તાજમહેલ નથી આ ઘર છે, પત્નીને ગિફ્ટમાં આપ્યું તાજમહેલ જેવુ દેખાતું ઘર, જુઓ ઘરની અંદરની શાનદાર તસ્વીરો

Posted by

દુનિયામાં લોકો પોતાની મોહબ્બત ને અમર કરવા માટે શું નથી કરતા. લોકો પોતાનું સમગ્ર જીવન પોતાના પ્રેમને સાબિત કરવામાં લગાવી દેતા હોય છે. વળી આખરે તો એમાં ખોટું પણ શું છે. પ્રેમથી વધીને આ દુનિયામાં કઈ નથી. દુનિયાનાં માયાજાળમાં બનેલી દરેક ચીજ ક્ષણભર પુરતી હોય છે. બસ પ્રેમ અમર રહે છે. દુનિયામાં એવા ઘણા લોકો છે જે દરરોજ પોતાનાં પ્રેમને સાબિત કરતાં હોય છે. આવી જ એક તાજી ઘટના મધ્યપ્રદેશનાં બુરહાનપુર થી સામે આવી છે. અહીંયા એક વ્યક્તિએ પોતાની પત્નીને તાજમહેલ જેવું દેખાતું ઘર ગીફ્ટમાં આપેલ છે. આ શાનદાર ઘરને બનાવવામાં તેને ત્રણ વર્ષનો સમય લાગી ગયો હતો.

તમને જણાવી દઈએ કે તાજમહેલ જેવા આ ઘરમાં ચાર બેડરૂમ, એક કિચન, લાઇબ્રેરી, મેડીટેશન રૂમ પણ છે. તાજમહેલની કોપી જેવું દેખાતું આ ઘર મધ્યપ્રદેશનાં એન્જિનિયર આનંદ પ્રકાશ ચૌકસે દ્વારા બનાવવામાં આવેલ છે.

તેમણે જણાવ્યું હતું કે પહેલા તાજમહેલને તાપ્તી નદીનાં કિનારે બનાવવામાં આવવાનો હતો, પરંતુ બાદમાં તેને આગ્રામાં બનાવવામાં આવેલ. તેની સાથે જ તેમણે જણાવ્યું હતું કે જ્યારે પણ તેઓ તાજમહેલને જોતા હતા તો તેને અફસોસ થતો હતો કે તે મધ્યપ્રદેશમાં શા માટે નથી. એ જ કારણથી તેમણે પોતાની પત્નીને ઉપહારનાં રૂપમાં તાજમહેલ જેવું ઘર આપી દીધું.

આ શાનદાર ઘરની ખાસિયત શું છે

આ શાનદાર ઘર બનાવનાર એન્જિનિયર પ્રવીણ ચૌકસે એ કહે છે કે આ કઠિન કામ પુર્ણ કરવામાં તેને ૩ વર્ષનો સમય લાગી ગયો હતો. તાજમહેલ જેવું દેખાતું આ ઘર ૯૦x૯૦ ક્ષેત્રફળમાં ફેલાયેલા છે. એન્જિનિયર પ્રવીણ ચૌકસે એ જણાવ્યું હતું કે ઘર ની ઊંચાઈ ૨૯ ફુટ રાખવામાં આવી છે. વળી તેમાં તાજમહેલ જેવા મિનારની બિલકુલ નકલ બનાવવામાં આવી છે.

તેમણે જણાવ્યું હતું કે આ ઘરનો ફ્લોરિંગ રાજસ્થાનનાં મકરાના થી બનાવવામાં આવ્યું છે. ઘરની અંદરનું નકશીકામ બંગાળ અને ઇન્દોરના કાર્યકરો દ્વારા કરવામાં આવેલ છે. ઘરનું ફર્નિચર સુરત અને મુંબઇના કલાકારોએ બનાવેલ છે. ઘરમાં એક મોટો હોલ, બે બેડરૂમ નીચે અને બેડ રૂમ ઉપર છે.

જણાવી દઈએ કે આ ઘરને બનાવતા પહેલા એન્જિનિયરોએ વિસ્તારથી અધ્યયન માટે તાજમહેલની ઘણી વખત મુલાકાત લીધી હતી. તેઓ ઓરંગાબાદમાં તાજમહેલ ની જેમ દેખાતા સ્મારક “બીબી કા મકબરા” પણ જોવા માટે ગયા હતા. તમને જણાવી દઈએ કે “બીબી કા મકબરા” ની ઓળખ દેશના બીજા તાજમહેલ ના રૂપમાં થાય છે.

મહત્વપુર્ણ છે કે ઐતિહાસિક શહેર બુરહાનપુર માં શાસક શાહજહાં હકીકતમાં પોતાની પ્રીયતમા મુમતાજની યાદમાં એક મહલ બનાવવા માંગતા હતા. આ મહેલ બુરહાનપુર થી પસાર થતી તાપી નદીના કિનારે બનાવવામાં આવવાનો હતો, પરંતુ ઘણા કારણો ને લીધે આ તાજમહેલ બાદમાં બુરહાનપુર ની બદલે આગ્રામાં બનાવવામાં આવેલ. જેને આજે દુનિયા આગ્રાનાં તાજમહેલના નામથી ઓળખે છે. મહત્વપુર્ણ છે કે મોગલ ઈતિહાસમાં તે વાતનો ઉલ્લેખ છે કે શાહજહાં ની બેગમ મુમતાઝ નું નિધન બુરહાનપુર માં થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *