કોઇ બાળકનો જન્મ થાય છે તો તેના જન્મની તારીખ, સમય અને ગ્રહોની સ્થિતિ જોઈને તેની રાશિ નક્કી કરવામાં આવે છે. આ રાશીના માધ્યમથી આપણે તેનો સ્વભાવ પણ જાણી શકીએ છીએ. જ્યોતિષશાસ્ત્રની આ વાત જ સૌથી મજેદાર અને દિલચશ્પ છે. તે તમારી અંદર ની ખૂબી અને ખામી બંનેને જણાવી શકે છે. આજે આપણે રાશિ અનુસાર તમારી અંદર રહેલી ખામીઓ વિશે જાણીશું.
મેષ રાશિ
આ રાશિના લોકો અમુક હદ સુધી સ્વાર્થી હોય છે. તેઓ ફક્ત અને ફક્ત પોતાના વિશે વિચારે છે. તે લોકો મોં ફાટ હોય છે. તેમને જો કોઈની વાત પસંદ નથી હોતી તો તે સીધા તેમના મોઢા પર કરી દે છે, પછી તેઓ જોતા નથી કે સામેવાળાને ખરાબ લાગશે.
વૃષભ રાશિ
આ રાશિના લોકો ખૂબ જ જિદ્દી સ્વભાવના હોય છે. તેની સાથે તેમનો સ્વભાવ પણ ખૂબ જ સખત હોય છે. એક વખત જો તેઓ કોઈના વિશે પોતાની રાય બનાવી લે છે, તો તેને બદલવી ખૂબ જ મુશ્કેલ હોય છે. તમે તેમની આગળ ગમે તેટલા હાથ-પગ જોડી લો, જો કોઈ કામ તેમને પસંદ નથી તો તેઓ કરશો નહીં
મિથુન રાશિ
તેઓ સમય પ્રત્યે બેદરકાર હોય છે. તેઓ કોઈપણ જગ્યાએ સમયસર પહોંચતા નથી. તેઓને બદલાવ પસંદ હોતો નથી. તેઓ હંમેશા કન્ફ્યુઝ રહે છે, જેના કારણે તેઓ એક લાઈફ પાર્ટનર, એક જોબ અથવા એક સ્થાન સાથે લોયલ રહી શકતા નથી. જ્યારે તેમનું મગજ ખરાબ થાય છે, તો તેઓ કોઈ પણ હદ સુધી પહોંચી જાય છે.
કર્ક રાશિ
આ લોકો નિરાશાવાદી હોય છે. જેનું કારણ તેમનું વધારે પડતું સંવેદનશીલ હોવું પણ છે. તેમના મનમાં હંમેશા એક ડર બનેલો રહે છે. તેઓ ખૂબ જ જલ્દી દુઃખી થઇ જાય છે. તેઓ પોતાની ભાવનાઓ પર કાબુ રાખી શકતા નથી. તેમને ગુસ્સો પણ વધારે આવે છે.
સિંહ રાશિ
આ લોકો ખૂબ જ ખર્ચાળ હોય છે. તેઓ બચત કરવામાં માનતા નથી. તેઓ પોતાની જવાબદારીઓને લઈને બેદરકાર હોય છે. તેઓ કંઈપણ વિચાર્યા વગર અને સમજ્યા વગર પોતાનું જીવન જીવે છે.
કન્યા રાશિ
આ રાશિના લોકોને સૌથી મોટી ખામી એ છે કે તેઓને પોતાની અંદર કોઈપણ કમી નજર આવતી નથી. તેઓ પોતાની બુરાઈ સાંભળી શકતા નથી. જો કોઈ તેમની આલોચના કરે છે તો તેઓ નારાજ થઈ જાય છે. તેઓ પોતાના દિલની વાત વધારે શેયર કરતા નથી.
તુલા રાશિ
તે ખૂબ જ આળસુ સ્વભાવના હોય છે. તેઓ મગજમાં શેખચિલ્લી જેવા વિચાર કરતાં રહે છે, પરંતુ જ્યારે મહેનત કરવાની વાત આવે તો આળસ કરી જાય છે. યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય લેવામાં પણ તેઓ કમજોર હોય છે.
વૃશ્ચિક રાશિ
તેઓની અંદર બદલા ની ભાવના વધારે હોય છે. તેઓ સરળતાથી કોઈને માફ કરી શકતા નથી. તેઓને પોતાની વિશે ખરાબ સાંભળવું પસંદ હોતું નથી. તેઓ કડવું સત્ય સહન કરી શકતા નથી. તેમના દુશ્મનોની સંખ્યા પણ વધારે હોય છે.
ધન રાશિ
તેઓ પોતાના પરિવારની જવાબદારીઓ યોગ્ય રીતે ઉઠાવતા નથી. તેઓને પોતાનાઓથી કોઈ ખાસ લાગણી હોતી નથી. તેઓ સ્વાર્થી હોય છે. તેઓ દરેક સમયે પોતાના વિશે જ વિચારે છે.
મકર રાશિ
તેઓ પોતાની પ્રશંસાનાં ભૂખ્યા હોય છે. તેઓના કાન પોતાની પ્રશંસા સાંભળવા માટે તડપતા રહે છે. તેઓ ક્યારેય પણ પોતાની આલોચના સાંભળી શકતા નથી. કોઈ તેમની આલોચના કરે, તો તેમની સાથે ઝઘડો પણ કરી લે છે.
કુંભ રાશિ
આ લોકો કોઈ એક વ્યક્તિ સાથે આખી જિંદગી પસાર કરી શકતા નથી. તેઓ હંમેશાં પોતાના માટે એક નવો સાથી તલાશ કરતા રહે છે. તેઓ પોતાના પાર્ટનરને ખૂબ જ જલ્દી કંટાળી જાય છે.
મીન રાશિ
તેઓ પોતાની સમસ્યાઓ થી ભાગતા ફરે છે અને તેનો નીડરતાથી સામનો કરી શકતા નથી. તેઓ દુનિયાને પોઝિટિવ નજરથી જુએ છે. તેઓ પોતાની એક ખોટી અને કાલ્પનિક દુનિયામાં જીવવાનું પસંદ કરે છે.