તબ્બુ ની જેમ તેની બહેનને ના મળી સફળતા, પરંતુ હજુ પણ તેની સુંદરતામાં જરા પણ ઘટાડો થયો નહીં

Posted by

હિન્દી સિનેમા જગતની ફિલ્મોમાં પોતાનું જીવન બનાવવું ઘણું કઠિન હોય છે. ભલે તમારા સંબંધ અહીં મોટા-મોટા લોકો સાથે હોય કે તમારૂ આખું ફિલ્મી બેકગ્રાઉન્ડ રહ્યું હોય, તો તમને કોઈ મોટી ફિલ્મમાં પણ કામ પણ મળી શકે છે. પરંતુ છતાં પણ છેલ્લો નિર્ણય તમને જોવાવાળા દર્શકોનાં હાથમાં જ રહે છે. જો એમને તમારું કામ પસંદ આવી જાય તો તે તમને સુપરસ્ટાર બનાવી દેશે, નહીં તો તમે ફિલ્મ જગતથી ગાયબ જ થઈ જશો. એવું ઘણા લોકો સાથે થયું છે. તમને જણાવી દઈએ કે ફરાહ નાઝ પણ એક એવી જ ફિલ્મ અભિનેત્રી હતી, જેને ઘણી ફિલ્મોમાં કામ કરવા છતાં પણ તે સફળતા અને નામ ન મળ્યું, જેની તેને અપેક્ષા હતી અને તે પછી ગુમનામ થઇ ગઈ.

હકીકતમાં ફરાહ નાઝ બોલીવુડ અભિનેત્રી તબુ ની મોટી બહેન છે. પરંતુ તેને પોતાની બહેન જેવી સફળતા બોલીવુડમાં ન મળી શકી. ફરાહે ૮૦ અને ૯૦નાં દશકમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમાં યતીન, ફાસલે, કાલા બજાર અને હલચલ જેવી ફિલ્મો આવે છે. હકીકતમાં તેમણે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત યશ કેમ્પની ફિલ્મ ફાસલે થી  વર્ષ ૧૯૮૫માં કરી દીધી હતી. વળી તે આદિત્ય પંચોલી સાથે ૧૯૯૦માં આવેલી એક ફિલ્મ  વીરુ દાદા માં પણ નજર આવી હતી.

જોકે આટલી ફિલ્મ બન્યા બાદ પણ ફરાહ નાઝ હિન્દી સિનેમાની ગલીમાં ક્યાંક ગુમ થઈ ગઈ. હકીકતમાં આજે પણ તેમને એક મોટો વર્ગ નથી ઓળખી શકતો. જણાવી દઇએ કે ફરાહ નાઝ નો સંબંધ બોલીવુડનાં લોકપ્રિય એક્ટર દારા સિંહ સાથે પણ રહ્યો છે. હકીકતમાં અભિનેત્રીએ ૧૯૯૬માં દારાસિંહનાં દીકરા બિંદુ દારા સિંહ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી બન્નેને એક દીકરો ફતેહ રંધાવા પ્રાપ્ત થયો. પરંતુ આ લગ્ન વધારે સમય સુધી ચાલી શક્યા નહીં અને દારાસિંહ ની વહુ બિંદુથી ૨૦૦૨માં છુટાછેડા લઈને અલગ થઈ ગઈ.

જણાવી દઇએ કે બિંદુથી છુટાછેડાનાં એક વર્ષ પછી ફરાહ નાઝે અભિનેતા સુમિત સહગલ સાથે લગ્ન કરી લીધા. હકીકતમાં આ લગ્ન ૨૦૦૩માં થયા હતા. ફરાહને ૨૦૧૯માં એક ફિલ્મની સ્ક્રિનિંગનાં સમયે જોવામાં આવી પરંતુ તેમનો લુક એટલો વધારે બદલાઈ ગયો હતો કે તેને ઓળખી શકાઈ નહીં.

કહેવાય છે કે એક્ટ્રેસ ગુસ્સાવાળી છે અને એક વાર તે કસમ વર્દી કી ફિલ્મનાં સેટ પર ચંકી પાંડે સાથે ઝઘડી પડી હતી. અભિનેતા સાથે તેમની ઘણી લડાઈ થઈ. તે સમયે તે ચંકી પર હાવી થઈ ગઈ હતી. તેમણે તો ઝઘડાનાં મામલામાં તેમને લાવવા વાળા યશ ચોપડાની પત્ની પામેલાને પણ છોડી નથી.

તે તેમની સાથે પણ ઝગડી છે. જોકે હાલમાં ફરાહ નાઝ ફિલ્મી જગતથી ઘણી દુર થઈ ગઈ છે. તે પોતાના હસબન્ડ અને બાળકો સાથે એક આનંદમય જીવન વિતાવી રહી છે. તેમને હિન્દી સિનેમામાં સફળતા નથી મળી શકી, જેના કારણે આજે તે એક ગુમનામ અભિનેત્રી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *