બોલીવુડનાં કિંગ ખાન શાહરુખ ખાન હાલનાં દિવસોમાં પોતાની ફિલ્મોને લઈને ખુબ જ ચર્ચામાં રહેલા છે. શાહરુખ ખાન પઠાન, જવાન અને ડંકી ફિલ્મની સાથો સાથ ૨૦૨૩માં બોક્સ ઓફિસ ઉપર તરખાટ મચાવવાના છે. તેની વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે શાહરૂખ ખાને પોતાના મુંબઈવાળા ઘર “મન્નત” ની નેમ પ્લેટને બદલી નાખેલ છે. ત્યારબાદ થી એકવાર ફરીથી શાહરુખ ખાનનું આ ઘર ચર્ચામાં આવી ગયું છે.
તો ચાલો આજે અમે તમને શાહરૂખ ખાનનાં ઘરની અંદરની અમુક તસ્વીરો બતાવીએ, જેને જોયા બાદ તમારી આંખો પહોળી થઈ જશે. તો ચાલો જોઈ લઈએ શાહરુખ ખાનના ઘર “મન્નત” ની ઇન્સાઇડ તસ્વીરો.
શાહરૂખ ખાનનું ઘર બહારથી કોઈ રાજા મહારાજા ના મહેલ જેવું દેખાય છે. બોલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાનના ઘરમાં એક નાનું મંદિર પણ છે. તેની તસ્વીરો શાહરુખ ખાન ઘણી વખત પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરી ચુકેલ છે. શાહરુખ ખાનનાં ઘરમાં મંદિરની સાથો સાથ અબરામ ને રમવા માટે જગ્યા પણ બનાવવામાં આવેલી છે. શાહરૂખ ખાનનું ઘર તેની પત્ની ગૌરી ખાને ડિઝાઇન કરેલું છે.
ગૌરી ખાને દરેક ચીજનો ખાસ ખ્યાલ રાખેલ છે. તેમના ઘરનું બાથરૂમ પણ ખુબ જ શાનદાર છે. આ તસ્વીર શાહરુખ ખાનનાં ઘરના બેડરૂમની છે. શાહરુખ ખાનનો આ બેડરૂમ ખુબ જ મોટો છે. શાહરૂખ ખાનનું ઘર અંદરથી ખુબ જ શાનદાર છે. શાહરુખ ખાનના ઘરનો લિવિંગ રૂમ ખુબ જ શાનદાર અને મોટો પણ છે. શાહરુખ ખાનના ઘર મન્નતની છત પણ ખુબ જ શાનદાર છે. ગૌરી ખાને ઘરની છત ઉપર બેસવા માટે એક શાનદાર જગ્યા બનાવેલી છે.
સંપુર્ણ રીતે વ્હાઇટ માર્બલ માંથી બનેલ આ બંગલો શાહરુખ ખાને વર્ષ ૨૦૧૧માં બાઈ ખોરશેદ ભાનુ સંજના ટ્રસ્ટ પાસેથી ખરીદ્યો હતો. ૪ વર્ષ સુધી ચાલેલા રીનોવેશન બાદ તેને “મન્નત” નામ આપવામાં આવ્યું. મુંબઈ સ્થિત શાહરુખ ખાનનો આ બંગલો ૬,૦૦૦ સ્ક્વેર ફીટમાં ફેલાયેલો છે. શાહરુખ ખાન ના આ ઘરમાં કુલ પાંચ બેડરૂમ છે. તે સિવાય મલ્ટીપલ લિવિંગ એરિયા, એક જીમનેસિયમ અને લાઇબ્રેરી જેવી ઘણી સુખ સુવિધાઓ આપવામાં આવેલી છે.
બાંદ્રામાં સ્થિત શાહરુખ ખાનનું ઘર બહારથી જેટલું આલીશાન દેખાય છે, એટલું જ અંદરથી સુંદર અને મોટું પણ છે. આ ઘરની કિંમત અંદાજે ૨૦૦ કરોડ રૂપિયાની આસપાસ જણાવવામાં આવે છે. મન્નત મુંબઈના સૌથી મોંઘા અને મોટા ઘરમાંથી એક છે. ૬ માળનાં આ ઘરમાં બેડરૂમ સહિત લાઇબ્રેરી અને લિવિંગ રૂમ પણ બનાવવામાં આવેલ છે. એટલું જ નહીં શાહરુખ ખાનનાં ઘરમાં સ્વિમિંગ પુલ, બોક્સિંગ રિંગ, ટેબલ ટેનિસ લોન અને બેઝમેન્ટ પણ છે.
તસ્વીરોમાં જોઈ શકાય છે કે શાહરુખ ખાનનાં ઘરનું ઇન્ટિરિયર ખુબ જ શાનદાર નજર આવે છે. આ ઘરનું ઇન્ટિરિયર ગૌરી ખાને પોતે ડિઝાઇન કરેલું છે, એટલા માટે તેને પોતાના ઘરના સામાનનું ધ્યાન ખુબ જ ખાસ રાખેલ છે.
શાહરુખ ખાન ના ઘરની બાલકની ફક્ત બનાવટના દ્રષ્ટિકોણથી જ નહીં, પરંતુ ફેન્સ માટે પણ ખુબ જ ખાસ છે. શાહરૂખ ખાનને અહીંયા જોવા માટે તેમના ઘરની બહાર કોઈ મેળા જેવી ભીડ જોવા મળે છે. ઈદ અને શાહરુખ ખાનનાં જન્મદિવસ જેવા અવસર પર અહીંયા વધારે ફેન્સ શાહરુખ ખાનને જોવા માટે પહોંચે છે.
ફિલ્મોમાં કામ કરવાની સાથો સાથ સ્ટાર્સ મુવી જોવાનું પણ પસંદ કરતા હોય છે, એટલા માટે મન્નતમાં એક હોમ થિયેટર પણ બનાવવામાં આવેલ છે. આ થિયેટરમાં બેસીને સમગ્ર પરિવાર એક સાથે ફિલ્મ જોવે છે.