તમારા જીવનમાં ગમે એટલો ખરાબ સમય ચાલી રહ્યો હોય આ ૫ ચીજોનું દાન કરવાથી દુર્ભાગ્ય થઈ જશે તુરંત દુર, રોડપતિ પણ બની જશે કરોડપતિ

કહેવામાં આવે છે કે દાન થી મોટો કોઈ ધર્મ હોતો નથી. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની સ્વેચ્છાથી કોઈ ચીજનો દાન કરે છે તો તેને તેનું બમણું ફળ પ્રાપ્ત થાય છે. દાન કરવું ફક્ત એક સારું સામાજિક કાર્ય નથી, પરંતુ તેનાથી ભગવાન પણ જલદી પ્રસન્ન થાય છે અને તેમને ઈચ્છિત ફળ આપે છે. આપણા શાસ્ત્રોમાં પણ લખવામાં આવ્યું છે કે તમે જીવનમાં જેવું કામ કરશો તેના અનુસાર ફળ પ્રાપ્ત થશે. ગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણ તે કહ્યું છે કે કર્મ કરો ફળની ચિંતા ન કરો. બસ તમારે દાન ધર્મ અને સારા કર્મ કરવા ઉપર ધ્યાન આપવાનું છે, પછી જુઓ તમારું જીવન કેવું ખુશહાલ બની જાય છે.

જ્યારે દાન ધર્મ ની વાત આવે છે તો અલગ અલગ પ્રકારની ચીજો લોકો દાન કરતા હોય છે, ધન દાન, અન્ન દાન, વસ્ત્ર દાન, ધાતુ દાન વગેરે. અમુક એવી ચીજ છે જેને દાનમાં આપવામાં આવે છે. પરંતુ આ દાન ફક્ત મનુષ્યોને આપવા સુધી સીમિત રહેતું નથી. તમે કોઈપણ જાનવર ને પણ તેના કામની ચીજ દાન કરીને પુણ્ય કમાઇ શકો છો. આ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે તમારે કઈ ચીજોનું દાન કરવું જોઈએ. તેવામાં અમુક વિશેષ ચીજોનું ધ્યાન કરવાથી તમને માતા લક્ષ્મીનાં આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એટલા માટે અમારી સલાહ છે કે તમારે નીચે બતાવવામાં આવેલી ચીજોનું ધ્યાન અવશ્ય કરવું જોઈએ.

પીળા વસ્ત્ર

મંગળવારનાં દિવસે પીળા વસ્ત્રોનું દાન કરવું ખુબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ પીળા કપડા નું દાન કરે છે, તેના જીવનમાં ચાલી રહેલી બધી જ અડચણ દુર થઈ જાય છે. સામાન્ય રીતે તો આ દિવસે કોઇપણ વ્યક્તિને પીળા વસ્તુનું દાન કરી શકો છો. પરંતુ જો કોઈ વૃદ્ધ વ્યક્તિને દાનમાં પીળા કપડામાં આપવામાં આવે તો તેનાથી વધારે લાભ મળે છે.

પ્રસાદ

હનુમાન મંદિરમાં પ્રસાદ નું દાન કરવું ખુબ જ શુભ હોય છે. તમે કોઈપણ હનુમાન મંદિરમાં જઇને પોતાની પસંદગીનો પ્રસાદ મોટી માત્રામાં દાન કરાવી આપો. તેવામાં જ્યારે આ પ્રસાદ મંદિરમાં આવનાર હજારો ભક્તો ગ્રહણ કરશે, તો તેનાથી તમને અઢળક પુણ્ય મળશે. આવું કરવાથી તમારા ઘરમાં ક્યારેય પણ અન્નની કમી રહેશે નહીં.

જાનવર ને ભોજન

આ દિવસે કોઇપણ જાનવરને ભરપેટ ભોજન ખવડાવવાથી ખુબ જ મોટું પુણ્ય કમાઈ શકો છો. જે વ્યક્તિ આવું કરે છે તેને ભુતકાળમાં કરવામાં આવેલી ભુલો અને ભુલચુકને હનુમાનજી માફ કરી દેતા હોય છે. બસ તમારે તે વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે તમારે આવી ભુલ બીજી વખત કરવી નહીં, નહીંતર તેનું ભયાનક પરિણામ આવી શકે છે.

પૈસાનું દાન

મંગળવારના રોજ પૈસાનું દાન કરવાથી તમારા ઘરમાં ધન-સંપત્તિમાં વૃદ્ધિ થશે. આ દિવસે કોઈ ભિખારી, બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને ઈચ્છા અનુસાર પૈસા દાન કરી શકો છો.

ત્રાંબા ની વસ્તુ

મંગળવારનાં રોજ તાંબામાંથી બનેલી કોઈ વસ્તુનું દાન કરવું ખુબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે તાંબા માંથી બનેલી કોઈપણ ચીજ કોઈ વ્યક્તિને અથવા તો મંદિરમાં દાન કરી શકો છો. તેનાથી પૈસાની તંગીમાં ચાલી રહેલ દોષ સમાપ્ત થઈ જાય છે.