આ સંસારમાં ધન કમાવવાના પ્રયાસ દરેક મનુષ્ય કરે છે. પરંતુ દરેક વ્યક્તિના વધુ ધન કમાવવામાં સફળ નથી થઈ શકતો. મોટા ભાગનાં લોકોનાં પોતાના સપના અધૂરા રહી જાય છે. અનેક પ્રયત્નો કર્યા છતાં પણ તે વ્યક્તિને ધનની પ્રાપ્તિ નથી થતી. તેવામાં જોવામાં આવે તો ધનપ્રાપ્તિના અનેક ઉપાયો પ્રચલિત છે. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેને જલ્દી થી જલ્દી ધનની પ્રાપ્તિ થઈ જાય. જેના લીધે અનેક લોકો અનેક પ્રકારના ઉપાયો કરે છે. દરેક વ્યક્તિ ચોક્કસ અને સરળ ઉપાય કરવા માંગે છે.
જેમ કે આપણે બધા જાણીએ છીએ કે ધન પ્રાપ્તિ માટે લક્ષ્મીજીની કૃપા હોવી ખૂબ જરૂરી છે. જો તેમની કૃપા દ્રષ્ટિ કોઈ વ્યક્તિ પર હોય તો તે વ્યક્તિના જીવનમાં ધન સાથે જોડાયેલી અનેક સમસ્યાઓ દૂર થાય છે અને વ્યક્તિ ધનવાન બની જાય છે. આજે અમે તમને ધન પ્રાપ્ત કરવાના એકદમ સરળ ઉપાય જણાવીશું. જો તમે તે માંથી કોઇપણ ૧ ઉપાયનું નિયમિત રૂપે તેનું પાલન કરો છો, તો તેનાથી માતા લક્ષ્મીજી તમારા પર પ્રસન્ન થશે અને ધન સાથે જોડાયેલી દરેક સમસ્યા જીવન માંથી સમાપ્ત થઈ જશે.
આ સારી આદતો થી બની શકો છો ધનવાન
- વ્યક્તિને મહાલક્ષ્મીજીની સાથે-સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. તેનાથી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે.
- મનુષ્યને અઠવાડિયામાં કોઈક ને કોઈક એક વ્રત અવશ્ય કરવું જોઈએ. કોઈ વ્યક્તિ સોમવારનું વ્રત કરે છે, તો તેનાથી ચંદ્રમા પ્રસન્ન થાય છે. તેમને ધનનાં કારક માનવામાં આવે છે. જો તમે મંગળવારનું વ્રત કરો છો, તો તેનાથી બજરંગ બલી પ્રસન્ન થાય છે, બુધવારનું વ્રત કરો છો તેનાથી ગણેશજી પ્રસન્ન થાય છે, ગુરુવારનું વ્રત કરો છો તો વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે, શુક્રવારનું વ્રત કરો છો તો ધનની દેવી માતા લક્ષ્મીજીની કૃપા મળે છે, શનિવારનું વ્રત કરો છો તો શનિદેવ મહેરબાન થાય છે, જો તમે રવિવાર ના દિવસે વ્રત કરો છો તો સૂર્યદેવ પ્રસન્ન થાય છે અને તે ખુશ થઈને ધનસુખ અને સૌભાગ્યનું વરદાન આપે છે.
- જો વ્યક્તિ શ્રીલક્ષ્મી સૂક્તનો પાઠ કરે છે તો તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.
- તમે તમારા ઘરને સાફ રાખો. તેનાથી તમારા ઘરમાં ધન રોકાય છે.
- વ્યક્તિની પૂર્ણિમાના દિવસે ચંદ્રની પૂજા અવશ્ય કરવી જોઈએ.
- તમારે દરરોજ નિયમિત રૂપે શિવલિંગ પર જળ અર્પિત કરવું જોઈએ છે. શિવલિંગ પર બિલીપત્ર અને અક્ષત અર્પિત કરવું.
- સાંજના સમયે પોતાના ઘરની આજુબાજુ કોઇ પણ મંદિરમાં જઈને દીવો પ્રગટ કરવો.
- વ્યક્તિને કોઈની પણ બુરાઈ કરવાથી બચવું જોઈએ.
વર્તમાન સમયમાં લોકોની સૌથી મોટી સમસ્યા પૈસો છે. કારણ કે આજકાલના સમયમાં પૈસા વગર કોઈ પણ કાર્ય અસંભવ નથી. દરેક વ્યક્તિ ધન કમાવવા માટે સખત મહેનત કરે છે, પરંતુ તેને પોતાની મહેનત અનુસાર ફળની પ્રાપ્તિ નથી થતી. ઉપરોક્ત અમુક ઉપાયો વિશે જાણકારી આપી છે. જો તમે તેમાંથી કોઈપણ એક નિયમનું પાલન નિયમિત રૂપે કરો છો, તો તેનાથી તમે જલ્દી ધનવાન બની શકો છો. કારણ કે વ્યક્તિને પોતાની આદતોના લીધે જ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વ્યક્તિ પોતાની આદતોમાં અમુક પરિવર્તન કરી પોતાનું જીવન ધન-ધાન્યથી પરિપૂર્ણ કરી શકે છે અને દેવી લક્ષ્મીજી ની પણ કૃપા હમેશા બની રહેશે.