તમારા જન્મનાં મહિના વાળું પતંગિયું પસંદ કરો અને જાણો તમારી અંદર છુપાયેલ દરેક રહસ્ય

Posted by

રંગબેરંગી પતંગિયા આકાશમાં ઉડતા હોય તો ખુબ જ સુંદર દેખાય છે. તે ક્યારેક ફુલ અને ક્યારેક પાન ઉપર બેસી જાય છે અથવા તો ક્યારેક ખુલ્લા આસમાનમાં ઉડતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે પતંગિયા જીવનની ઓળખ હોય છે. દરેક મહિનાને દર્શાવનાર એક અનોખું પતંગિયું હોય છે. સમગ્ર દુનિયામાં પતંગિયાને આશા અને બદલાવ ની ઓળખ માનવામાં આવે છે. અમુક પતંગિયા ખાસ હોય છે, કારણ કે તેઓ આપણા જીવન, વ્યવહાર અને કેરેક્ટર સાથે જોડાયેલી અમુક વાતો સામે લાવે છે, જેના વિશે આપણે પણ જાણતા હોતા નથી. તમે અહીંયા દર્શાવવામાં આવેલ પતંગિયા માંથી પોતાના જન્મદિવસનાં મહિના વાળા પતંગિયા ની પસંદગી કરો અને પોતાની અંદર છુપાલી દરેક વાત વિશે જાણો.

Advertisement

જાન્યુઆરી

તમે ખુબ જ ઉદાર દિલવાળા છો. આ લોકો ખુબ જ ભાવુક સ્વભાવના હોય છે. બધા તમારા આશાવાદી અને સકારાત્મક વલણની પ્રશંસા કરે છે. તમે એક પતંગિયાની જેમ સુંદર અને આઝાદ છો. તમે પોતાની આસપાસ બધાને ખુશ રાખો છો. તમે પોતાના આ ગુણો વિશે વધારે ધ્યાન આપતા નથી, પરંતુ તમારા વિશે આ વાત બિલકુલ સાચી છે કે લોકો તમારા વ્યક્તિત્વ અને તમારી પર્સનાલિટીને લીધે તમારી તરફ આકર્ષિત થાય છે.

ફેબ્રુઆરી

ફેબ્રુઆરી મહિનામાં જન્મેલા લોકો એટલા પ્રભાવશાળી હોય છે કે જ્યારે તેઓ ભીડમાં પણ પ્રવેશ કરે છે તો બધાની નજર તમારી ઉપર અટકી જાય છે. તમારો આત્મવિશ્વાસ એટલો જોરદાર હોય છે કે કોઈપણ વ્યક્તિ તમારી ઉપરથી નજર હટાવી શકતો નથી. બધા લોકોનું ધ્યાન તમારા પર રહેશે. લોકો તમારા આત્મવિશ્વાસથી એટલા પ્રભાવિત થાય છે કે જો કોઈ વ્યક્તિ તમારો મિત્ર નથી તો પણ તે તમને પસંદ કરવા લાગે છે.

માર્ચ

તમને ભલે મુશ્કેલ પરિસ્થિતિઓ માંથી બહાર નીકળવાનું આવડતું ન હોય પરંતુ તેમ છતાં પણ તમે ક્યારેય હાર માનતા નથી અને આ વ્યક્તિત્વ તમને હંમેશા જીત તરફ આગળ લઈ જાય છે. તમારા મનનો અવાજ તમને આગળ લઈ જાય છે. તમે દ્રઢનિશ્ચયી વ્યક્તિત્વનાં માલિક છો. તમે જીવનને ખુબ જ ખુશનુમાં રીતે જીવવામાં વિશ્વાસ ધરાવો છો.

એપ્રિલ

તમે ખુબ જ ભાવુક વ્યક્તિ છો અને તમે ક્યારેય પણ કોઈ ચીજ ને છુપાવતા નથી. લોકો તમારી આ ખુબીની પ્રશંસા કરે છે અને તેના લીધે તેઓ તમને પ્રેમ પણ કરે છે. તમે ભલે આ વાત ઉપર વિશ્વાસ ન કરો પરંતુ આ વાત બિલકુલ સાચી છે. તમે દુનિયાને પોતાના શાંત સ્વભાવથી એક ખુબ જ સુંદર જગ્યા બનાવી શકો છો.

મે

તમે હકીકતમાં એક અદભુત વ્યક્તિત્વ ધરાવો છો. તમારી સંપુર્ણ છબી ક્યારેક-ક્યારેક બીજા લોકોને ડરાવે છે. જે લોકો તમને જાણતા નથી, તેઓ તમારા તે રૂપને પ્રેમ કરે છે જેવા તમે છો. તમે રૂવાબદાર વ્યક્તિત્વના માલિક છો, પરંતુ તેનો મતલબ એવું નથી કે તમારામાં ઊંડાઈ નથી. તમે પોતાના પરિવાર અને મિત્રોની મદદ માટે કોઈ પણ હદ સુધી જઈ શકો છો.

