ટી-૨૦ વર્લ્ડ કપનું શેડ્યૂલ થયું જાહેર, જાણો કઈ તારીખે રમાશે ભારત-પાકિસ્તાન ની મેચ, જુઓ આખું શેડ્યૂલ

Posted by

આઇસીસી (ICC) એ આ વર્ષે થનારા ટી-20 વર્લ્ડકપ શેડયુલનું એલાન મંગળવારનાં રોજ કરી દીધું છે. કોરોના વાયરસને કારણે પહેલા ભારતમાં આ ટુર્નામેન્ટનું આયોજન થવાનું હતું, પરંતુ હવે ઓમાન અને યુએઈમાં કરવામાં આવી રહેલ છે. વર્લ્ડ કપની શરૂઆત ૧૭ ઓક્ટોબરનાં રોજ થશે. જેની ફાઇનલ મેચ ૧૪ નવેમ્બરનાં રોજ રમવામાં આવશે. ભારત ૨૪ ઓકટોબરના રોજ પોતાની પહેલી મેચ રમશે. તેનો પહેલો મુકાબલો પાકિસ્તાન સાથે થશે. સુપર-12 નાં મુકાબલા ૩૦ ઓક્ટોબરથી શરૂ થશે. પહેલા રાઉન્ડની મેચ ૧૭ ઓક્ટોબરથી રમવામાં આવશે.

ટી-20 વર્લ્ડ કપ ૨૦૨૧ની પહેલી સેમિફાઇનલ અબુધાબીમાં ૧૦ નવેમ્બરનાં રોજ રમાડવામાં આવશે. જ્યારે બીજી સેમીફાઈનલ ૧૧ નવેમ્બરનાં રોજ દુબઈમાં રમવામાં આવશે. બંને સેમિફાઇનલ પર રિઝર્વ-ડે રાખવામાં આવેલ છે. ફાઇનલ મેચ ૧૪ નવેમ્બરનાં રોજ રવિવારે દુબઈમાં રમાડવામાં આવશે. ૧૫ નવેમ્બરના રોજ રિઝર્વ-ડે નાં રૃપમાં રાખવામાં આવેલ છે. ભારત શારજહા માં એક પણ મેચ રમશે નહીં. ભારતની બધી મેચ ભારતીય સમય અનુસાર સાંજે ૭:૩૦ વાગે શરૂ થશે.

ટી-20 વર્લ્ડકપના ગ્રુપનું એલાન પહેલાથી જ થઈ ચુક્યું છે. પહેલા રાઉન્ડમાં ૮ ટીમ સુપર-12 માં જગ્યા બનાવવા માટે રમશે. આયર્લેન્ડ, નેધરલેન્ડ, શ્રીલંકા અને નામિબિયાને ગ્રુપ-એ માં રાખવામાં આવેલ છે. જ્યારે ગ્રુપ-બી માં પીએનજી, સ્કોલેન્ડ અને બાંગ્લાદેશની ટીમ છે. દરેક ગ્રુપની પ્રથમ રહેલી બે ટીમ બીજા રાઉન્ડ એટલે કે સુપર-12 માં પ્રવેશ કરશે.

સુપર-12 નો પહેલો મુકાબલો ૨૩ ઓક્ટોબરનાં રોજ દુબઈમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની વચ્ચે રમાડવામાં આવશે. આ દિવસે બીજો મુકાબલો ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝની વચ્ચે રમાડવામાં આવશે.

જ્યારે સુપર-12 માં ગ્રુપ-2 પહેલા મુકાબલામાં દુબઈનાં મેદાન પર ભારત અને પાકિસ્તાનની વચ્ચે મેચ થશે, જેની લાંબા સમયથી દરેક ક્રિકેટ પ્રેમી રાહ જોઈ રહ્યા હતા. આ દિવસે ફક્ત એક જ મેચ રમાડવામાં આવશે. સુપર-12 નાં ગ્રુપ ૧ માં વેસ્ટ ઈન્ડિઝ, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા આ સિવાય પહેલા રાઉન્ડમાં ગ્રુપ-એ ની વિજેતા ટીમ અને ગ્રુપ-બી ની રનર પ ટીમ હશે. વળી ગ્રુપ ૨ માં ભારત અને પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાનની સાથે પહેલા ગ્રુપ-બી ની વિજેતા ટીમ અને ગ્રુપ-એ ની રનર અપ ટીમ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *