તમારા પેશાબનો રંગ પીળો આવે છે તો હોય શકે છે આ ગંભીર બીમારી, વાંચી લેજો નહિતર પસ્તાવો કરવા સિવાય કઈ નહીં કરી શકો

આપણા શરીરની અંદર જે કંઈ પણ બદલાવ આવે છે તેનો સંકેત આપણને બહાર જોવા મળે છે. આપણું શરીર આપણને ઘણી અલગ અલગ રીતે સંકેત આપે છે. જેમાંથી એક રીત પેશાબનો કલર બદલવાની પણ છે. કલર જોઈને તમે પોતે જાણી શકો છો કે તમારા શરીરની અંદર શું ચાલી રહ્યું છે. સામાન્ય રીતે પેશાબનો કલર પીળો હોય છે અને જ્યારે તમે સંપુર્ણ રીતે હાઇડ્રેટેડ રહો છો તો પેશાબનો કલર હળવો પીળો નજર આવે છે.

પેશાબનો કલર જેટલો ડાર્ક હોય છે, શરીરની અંદર બીમારીઓનો ખતરો પણ એટલો વધી જાય છે. પેશાબમાં યુરોક્રોમ નામનું એક કેમિકલ મળી આવે છે. યુરોક્રોમ એક પીળા રંગનું પિગમેંટ હોય છે, જેના લીધે પેશાબ નો રંગ પીળો નજર આવે છે. તમારા માંથી ઘણા બધા લોકોએ જોયું હશે કે જ્યારે તમે ડીહાઇડ્રેટેડ રહો છો તો પેશાબનો કલર ખુબ જ વધારે ડાર્ક અને હળવો બ્રાઉન કલર હોય છે.

વળી ઘણી વખત અમુક ચીજો ખાવાને લીધે અને દવાઓને લીધે પણ પેશાબનો કલર બદલી જાય છે. ઘણી વખત પેશાબનો કલર આપણને પોતાના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ચીજો વિશે જણાવે છે, તો ચાલો પેશાબનો કલર અને તેનાથી શરીરમાં થતી સમસ્યાઓ વિશે જાણીએ.

ટ્રાન્સપરન્ટ કલર

જો તમારા પેશાબનો કલર ટ્રાન્સપરન્ટ નજર આવે છે તો તેનો મતલબ છે કે તમે વધારે માત્રામાં પાણીનું સેવન કરો છો. હાઇડ્રેટેડ રહેવું એક સારી વાત છે પરંતુ ખુબ જ વધારે માત્રામાં પાણી પીવાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સ ની કમી થઈ શકે છે. જો ક્યારેક ક્યારેક પેશાબ નો કલર ટ્રાન્સપરન્ટ નજર આવે છે તો તેનાથી ગભરાવાની જરૂર નથી, પરંતુ હંમેશાં તમારા પેશાબનો કલર ટ્રાન્સપરન્ટ દેખાય છે તો તે બાબત તરફ ઇશારો કરે છે કે તમે જેટલું પાણીનું સેવન કરો છો તેનાથી ઓછો કરવાની જરૂરિયાત છે. ટ્રાન્સપરન્ટ પેશાબ સિરોસિસ અને વાયરલ હેપેટાઇટિસ જેવી લીવરની સમસ્યાઓ પણ સંકેત આપે છે.

હળવો પીળો અને ઘાટો પીળો રંગ

યુરોક્રોમ ને લીધે પેશાબ નો કલર હળવો પીળો અને ડાર્ક પીળા કલરનો નજર આવે છે. જ્યારે તમે પાણીનું સેવન કરો છો તો આ પિંગમેન્ટ ડાયલ્યુટ થઈ જાય છે. યુરોક્રોમ નું નિર્માણ શરીરમાં હિમોગ્લોબીનનાં તુટવાને લીધે થાય છે. ઘણી વખત લોહીમાં વિટામીન-ડી ની માત્રા વધારે હોવાને લીધે પણ પેશાબ નિયોન કલરનું નજર આવે છે.

લાલ અને ગુલાબી પેશાબ

પેશાબ નો લાલ અને ગુલાબી કલર તે વાત ઉપર નિર્ભર કરે છે કે તમે શું સેવન કરેલું છે. પરંતુ પેશાબનો આવો કલર ઘણાં પ્રકારની બીમારીઓ પણ કારણ હોઈ શકે છે. જેમ કે વધી રહેલો પ્રોસ્ટેટ, કિડની સ્ટોન અથવા કિડનીમાં ટ્યુમર વગેરે ઘણી વખત જ્યારે તમે લાલ અને ગુલાબી રંગની કોઈ ચીજોનું સેવન કરો છો તો તેના કારણે પણ તમારાં પેશાબનો કલર લાલ અને ગુલાબી નજર આવે છે.

નારંગી કલર નો પેશાબ

જો તમારા પેશાબનો રંગ નારંગી છે તો તે શરીરમાં ડીહાઈડ્રેશન નો સંકેત આપે છે. કમળો થવા સમયે પણ પેશાબનો રંગ નારંગી નજર આવે છે. જો તમારા પેશાબનું કલર નારંગી અને મળ નો રંગ હળવો છે, તો તેનું કારણ બાઈલ જુસ નું બ્લડ સ્ટ્રીમ માં જવું હોઈ શકે છે. બાઈલ જુસ લીવર માંથી નીકળવા વાળો પીળા રંગનો રસ હોય છે. તે શરીરમાં ચરબી ને તોડવાનું કામ કરે છે. જ્યારે પણ બાઈલ જુસ આંતરડા થી ઉપર જઈને પેટ અને ગળામાં જાય છે તો તેનાથી ઉલટી, ચક્કર આવવા, પેટમાં દુખાવો વગેરે સમસ્યાનો સામનો કરવો પડે છે.

ડાર્ક બ્રાઉન પેશાબ

ઘણા બધા મામલામાં પેશાબ નો કલર ડાર્ક બ્રાઉન ડીહાઇડ્રેશન તરફ ઇશારો કરે છે. ઘણી વખત દવાઓની સાઇડ ઇફેક્ટને કારણે પણ પેશાબ નો કલર ડાર્ક બ્રાઉન દેખાય છે. ડાર્ક બ્રાઉન કલરનો પેશાબ સંબંધી બીમારીઓ તરફ ઇશારો કરે છે. ઘણા મામલામાં બાઈલ જુસ પેશાબમાં મિક્સ થવાને લીધે પણ આવું બને છે.