જુન

જુન મહિનામાં જન્મેલા લોકો પોતાના શાંત સ્વભાવ માટે ઓળખવામાં આવે છે. તમે ખુબ જ નાજુક વ્યક્તિ છો. તમે લોકોમાં છુપાયેલી ઈચ્છાઓ વિશે સરળતાથી જાણી શકો છો. તમારી સાથે જોડાયેલી એક ખુબ જ ખાસ વાત એ છે કે તમે ખુબ જ સારા પાર્ટનર સાબિત થશો અને આ વાત તમારે ક્યારેય પણ ભુલવી જોઈએ નહીં.

જુલાઈ

તમારું નીડર વ્યક્તિત્વ તમારા મજબુત કેરેક્ટરને દર્શાવે છે. પરંતુ તેનો મતલબ એવો નથી કે તમે નાજુક છો. તમારી અંદર ભાવુકતા ઠાંસી-ઠાંસીને ભરેલી છે, પરંતુ તમે તેને ખુબ જ ઓછી દર્શાવો છો. તમે પોતાની આસપાસના લોકોની વચ્ચે ખુબ જ સારી અને આદર ભરેલી છબી રાખો છો. દુનિયા ખુબ જ સારી બની જશે. જો તે તમારા જેવા લોકોથી ભરાઈ જશે.

ઓગસ્ટ

આ મહિનામાં જન્મેલા લોકો પોતાની ઈમાનદારી માટે ઓળખવામાં આવે છે. તમે જે રીતે પોતાની ભુલનો સ્વીકાર કરો છો એવું ખુબ જ ઓછા લોકો કરી શકે છે. તમે લોકોનો ભરોસો થોડા સમયમાં જ જીતી શકો છો. ભીડભાડમાં પણ તમને પોતાની અલગ ઓળખ પસંદ આવે છે.

સપ્ટેમ્બર

તમારી અંદર કોઈપણ ચીજને જાણવાની જિજ્ઞાસા ખુબ જ વધારે હોય છે. તમારી વિચારવાની ક્ષમતા પણ અદભુત હોય છે. તમે ખુલ્લી આંખોથી સપના જોવા વાળા છો. જો તમારી પાસે કોઈ પ્લાન નથી તો પણ તમને જાણ હોય છે કે તમારે કઈ દિશામાં આગળ વધવાનું છે અને કેવી રીતે પોતાની મંઝિલ સુધી પહોંચવાનું છે. લોકો તમારી આ ખાસિયતની પ્રશંસા કરે છે અને તમારી પાછળ ચાલતા રહે છે.

ઓક્ટોબર

તમે એવા વ્યક્તિ છો જે કોઈપણ મુસીબતનો પોતાની ઊર્જા અને દ્રઢ નિશ્ચયથી સામનો કરી શકો છો. મુશ્કેલ પરિસ્થિતિમાં તમે એવી રીતે બધું મેનેજ કરો છો કે તમારા જીવન ઉપર તેની કોઈ અસર પડતી નથી. તમે ઉદાર દિલના માલિક છો અને હંમેશા જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માંગો છો. તમે ખુબ જ મદદગાર અને ખુબ જ સચેત રહેવાવાળા વ્યક્તિ છો. તમારે ખુબ જ સાવધાન રહેવાની જરૂરિયાત છે. કારણ કે દરેક વ્યક્તિ તમારી આ ખુબીની પ્રશંસા કરશે નહીં.

નવેમ્બર

તમારા દિમાગમાં હંમેશા કોઈને કોઈ આઈડિયા આવતો રહે છે. તમે પોતાની આસપાસ રહેલા લોકોને ઊંડાણપુર્વક જાણો છો અને પરખો છો. દરેક વ્યક્તિ તે સમજી શકતા નથી કે તમે પોતાની રીતે જીવન જીવવામાં વિશ્વાસ ધરાવો છો. તમારું દિમાગ ભલે આકાશમાં રહેતું હોય, પરંતુ તમે પોતાના પગ હંમેશા જમીન ઉપર રાખો છો.

ડિસેમ્બર

તમે એવા વ્યક્તિત્વના માલિક છો જે તમને જીવનમાં ખુબ જ આગળ લઈને જશે. પરંતુ તમારી વિશે એક વાત ખાસ છે કે તમે ક્યારેય પણ થોડાક ખુશ થશો નહીં. તમે હંમેશા જીવનમાં કંઈક વધુ કરવાની અપેક્ષા રાખો છો. તમે ખુબ જ ભાવુક વ્યક્તિ છો. પરંતુ તમે તેને ક્યારેય છુપાવતા નથી. તમે હંમેશા પોતાની ભુલનો સ્વીકાર કરવામાં વિશ્વાસ રાખો છો. લોકો તમારા આ વ્યક્તિત્વની પ્રશંસા પણ કરે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.