સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલો કરનાર વિરુધ્ધ સરકાર લાવી નવો વટહુકમ, એવી જોગવાઈ છે કે આરોપીઓનું બચવું અસંભવ

Posted by

કોરોના સંકટ સામે સમગ્ર દેશ લડી રહ્યો છે તેવામાં ડોક્ટર જ આપણા માટે ભગવાન છે. આપણે બધા ઘરમાં બંધ છીએ તો સ્વાસ્થ્યકર્મીઓ, પોલીસ કર્મીઓ ગ્રાઉન્ડ પર જઈને કોરોના જેવી ઘાતક બિમારી સાથે લડી રહ્યા છે. પરંતુ કોરોના વાયરસના આ સંકટ કાળમાં ડોક્ટર પર સતત હુમલાઓ થઈ રહ્યાં છે. કોરોના વાયરસ પર સતત થઈ રહેલા હુમલાઓ વચ્ચે હવે મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે.

બુધવારે નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક થઇ હતી. આ બેઠકમાં એક વટહુકમ પાસ કરવામાં આવ્યો હતો. આ વટહુકમ પાસ થયા બાદ હવે ડોક્ટર અથવા સ્વાસ્થ્યકર્મીઓ ઉપર જો હુમલો કરવામાં આવશે તો હુમલો કરનાર પર સખત કાર્યવાહી કરવામાં આવશે.

સ્વાસ્થ્યકર્મીઓ ઉપર હુમલો કર્યો તો કડક સજા થશે

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલો કરનાર વ્યક્તિને ત્રણ મહિનાથી લઇને સાત વર્ષ સુધીની સજા થઈ શકે છે. તેઓએ કહ્યું હતું કે કોરોનાના સંકટ કાળમાં પણ ઘણી જગ્યા પર ડોક્ટરની ટીમ પર હુમલો કરવાના સમાચાર સામે આવી રહ્યા છે, પરંતુ હવે સરકારે નિર્ણય કર્યો છે કે તેને સહન કરી લેવામાં નહીં આવે. સરકારે આવી ઘટનાઓ પર ધ્યાન આપ્યું હતું અને એક વટહુકમ લાવી છે. આ વટહુકમ અંતર્ગત કડક સજા કરવાનું પ્રાવધાન રાખવામાં આવ્યું છે.

ફક્ત ૩૦ દિવસમાં થશે તપાસ

આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વટહુકમમાં પ્રાવધાન છે કે તેની સંપૂર્ણ તપાસ ફક્ત ૩૦ દિવસમાં કરવામાં આવશે અને સજાનું એલાન ૧ વર્ષની અંદર કરી દેવામાં આવશે. મતલબ સ્પષ્ટ છે કે જો કોઈ વ્યક્તિ વિરુદ્ધ સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલો કરવાનો આરોપ લાગે છે તો તે ફરિયાદને લાંબા દિવસ સુધી ખેંચવામાં નહીં આવે પરંતુ ફક્ત ૧ વર્ષની અંદર જ સજાનું એલાન કરી દેવામાં આવશે. સરકારના આ વટહુકમની ચારે તરફથી પ્રશંસા કરવામાં આવી રહી છે. આ સિવાય જો કોઈ વ્યક્તિએ સ્વાસ્થ્યકર્મીઓની ગાડીને નુકસાન પહોંચાડ્યું તો તેનું ચુકવણું માર્કેટ વેલ્યુ કરતા વધારે કરવું પડશે.

પ્રકાશ જાવડેકરે આ જાણકારી પણ આપી

પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે દેશમાં હવે ૭૨૩ COVID-19 હોસ્પિટલ છે, જેમાં લગભગ ૨ લાખ બેડ તૈયાર છે. આ બધા જ હોસ્પિટલમાં ૨૪ હજાર આઇસીયુ બેડ છે અને ૧૨૧૯૦ વેન્ટિલેટર છે. તે સિવાય ૨૫ લાખથી વધારે N95 માસ્ક પણ છે અને ૨.૫ કરોડના ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે. મતલબ કે પ્રકાશ જાવડેકરે કોરોના વાયરસ સાથે લડવાને લઈને સરકારની તૈયારીઓ વિશે જણાવ્યું હતું અને તેઓએ સંપૂર્ણ રીતે સ્પષ્ટ કર્યું હતું કે ભારત કોરોના વાયરસ સાથે લડવા માટે પૂરી રીતે સક્ષમ છે.

જ્યારથી કોરોના વાયરસ ભારતમાં આવ્યો છે ત્યારથી દરેકની નજર સ્વાસ્થ્ય મંત્રાલય પર ટકેલી છે. તેવામાં પ્રકાશ જાવડેકરના જણાવ્યા અનુસાર હવે સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શુક્રવારના સ્વાસ્થ્ય મંત્રાલય અને પ્રેસ કોન્ફરન્સ થશે. તે સિવાય બુધવારના કેબિનેટની મિટિંગ પણ કરવામાં આવશે અને શનિવાર તથા રવિવારના પ્રેસ રિલીઝ રજૂ કરવામાં આવશે. મતલબ સ્પષ્ટ છે કે તમને કોરોના વાયરસ સાથે જોડાયેલી દરેક જાણકારી સીધી સરકાર તરફથી મળશે. તમને જણાવી દઈએ કે કોરોનાવાયરસ સાથે જોડાયેલી તે જાણકારીઓ પર જ ભરોસો કરવો જે સરકાર દ્વારા રિલીઝ કરવામાં આવી હોય, અન્ય કોઈપણ જાણકારી પર ભરોસો કરવો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *