T-20 World Cup સાથે જોડાયેલ છે એક શ્રાપ, ૧૪ વર્ષ બાદ પણ નથી હટ્યો, વિરાટ કોહલી બાદ બાબર આઝમ બન્યો શિકાર

ઓસ્ટ્રેલિયા એ ટી-૨૦ વર્લ્ડકપ ૨૦૨૧ની ટ્રોફી જીતી લીધી છે. ફાઇનલ ની મેચમાં તેણે ન્યુઝીલેન્ડને ૮ વિકેટથી હરાવી દીધું હતું. ઓસ્ટ્રેલિયા પહેલી વખત ટી-૨૦ વર્લ્ડકપમાં ચેમ્પિયન બનેલ છે. આ જીતની સાથે જ ટુર્નામેન્ટ સાથે જોડાયેલ એક જુનો સિલસિલો હજુ ચાલી રહ્યો છે. જે પણ બેટ્સમેન ટી-૨૦ વર્લ્ડ કપ માં સૌથી વધારે રન બનાવે છે, અત્યાર સુધી તેની ટીમ ટ્રોફી જીતી શકી નથી. ૨૦૦૭માં જ્યારે આ ટુર્નામેન્ટની શરૂઆત થઈ હતી. ત્યારથી આ રેકોર્ડ ચાલતો આવી રહ્યો છે અને ૧૪ વર્ષ બાદ પણ તે તુટ્યો નથી. જુની દંતકથાઓની જેમ જ બની ગયું છે કે જે ટીમનો ખેલાડી સૌથી વધારે રન બનાવશે. ટી-20 વર્લ્ડકપ જીતી શકશે નહીં તો અત્યાર સુધીમાં કોનું-કોનું દિલ આ કારણને લીધે તુટી ગયું છે, તે ચાલો જાણીએ.

૨૦૦૭માં સૌથી પહેલા ટી-૨૦ વર્લ્ડ કપ રાખવામાં આવ્યો હતો. આ સિઝનમાં ઓસ્ટ્રેલિયાનાં મેથ્યુ હેડને સૌથી વધારે રન બનાવ્યા હતા. તેમણે ૨૬૫ રન બનાવ્યા હતા, પરંતુ ઓસ્ટ્રેલિયાને સેમિફાઇનલ માંથી બહાર થઈ જવું પડ્યું હતું. ભારતે તેને હરાવેલ હતું, આગળ ચાલીને ભારત આ ટ્રોફી જીતી ગયું હતું.

૨૦૦૯માં ટી-૨૦ વર્લ્ડકપની બીજી એડિશન રમવામાં આવી હતી. તેમાં શ્રીલંકાના તિલકરત્ને દિલશાન નું બેટ ખુબ જ ચાલ્યું હતું. તેણે ૩૧૭ રન બનાવ્યા હતા અને ટીમને ફાઇનલ સુધી લઈ ગયા હતા. પરંતુ પાકિસ્તાને શ્રીલંકાને હરાવીને ટ્રોફી જીતી લીધી હતી.

૨૦૧૦માં એક વાર ફરીથી શ્રીલંકાના બેટ્સમેન સૌથી વધારે રન બનાવ્યા હતા. આ વખતે મહિલા જયવર્દનેએ સૌથી વધારે ૩૦૨ રન બનાવ્યા હતા, પરંતુ શ્રીલંકાની ટીમ ટ્રોફી જીતી શકે નહીં. ૨૦૧૦માં ઇંગ્લેન્ડની ટીમે ટ્રોફી જીતી હતી.

૨૦૧૨માં વેસ્ટ ઈન્ડિઝ પહેલી વખત ટી-૨૦ વર્લ્ડ કપ જીત્યું હતું. પરંતુ આ વખતે સિઝનમાં સૌથી વધારે રન ઓસ્ટ્રેલિયાની ટીમ તરફથી બનાવવામાં આવ્યા હતા. તેના ખેલાડી શેન વોટસને ૨૪૯ રન બનાવ્યા. પરંતુ આ રન તેની ટીમને ચેમ્પિયન બનાવી શક્યા નહીં.

૨૦૧૪માં ભારતનાં વિરાટ કોહલીએ રનનો ઢગલો કરેલો હતો. તેણે ૩૨૯ રન બનાવ્યા અને ટીમને ફાઇનલ સુધી લઇ ગયેલ. પરંતુ ભારત ફાઇનલમાં શ્રીલંકા સામે હારી ગયું હતું. આ રીતે એકવાર ફરીથી સૌથી વધારે રન બનાવનાર ખેલાડી ની ટીમ ચેમ્પિયન બની શકી નહીં. જોકે કોહલીએ એક એડિશનમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

૨૦૧૬માં જ્યારે ભારતમાં ટી-૨૦ વર્લ્ડ કપ રમવા આવ્યો હતો તો બાંગ્લાદેશનાં તમીમ ઇકબાલે સૌથી વધારે રન બનાવ્યા હતા. તેણે ૨૯૫ રન બનાવ્યા હતા. પરંતુ બાંગ્લાદેશ પહેલા સ્ટેજમાં જ બહાર થઈ ગયું હતું. આ વખતે વેસ્ટ ઈન્ડિઝ એ બીજી વખત ટ્રોફી જીતી હતી.

૨૦૨૧માં ઓસ્ટ્રેલિયાએ આ ટ્રોફી જીતી લીધી હતી અને ટી-20 વર્લ્ડકપ માં પહેલી વખત ટ્રોફી પોતાના નામે કરી હતી. પરંતુ સૌથી વધારે રન બનાવ્યા પાકિસ્તાનના બાબરા આઝમે. તેણે ૩૦૩ રન બનાવ્યા હતા, પરંતુ બાબર આઝમ ની કેપ્ટનશીપમાં પાકિસ્તાનની ટીમ સેમિફાઇનલ સુધી જ પહોંચી શકી હતી.