તાલિબાન થી બચવા અફઘાની લોકો અમેરિકી વિમાનમાં મુંબઈની લોકલ ટ્રેનની જેમ ભરાઈ ગયા, ૧૩૪ ને બદલે વિમાનમાં ૮૦૦ લોકો બેઠા

Posted by

અફઘાનિસ્તાનની હાલત ખુબ જ ખરાબ થઈ ગઈ છે. અહીંના લોકો દેશ છોડવા પર મજબુર થઈ ગયા છે. રાજધાની કાબુલનાં હામિદ કરજઈ એરપોર્ટ થી થોડી એવી તસ્વીરો સામે આવી રહી છે. જેને જોઈને દરેક લોકો આશ્ચર્યમાં છે અને દુઃખ પ્રકટ કરી રહ્યા છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક ફોટો ઘણી વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક  વિમાનની અંદર ૮૦૦ થી વધારે લોકો મુસાફરો દેખાઈ રહ્યા છે.

થોડા સમય પહેલા અમેરિકી વાયુસેનાનાં C-17 ગ્લોબ માસ્ટરની તસ્વીરો અને વિડીયો સામે આવ્યા હતા. જેમાં પ્લેન સાથે લોકો દોડ લગાવી રહ્યા હતા અને પ્લેનમાં જવાની કોશિશ કરી રહ્યા હતા. આ દરમિયાન ઘણા લોકોનું નિધન પણ થઇ ગયું હતું. વળી હવે આ વિમાનની અંદર ની ફોટો સામે આવી છે. જેમાં વિમાનની અંદર ૮૦૦ લોકો દેખાઈ રહ્યા છે. જ્યારે વિમાનની ક્ષમતા ૧૩૪ લોકોની હતી. પ્લેન ની અંદરની આ ફોટો ખુબ જ દુઃખદ છે. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે લોકો કોઈપણ રીતે અફઘાનિસ્તાનથી નીકળવા ઈચ્છે છે.

લોકોને વિમાન માંથી ન ઉતાર્યા

વિમાનનાં અંદરની આ તસ્વીરોને ડિફેન્સ ન્યુઝ વેબસાઇટ Defense One તરફથી બહાર પાડવામાં આવી છે. ન્યુઝ વેબસાઇટ Defense One દ્વારા આ તસ્વીર શેર કરતા જણાવ્યું કે, વિમાનનો દરવાજો ખોલતા જ અફઘાનિસ્તાનના લોકો તેના પર સવાર થવા ચાલ્યા ગયા. આ પ્લેનની એટલું લોડ લેવાની તૈયારી નહોતી. જોત જોતામાં આ વિમાનની અંદર ૮૦૦ લોકો આવી ગયા. પરંતુ ક્રુ નાં લોકોએ બહાર નીકળ્યા નહિ અને તેમની સાથે જ ઉડાન ભરવાનો નિર્ણય કર્યો.

જ્યારે ક્રુ નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેના પ્રમાણે પ્લેનમાં લગભગ ૮૦૦ લોકો હતા. વળી અધિકારી પ્રમાણે ૮૦૦ માંથી લગભગ ૬૫૦ અફઘાન નાગરિક હતા. હકીકતમાં આ વિશાળકાય વિમાનનાં સિંગલ ફ્લોર પર વધુમાં વધુ ૧૩૪ લોકોબાય બેસવાની જગ્યા હતી. પરંતુ અમેરિકાએ પોતાના વિમાન થી અફઘાનિસ્તાન માં ફસાયેલા ૮૦૦ લોકોને એકવારમાં જ સુરક્ષિત રૂપથી બહાર કાઢી લીધા. વિમાનની અંદર ૯૦ લોકો પ્લેટો પર અને સાઈડવોલ સીટો પર ૫૪ લોકો બેસી શકે છે. પરંતુ ફોટામાં જોઈ શકાય છે કે જમીન ઉપર જ ભારે સંખ્યામાં લોકો બેસેલા છે.

બનાવ્યો રેકોર્ડ

એકસાથે એટલા બધા લોકોને વિમાનથી રેસ્ક્યુ કરવાનો આ રેકોર્ડ બની ગયો છે. તે અત્યાર સુધીનાં મિલેટ્રી વિમાનોનાં ઇતિહાસમાં સૌથી મોટો રેકોર્ડ હશે. આ પહેલા ૨૦૧૩માં જ્યારે ફિલિપિન્સમાં ભયાનક તોફાન આવ્યો હતો ત્યારે અમેરિકાએ પોતાના C-17 વિમાન દ્વારા એક વખતમાં ૬૭૦ લોકોને બહાર કાઢ્યા હતા. જોકે આ ફોટોને ડિફેન્સ ન્યુઝ વેબસાઇટ Defense One એ જાહેર કરી છે અને અમેરિકી સૈન્ય તરફથી આ રેસ્ક્યુ ઓપરેશનને લઈને આધિકારિક નિવેદન નથી આપ્યું.

મહત્વપુર્ણ છે કે તાલિબાને અફઘાનિસ્તાન પર પોતાની હુકુમત જમાવી દીધી છે. ત્યાર બાદથી અહીં લોકો દેશથી ભાગવામાં લાગેલા છે. આ દેશના રાષ્ટ્રપતિ અશરફ ગની પણ પહેલાં જ આ દેશ છોડી ચુક્યા છે. દેશને છોડતા અશરફ ગનીએ કહ્યું હતું કે કાબુલમાં વધારે હિંસા ન થાય એટલા માટે તે આ પગલું ઉઠાવી રહ્યા છે અને સત્તાને છોડીને જઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *