સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે કાચી કેરીનું શાક, જાણો તેને બનાવવાની રેસીપી

Posted by

ઉનાળાની ઋતુમાં જેટલા લોકો પાકી કેરીને ખાવાનું પસંદ કરે છે, એટલું જ પસંદ કાચી કેરીને પણ કરતા હોય છે. ઉનાળાની ઋતુમાં બધા લોકોને કાચી કેરી ખાવી ખુબ જ પસંદ હોય છે. કાચી કેરી ફક્ત ભોજનના સ્વાદને સ્વાદિષ્ટ બનાવવા માટે જ નહીં પરંતુ આપણને ઘણા પ્રકારના સ્વાસ્થ્યવર્ધક લાભ આપવાનું કામ પણ કરે છે. નિયમિત રૂપથી કાચી કેરીનું સેવન કરવાથી લોહી સંબંધી વિકાર થતા નથી. આવી જ રીતે અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે, જે આપણને કાચી કેરીને અલગ અલગ રીતે ખાવાથી મળે છે.

પરંતુ તે સિવાય તમે કાચી કેરીનું શાક પણ બનાવી શકો છો, જે લોકોને ખુબ જ પસંદ આવે છે. ઉનાળાની ઋતુમાં કેરી કાચી કેરી અને કાચી કેરીનું શાક ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તમારા શરીરમાં વધતી ગરમીને ઓછી કરે છે. તો ચાલો આજે અમે તમને અમારા આર્ટિકલમાં જણાવીશું કે કાચી કેરીનું શાક કેવી રીતે બનાવી શકાય છે અને તેના ફાયદા શું છે.

કાચી કેરીનું શાક બનાવવાની રેસીપી

કાચી કેરીનું શાક બનાવવા માટે તમારે કાચી કેરી, ગોળ, જીરું, લાલ મરચું, રાઇ, લીમડાનાં પાન, હિંગ અને મીઠા ની જરૂરિયાત રહેશે.

સૌથી પહેલા કાચી કેરી ને યોગ્ય રીતે તમારે લેવાની રહેશે અને તેને પાણીમાં ઉકાળવા માટે રાખી દો. યોગ્ય રીતે ઉકળી ગયા બાદ તેમાં થોડો ગોળ ઉમેરો. ગોળ ઉમેર્યા બાદ પાણીને યોગ્ય રીતે ગાળીને અલગ રાખી દો અને કાચી કેરીની સાથે લાલ મરચું યોગ્ય રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં થોડુ પાણી ઉમેરીને રાઈ અને લીમડાનાં પાન ઉમેરો અને તેને ઉકળવા માટે છોડી દો. યોગ્ય રીતે બફાઈ ગયા બાદ તેમાં મીઠું ઉમેરો. તૈયાર થઇ ગયા બાદ તમે તેને રોટલી અથવા ભાતની સાથે સેવન કરી શકો છો.

ડિહાઇડ્રેશનથી બચાવે

વધતી જતી ગરમી અને દુઃખને કારણે ઘણી વખતે લોકોના શરીરમાં પાણીની કમી થઈ જાય છે અથવા તો લુ નો શિકાર બની જતા હોય છે. તેનાથી બચવા માટે ઉનાળાની ઋતુમાં આપણી પાસે કાચી કેરી છે, જે આપણને ઉનાળામાં સ્વસ્થ રાખવાનું કામ કરે છે. જો તમે નિયમિત રૂપથી કાચી કેરીનું સેવન કરો છો, તો ડિહાઇડ્રેશન જેવી સમસ્યાથી બચી શકો છો. ડિહાઇડ્રેશનથી બચવા માટે તમે કાચી કેરીનું જ્યુસ પણ પી શકો છો.

પેટની સમસ્યા દુર કરે

કાચી કેરીનું સેવન કરવાથી આપણી પેટ સંબંધી બધી જ સમસ્યાઓ દુર થઈ જાય છે. ઉનાળામાં કાચી કેરીનું સેવન કરવાથી કબજીયાત, ઝાડા, અપચો જેવી સમસ્યા દુર થાય છે. તેની સાથે જ જો તમે પોતાની પાચન શક્તિને વધારવા માંગતા હોય તો તેના માટે તમારે દરરોજ રાત્રે સુતા પહેલા કોઈપણ રૂપમાં કાચી કેરીનું સેવન કરવું જોઈએ.

હૃદયનાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

હૃદયનાં સ્વાસ્થ્યને લઇને આજકાલ મોટાભાગના લોકો પીડિત છે અને જે લોકો બચી ગયા છે તેઓ આ રોગથી દુર રહેવાની કોશિશ કરે છે. કાચી કેરીમાં એવા ગુણ હોય છે, જે આપણા હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. તેની સાથે જ તે આપણા બ્લડપ્રેશરને પણ નિયંત્રિત કરે છે અને હાર્ટ એટેકના ખતરાને ઓછો કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *