તમારા ઘરમાં જ રહેલું આ જાદુઇ ડ્રિંક પીવાથી થોડા સપ્તાહમાં જ તમારું વજન ઘટવા લાગશે અને શરીરની ગંદકી પણ નીકળી જશે

શરીરમાં ચરબી અથવા વજન વધવા લાગે તો ચિંતા પણ વધવા લાગે છે. સ્થૂળતા ભરેલું શરીર કોઈપણ વ્યક્તિને પસંદ હોતું નથી. વળી બીજું કારણ એવું પણ છે કે સ્થૂળતાને કારણે ઘણી બીમારીઓ પણ આપણા શરીરમાં આવે છે. જેમાં હાર્ટ એટેક, ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીઓ સામેલ છે. એટલા માટે વજન ઘટાડીને પોતાના શરીરને ફિટ રાખવાની ઇચ્છા દરેક વ્યક્તિ હોય છે. પરંતુ તેના માટે મહેનત કરવી અને ડાયટિંગ કરવાનો સમય કોઈ વ્યક્તિ પાસે હોતો નથી.

આવી સ્થિતિમાં વેઇટ લોસ ડ્રિંક તમારા માટે ખૂબ જ કામ આવી શકે છે. આ ડ્રિંક ને ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે અને કોઈપણ જગ્યાએ તેનું સેવન કરી શકાય છે. આ વેઇટ લોસ ડ્રિંક આશ્ચર્યજનક રૂપથી કામ કરે છે અને થોડા દિવસો અથવા સપ્તાહમાં જ તમારા શરીરમાં જમા થયેલ ચરબી ઓછી થવા લાગશે અને તમે પોતાને હળવા મહેસૂસ કરવા લાગશો.

આવું જ એક જબરજસ્ત વેઇટ લોસ ડ્રિંક તમે બીટ અને લીંબુ માંથી બનાવી શકો છો. આ ડ્રિંક એટલા માટે પણ ખાસ છે, કારણ કે તે તમારા માટે બોડી ડિટોક્ષ નું પણ કામ કરે છે. જેનો મતલબ છે કે આ ડ્રિંક પીવાથી તમારા શરીરની ગંદકી પણ નીકળી જશે અને તમારું વજન પણ ઓછું થવા લાગશે. તો ચાલો તમને જણાવીએ તેના ફાયદા અને તેને બનાવવાની રીત.

આવી રીતે બનાવો બીટનું વેઇટ લોસ ડ્રિંક

  • એક નાનું અથવા અડધું બીટ લો. (બીટ ખરીદતા સમયે ધ્યાન રાખો કે તે ઘાટા રંગનું હોય અને તેના પર પાંદડાં લાગેલા હોય તો તે વધારે સારું હશે)
  • ૧ લીંબુ
  • અડધો લીટર પાણી

વેઇટ લોસ અને ડિટોક્ષ ડ્રિંક બનાવવા માટે સૌથી પહેલા બીટ ને ધોઈ લો અને ત્યારબાદ તેની છાલ ઉતારીને તેના ટુકડા કરી લો. આવી રીતે જ લીંબુના પણ ટુકડા કરી લો. હવે જાર અથવા કાચની બરણીમાં અડધો લીટર પાણી લો અને તેમાં બીટ અને લીંબુના ટુકડા નાખી દો. તેને આખી રાત પાણીમાં પલાળવા માટે છોડી દો અને જાર અથવા બોટલનું ઢાંકણું બંધ કરી દો. જેથી આખી રાત ફ્યુઝન ની ક્રિયા થી પાણી બધો જ અર્ક ખેંચી લે. બસ હવે તેને આગળની સવારે પાણીને ગાળીને પી લો.

કેવી રીતે પીવાનું છે આ ડ્રિંક?

સવારે ખાલી પેટે તમે આ ડ્રિંક પી શકો છો. બસ તમારે ધ્યાન એટલું જ રાખવાનું છે કે આ ડ્રિંક પીધા બાદ ઓછામાં ઓછી ૩૦ મીનીટ સુધી કંઈપણ ખાવાનું નથી, ત્યારબાદ જ બ્રેકફાસ્ટ કરો. બચેલી ડ્રીંક અને તમે બપોરે ભોજનનાં ૪૦ મિનિટ પહેલા પી શકો છો. વળી બોડી ડિટોક્ષ કરવા માટે દિવસમાં એક ગ્લાસ ડ્રિંક પર્યાપ્ત છે. વેઇટ લોસ કરવા માટે તમે દિવસમાં બે ગ્લાસ ડ્રિંક કરી શકો છો.

ધ્યાન આપો કે આ ડ્રિંક પીવાની સાથે સાથે તમારે પોતાની ખાણીપીણી ઉપર પણ થોડો કંટ્રોલ રાખવાનો રહેશે અને બિલકુલ બેઠાડું જીવન જીવવાનું નથી. દિવસમાં થોડું પગપાળા ચાલો, એક્સરસાઇઝ કરો અથવા સીડીઓ ચઢવી. આ બધી આદતો તમને ઝડપથી વજન ઓછું કરવામાં મદદ કરશે.