તમારા ઓનલાઇન ઓર્ડર કર્યા વગર જ જો ડિલિવરી બોય તમને સમાન આપવા ઘરે આવે છે તો સતર્ક થઈ જાઓ, નહિતર થઈ શકો છો છેતરપિંડીનાં શિકાર

વર્તમાન કોરોના કાળમાં પારંપરિક શોપિંગ નું ચલણ ઓછું થઈ ગયું છે અને દરેક લોકો ઓનલાઈન ઓર્ડર કરીને ઘરે બેઠા સામાન મંગાવી રહ્યા છે. વળી ઓનલાઇન છેતરપિંડી કરનાર લોકો પણ નવા-નવા ઉપાય શોધી ને લોકોને ચુનો લગાવવાની કોઈ કસર છોડતા નથી. ઓનલાઇન છેતરપિંડી અને મોબાઈલ પર ફોટા ઓટીપી દ્વારા કેવા-કેવા કામ થાય છે તેનાથી તો તમે પરિચિત હશો, પરંતુ હવે એક નવા પ્રકારની છેતરપિંડી ની મોડસ ઓપરેન્ડી જાણવા મળેલ છે, જેના વિશે જાણવું તમારા માટે ખુબ જ જરૂરી છે. તમે પણ આ જાણકારી વાંચી લીધા બાદ શેયર જરૂરથી કરો જેથી અન્ય લોકો પણ જાણકારી મેળવીને આવી છેતરપિંડી થી બચી શકે.

હકીકતમાં નવા પ્રકારની ઓનલાઇન છેતરપિંડીમાં અપરાધીઓ ખુબ જ શાનદાર ઉપાય અપનાવેલ છે કે દરેક લોકો લાલચ માં ફસાઈ જાય છે. જી હાં, તમારા ઘરે ઓનલાઇન શોપિંગ કરવામાં આવેલી ચીજને ડિલિવરી માટે ડિલિવરી બોય આવે છે, પરંતુ તમે સામાન નો ઓર્ડર આપેલો હોતો જ નથી. તમે ઘરમાં બધાને પૂછો છો પરંતુ કોઈએ ઓર્ડર આપેલો હતો નથી. ડિલિવરી બોય તમને સમાનની ડિલીવરી લેવા માટે દબાણ કરે છે અને ડિલિવરી ન લેવા પર ઓર્ડર કેન્સલ કરવા અને મોબાઈલ ઉપર મોકલવામાં આવેલ ઓટીપી આપવાની માગણી કરે છે. જેવો તમે તમારા મોબાઈલમાં આવેલ ઓટીપી આપો છો, ટેકનોલોજીનાં હોશિયાર દિમાગ વાળા લોકો તમારા મોબાઇલ હેક કરી લે છે અને તમને ચુનો પણ લગાવી શકે છે.

આવી જ કંઈક ઘટના ઈન્દોરમાં સામે આવી છે. જો તે વ્યક્તિની જાગૃતતાને લીધે તેમના ઘરે ડિલિવરી બોય પહોંચ્યો હતો તેને તેમણે ઓટીપી આપવાથી મનાઈ કરી લીધી અને ડિલિવરી બોય દબાણ કરવા લાગ્યો તો ઘરના માલિકે પોલીસ બોલાવવાની ધમકી આપી તો યુવક ત્યાંથી ભાગી ગયો હતો. તેવામાં પહેલા તો ઓનલાઇન શોપિંગ કરતા સમયે સાવધાની રાખો અને જો કોઈ પણ પ્રકારનું શોપિંગ ન કર્યું હોય તેમ છતાં પણ કોઇ સામાન લઈને ઘરે આવે છે તો સતર્ક રહેવું.

ઘરે આવેલા કોઈપણ વ્યક્તિને પોતાના મોબાઈલમાં આવેલો ઓટીપી આપવો નહીં. હાલમાં લોકો છેતરપિંડી કરવા માટેની નવી-નવી રીતો અપનાવી રહ્યા છે અને લોકો જાણકારીના અભાવે ને લીધે તેનો શિકાર પણ બની રહ્યા છે. આ પ્રકારની કોઈ પણ ઘટના બને છે તો પોતાની નજીકનાં પોલીસ સ્ટેશનમાં અચુક જાણ કરો.