એવા ઘણા કપલ બોલિવૂડમાં સાથે જોવા મળ્યા છે, જેમણે સ્ક્રીન પર તો સાથે ધમાલ મચાવી જ હોય પરંતુ તેની સાથે સાથે અસલ જીંદગીમાં પણ બંને લાંબા સમય સુધી એક બીજાનો સાથ આપ્યો છે. બોલિવૂડ અભિનેત્રી કરિના કપૂર ખાન અને સૈફ અલી ખાનની જોડી પણ તેમાં એક છે. પોતાના પ્રશંસકોનાં આ બંને હંમેશા ફેવરિટ રહ્યા છે .જ્યારથી બંને સાથે આવ્યા છે, ત્યારથી તેમના પ્રશંસક તેમને સાથે જોવાનું જ પસંદ કરે છે. તેમના ફેન્સ માટે બંને ખૂબ જ ખાસ બની ગયા છે. એ જ કારણ છે કે કરીના અને સેફ અલી ખાન વિશે તેમના ફેન્સ હંમેશા ઘણું બધું જાણવા માટે આતુર હોય છે.
વાયરલ થઈ રહ્યો વિડિયો
હાલના દિવસોમાં સેફ અલી ખાન અને કરીના કપૂરનો એક જુનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોવામાં આવે છે કે કોઈ ફિલ્મના પ્રમોશન દરમિયાન આ બંને વાતચીત કરી રહ્યા છે. સૈફ અને કરીના આ દરમિયાન એકબીજા વિષે વાત કરતા જોવા મળી આવે છે. આ ક્રમમાં સેફ અલી ખાનને એવો સવાલ કરવામાં આવ્યો કે કરીના કપૂર સુતા પહેલા આખરે કયુ કામ કરે છે.
શરમથી લાલ થઈ કરીના
સૈફ અલી ખાનને જ્યારે આ સવાલ કરવામાં આવ્યો તો તેઓ થોડા સમય માટે વિચારમાં પડી ગયા હતા. પછી કરીનાએ તેમની તરફ ઈશારો કર્યો ત્યારે સૈફ અલી ખાને કહ્યું કે તે સુતા પહેલા ટીવી જોવે છે. ત્યારબાદ સેફ અલી ખાન હસવા લાગ્યા અને ચાલાકીથી તેમણે કહ્યું કે કરીના સુતા પહેલા છેલ્લું ક્યું કામ કરે છે, એ તમને હું જણાવી શકું નહીં. સેફ અલી ખાને જ્યારે આ પ્રકારનો જવાબ આપ્યો હતો તો આ જવાબ સાંભળીને બધા જ હાજર રહેલ દર્શકો ખડખડાટ હસી પડ્યા હતા. વળી આ દરમિયાન સૌથી ખાસ રિએક્શન જો કોઈ હોય તો તે કરીના કપૂરનું હતું. વીડિયોમાં જોવામાં આવે છે કે સેફ અલી ખાને જ્યારે આવું કહ્યું ત્યારબાદ કરીના કપૂર શરમથી લાલ થઇ ગઈ હતી.
પહેલા કરી હતી ડેટિંગ
સેફ અલી ખાન સાથે સંબંધ જોડતા પહેલા કરીના કપૂર શાહિદ કપૂર સાથે સંબંધમાં હતી. ત્યાર બાદ શાહિદ કપૂર સાથે જ્યારે તેમનું બ્રેક-અપ થઈ ગયું, તો ત્યારબાદ સેફ અલી ખાન સાથે કરિના કપૂરનો સંબંધ શરૂ થયો હતો. લગભગ ૧૩ વર્ષોથી સૈફ અને કરીના એકબીજા સાથે નજર આવી રહ્યા છે. શરૂઆતના થોડા વર્ષોમાં તેમણે એકબીજા સાથે ડેટ કરી હતી અને વર્ષ ૨૦૧૨માં બન્નેએ લગ્ન કરી લીધા હતા.
બહાર ફરવા નીકળ્યા
સેફ અલી ખાન અને કરિના કપૂર હાલના દિવસોમાં પોતાના દીકરા તેમુર ની સાથે વધારે સમય પસાર કરતા જોવા મળી રહ્યા છે. લોકડાઉન માં જ્યારે વિતેલા દિવસોમાં થોડી છૂટછાટ આપવામાં આવી હતી, તો તે દિવસોમાં તેમુર ની સાથે મુંબઈની મરીન ડ્રાઈવ પર ફરતા જોવા મળ્યા હતા. લોકડાઉન દરમિયાન પણ સૈફ અને કરીના તેમુર ની સાથે ઘણી વખત સોશિયલ મીડિયામાં તસવીરો પોસ્ટ કરતા જોવા મળ્યા હતા.