વળી દેવ આનંદ ઉપર પણ છોકરીઓ ફીદા હતી. અભિનેતા સાથે જ નિર્દેશક પણ હતા. દેવ આનંદે ઝીન્નતને બોલીવુડમાં અવસર આપ્યો હતો. દેવ આનંદ ઝીન્નત પર દિલ હારી બેસ્યા હતા. જોકે એ દરમિયાન ઝીન્નતની રાજ કપુરની વધારે નજીક જતી રહી હતી. તેવામાં દેવ આનંદે ઝીન્નત સાથે અંતર જાળવી લીધુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *