સ્વિમિંગ પુલમાં તરતી જોવા મળી “બજરંગી ભાઈજાન” ની મુન્ની, તસ્વીરોમાં જુવો તે કેટલી મોટી થઈ ગઈ છે

૨૦૧૫માં સલમાન ખાનની એક ફિલ્મ આવી હતી બજરંગી ભાઈજાન. આ ફિલ્મમાં લોકોને મુન્ની નુ કિરદાર ખૂબ જ પસંદ આવ્યું હતું. તે સલમાન ખાન સાથે લીડ રોલમાં પણ હતી. આ ફિલ્મને હવે પાંચ વર્ષ થઈ ગયા છે. ફિલ્મમાં “મુન્ની” નું પાત્ર હર્ષાલી મલ્હોત્રાએ નિભાવ્યું હતું અને હવે તે ખૂબ મોટી થઈ ગઈ છે.

હર્ષાલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ફેન્સની સાથે તસ્વીરો અને વીડિયો શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ૪ લાખ ૮૩ હજાર થી વધારે ફોલોઅર્સ છે. હાલમાં જ હર્ષાલીએ પોતાનો કરતો એક ફોટો શેર કર્યો હતો. આ ફોટોને શેર કરતા હર્ષાલીએ કેપ્શન માં લખ્યું હતું કે, “જો કોઈ જગ્યાએ જાદુ છે, તો તે ફક્ત પાણીમાં છે.”

હર્ષાલી મલ્હોત્રાની સ્વિમ કરતી આ તસ્વીર ફેન્સને ખૂબ જ પસંદ આવી હતી. તેના પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા હતા. આ પોસ્ટને અત્યાર સુધીમાં ૨૬ હજારથી વધારે લાઇક્સ મળી ચૂકેલ છે. દરેક વ્યક્તિ હર્ષાલી માટે પ્રશંસાના પુલ બાંધી રહ્યા છે.

હર્ષાલી પાછલા અમુક સમય થી વેકેશન પર હતી. તેમાં તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ટ્રેકિંગ કરતો એક વીડિયો પણ શેર કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. લોકોને બજરંગી ભાઇજાનની મુન્ની નો અંદાજ ખૂબ જ પસંદ આવ્યો હતો.

૩ જૂન, ૨૦૦૮નાં મહારાષ્ટ્રના મુંબઈમાં જન્મેલી હર્ષાલી મલ્હોત્રા ૧૨ વર્ષની છે. તેને સાચી લોકપ્રિયતા ૨૦૧૫માં આવેલી ફિલ્મ બજરંગી ભાઈજાનમાં “મુન્ની” નું પાત્ર નિભાવી ને મળી હતી. તેમાં તેણે એક મુંગી બાળકીનું કિરદાર નિભાવ્યું હતું, જે ભૂલથી પાકિસ્તાનથી ભારત આવી ગઈ હતી. ત્યારબાદ સલમાન ખાન તેને પાકિસ્તાનમાં પોતાના ઘરે છોડવા માટે જાય છે.

આ ફિલ્મ બાદ હર્ષાલીની ફેન ફોલોઈંગમાં જબરજસ્ત વધારો થયો હતો. લોકો તેની ક્યુટનેસનાં કાયલ થઈ ગયા હતા. હર્ષાલીને રમતગમત ખૂબ પસંદ છે, તે પોતાના મિત્રોની સાથે મસ્તી કરવાનો કોઈ પણ ચાન્સ છોડતી નથી. હવે આ વિડીયોને જ તમે જોઈ લો. તેમાં તે પોતાના એક ફ્રેન્ડની સાથે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી રહી છે.