તાકાત હોય તો જણાવો કે તસ્વીરમાં કેટલી છોકરીઓ છે? ૯૯% લોકો જવાબ આપવામાં થઈ ગયા છે ફેઇલ, તમે પણ ટ્રાઇ કરી લો

આજની દુનિયામાં દરેક લોકો કંઈક ને કંઈક અલગ કરવાનું વિચારતા હોય છે. સોશિયલ મીડિયાના યુગમાં દરેક ને કંઈક અલગ કરવાની તક અવશ્ય મળે છે. ભગવાને બધા લોકોને બુદ્ધિ આપેલી છે. પરંતુ હકીકત એવી પણ છે કે અમુક લોકો પોતાની બુદ્ધિનો પુરેપુરો ઉપયોગ કરી શકતા નથી. વળી અમુક લોકોની બુદ્ધિ બગડી પણ જતી હોય છે.

બાળપણમાં આપણે ઘણા કોયડાઓ અને ઉખાણાનો ઉકેલ લાવતા હતા. તે સમયમાં આપણને ઉખાણા નો ઉકેલ લાવવામાં ખુબ જ મજા પણ આવતી હતી. આજે પણ ઘણા લોકો અખબારમાં કોયડાઓ અથવા તો આડી-ઊભી રેખા વાળા કોયડાઓનો ઉકેલ લાવતા હોય છે. ઘણા લોકો તો પોતાનો મોટાભાગનો સમય આ પ્રકારના કોયડાઓનો ઉકેલ લાવવામાં પસાર કરતા હોય છે. ઘણી વખત તમને બસ અથવા તો ટ્રેનમાં અખબાર પેન પકડીને બેસેલા ઘણા લોકોને જોયા હશે. હકીકતમાં તેઓને અખબાર વાંચવા કરતા કોયડાઓ ઉકેલવામાં વધારે રસ હોય છે.

અમુક લોકોને આ પ્રકારના કોયડા ઉકેલવામાં એટલો બધો રસ હોય છે કે તેઓ ઓફિસમાં પણ આવું જ કામ કરતા હોય છે. કહેવામાં આવે છે કે ઉખાણા અને કોયડાઓ ઉકેલવાથી દિમાગ તેજ બને છે. ઘણા લોકો તો અઘરા પ્રશ્નો ને જોઈને હાર સ્વીકારી લેતા હોય છે. વળી અમુક લોકો છેલ્લે સુધી પ્રયાસ કરતાં રહે છે. એવા ઘણા ઉખાણા છે, જેનાથી તમારા દિમાગનું દહીં થઈ જાય છે. વળી એવા ઘણા પ્રશ્નો હોય છે જેનો જવાબ પુછાયેલા પ્રશ્ન માં છુપાયેલો રહે છે.

આજે અમે તમારા માટે એક એવો કોયડો લઈને આવ્યા છીએ, જેનાથી તમારું દિમાગ તેજ બની જશે. તમે પણ વિચારવા લાગ્યો કે આનો જવાબ વળી શું હશે? સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલ ફોટોમાં ઘણી બધી યુવતીઓ દેખાઈ રહી છે, પરંતુ હકીકતમાં એવું નથી. હવે તમારે પોતાના મગજનો ઉપયોગ કરીને કહેવાનું છે કે હકીકતમાં આ ફોટામાં કેટલીક યુવતીઓ છુપાયેલી છે. જો તમે આ પ્રશ્નોનો જવાબ સાચો આપવામાં સફળ બનો છો તો સમજી લેજો કે તમારું દિમાગ બિલકુલ બરોબર કામ કરી રહ્યું છે.

શું તમે તસ્વીરમાં કેટલીક યુવતીઓ છુપાયેલ છે, તેનો જવાબ સાચો આપી શક્યા કે નહીં? ભલે તમે ગણતરી ન કરી શક્યા હોય, પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ તસ્વીરમાં ૧૩ યુવતીઓ નથી. ફોટોગ્રાફર અને અરીસા નો આભાર માનીએ કે તસ્વીરમાં ફક્ત ૨ યુવતીઓ છે, જેના બદલે ૧૩ યુવતીઓ દેખાઈ રહી છે. શું તમારા દિમાગ કી બત્તી ગુલ થઈ ગઈ હતી ને? તમને જણાવી દઇએ કે આ તસ્વીર ફ્રાંસનાં એક ફોટોગ્રાફર દ્વારા ક્લિક કરવામાં આવેલ છે. આ તસ્વીરને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતાની સાથે જ તે વાયરલ થઈ ગઈ હતી.