ટી-૨૦ વર્લ્ડકપ બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન! બીસીસીઆઇ એ આપ્યા સંકેત

Posted by

ભારતીય ક્રિકેટ ટીમના નિયમિત કેપ્ટન વિરાટ કોહલી ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧ બાદ થી ટી-૨૦ ટીમની કેપ્ટનશિપ છોડી દેશે. તેવામાં હાલના સમયમાં ઘણા નામો પર અટકળો ચાલી રહી છે, પરંતુ હવે જે સૌથી વધારે ચર્ચિત નામ હતું રોહિત શર્માનું, તે લગભગ નક્કી નજર આવી રહ્યું છે. હકીકતમાં તેનું દ્રશ્ય આપણને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પ્રેક્ટિસ મેચ દરમિયાન જોવા મળ્યું હતું. સાથોસાથ મીડિયા રિપોર્ટ અનુસાર બીસીસીઆઇનાં એક અધિકારીએ પણ તેની પુષ્ટી કરી દીધી છે.

હકીકતમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રેક્ટિસ મેચમાં રોહિત શર્માના ભારતીય ટીમના કેપ્ટન હતા. જોકે આવું ઘણી વખત થયું છે, જ્યારે રોહિત શર્માને વિરાટ કોહલીની ગેરહાજરીમાં તેમની કેપ્ટનશીપ આપવામાં આવેલી હોય, પરંતુ આ પ્રેક્ટિસ મેચમાં વિરાટ કોહલી રોહિત શર્મા ની કેપ્ટનશીપમાં રમતા નજર આવ્યા હતા.

હકીકતમાં ટોચના સમયે એવું લાગતું હતું કે વિરાટ કોહલી આજે આરામ કરશે, પરંતુ જ્યારે ટીમ મેદાન પર ઉતરી તો રોહિત શર્મા કેપ્ટન હતા અને વિરાટ કોહલી પણ મેદાનમાં ઉતરેલા હતા. ખુબ જ સમય બાદ આવો નજારો જોવા મળ્યો હતો કે વિરાટ મેદાન પર રમી રહ્યા હોય અને કેપ્ટન ન હોય. આ દરમિયાન રોહિત શર્માએ વિરાટ કોહલી પાસે ૨ ઓવર બોલિંગ પણ કરાવી હતી.

વળી મીડિયા રિપોર્ટમાં માનવામાં આવે તો બીસીસીઆઇનાં એક અધિકારીએ તે વાતની પુષ્ટિ કરી દીધી છે કે રોહિત શર્મા જ ટી-૨૦ ટીમની કેપ્ટનશીપ સંભાળશે. પરંતુ તેની ઘોષણા હાલમાં ચાલી રહેલા આઇસીસી ઇવેન્ટ બાદ કરવામાં આવશે. અધિકારીએ કહ્યું હતું કે રોહિત શર્મા વિશ્વ કપ બાદ તે ટી-૨૦નાં કેપ્ટન રહેશે, પરંતુ આ મેગા ઇવેન્ટ બાદ તેની ઘોષણા કરવામાં આવશે.

મહત્વપુર્ણ છે કે રોહિત શર્માનું નામ ઘણા દિવસોથી ચર્ચામાં છે. તેની કેપ્ટનશીપમાં આઇપીએલ ટીમ મુંબઇ ઇન્ડિયન્સ પાંચ વખત ટ્રોફી પોતાના નામે કરી ચુકેલ છે. રોહિત શર્માનો બંને ફોર્મેટમાં ભારતના હાલના કેપ્ટન થી વધારે છે. રોહિત શર્માની જીતની ટકાવારી ૮૦ ટકા થી વધારે છે. વળી વન-ડેમાં પણ મુંબઇ ઇન્ડિયન્સનાં કેપ્ટન વિરાટ કોહલી થી આગળ છે.

બંને ખેલાડીઓની કેપ્ટનશીપ રેકોર્ડ પર એક નજર

વિરાટ કોહલીની સરખામણીમાં ભારતના લિમિટેડ ઓવરના વાઈસ કેપ્ટન રોહિત શર્મા નો સક્સેસ રેટ ઘણો વધારે છે. વિરાટ કોહલીએ ભારત માટે ૪૫ ટી-૨૦ મેચમાં નેતૃત્વ કરેલ છે. જેમાંથી તેમણે ૨૭ મેચમાં જીત મળી છે અને ૧૪ માં હાર. સાથી સાથ ૨ મેચમાં ટાઈ થયેલ છે. તેમનો ટી-ટ્વેન્ટી ની કેપ્ટનશીપમાં સક્સેસ રેટ ૬૫.૧૧ ટકા છે. વળી વન-ડેમાં વિરાટ કોહલીએ ૯૫ માંથી ૬૫ મેચમાં જીત પ્રાપ્ત કરેલ છે અને તેમનો સક્સેસ રેટ ૬૮.૪૦ ટકા છે.

જો રોહિત શર્માની કેપ્ટનશીપ રેકોર્ડ પર નજર કરવામાં આવે તો તેમણે ભારત માટે ૧૦ વન-ડે મેચમાં કેપ્ટનશીપ કરેલી છે, જેમાંથી તેમણે ૮ વખત જીત મેળવી છે અને ૨ વખત હાર. વન-ડેમાં તેમનો સક્સેસ રેટ ૮૦% છે. રોહિત શર્માએ ટી-૨૦માં ૧૯ વખત ટીમનું નેતૃત્વ કરે છે, જેમાંથી ૧૫ વખત ભારતને જીત મળેલ છે. તેમનો ટી-૨૦ માં સક્સેસ રેટ ૭૮.૯૪ ટકા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *