તમારું લાખો રૂપિયાનું ડાઈનિંગ ટેબલ પણ નકામું છે, જો તમે નીચે બેસીને પલાઠી વાળીને જમવાના ફાયદા જાણી લેશો

આપણી લાઇફસ્ટાઇલ એવી થઈ ગઈ છે કે આપણો મોટાભાગનો સમય ખુશીમાં અને સોફા પર બેસીને પસાર થાય છે. આપણે અભ્યાસ થી લઈને ખાવા-પીવા માટે પણ ખુરશી પર બેસવાનું પસંદ કરીએ છીએ. ખુરશી અને સોફા પર બેસીને આપણે પોતાના શરીરને આળસુ બનાવી રહ્યા છીએ. આપણે એટલા વધારે મોર્ડન બની ગયા છીએ કે જમીન ઉપર બેસીને જમવામાં આપણને શરમ મહેસુસ થાય છે. શું તમે જાણો છો કે જમીન પર પલાઠી વાળીને બેસીને ભોજન કરવાથી સ્વાસ્થ્યને ઘણાં પ્રકારના ફાયદા પહોંચે છે. જમીન પર આપણે જે રીતે એક પગ ઉપર બીજો પગ રાખીને બેસીએ છીએ, તો તે એક આસનની મુદ્રા થાય છે. આ મુદ્રામાં બેસીને ભોજન કરવાથી ભોજન સંપુર્ણ રીતે પચી જાય છે અને પાચનક્રિયા સારી રહે છે.

તો ચાલો જમીન પર બેસીને ભોજન કરવાના ફાયદા જાણીએ

  • શરીરને સ્ટ્રોન્ગ બનાવી રાખવું હોય તો જમીન પર બેસીને ભોજન કરવું જોઇએ. આ મુદ્રામાં બેસવાથી પીઠનાં નીચલા ભાગના સ્નાયુઓ, પેલ્વિસ અને પેટની આસપાસના સ્નાયુઓમાં ખેંચાણ થાય છે. જમીન પર પલાઠી વાળીને બેસવાથી અસહજતા અને દુઃખાવાની સ્થિતિમાં શરીરને આરામ મળે છે.
  • જમીન પર પલાઠી વાળીને બેસવા દરમિયાન તમે પાચનની નેચરલ અવસ્થામાં હોવ છો. તેનાથી પાચક રસ શ્રેષ્ઠ રીતે પોતાનું કામ કરી શકે છે.

  • પરિવારના બધા સદસ્ય જ્યારે એકસાથે જમીન પર બેસીને ભોજન કરે છે, તો તમારી વચ્ચે સંબંધ પણ મજબુત બને છે. આ મુદ્રામાં બેસવાથી ઘણી પરેશાનીઓ દુર થાય છે. આરામ મળવાથી ભોજનનો સ્વાદ પણ બમણો થઈ જાય છે.
  • હવે જ્યારે તમે ખુરશીને છોડીને જમીન પર પલાંઠી વાળીને બેસીને ભોજન કરો છો, તો તમારા શરીરમાં કુદરતી તાકાત ઉત્પન્ન થાય છે. તમારા સ્નાયુઓ મજબુત થાય છે.
  • લાંબા સમય સુધી ખુરશી પર બેસી રહેવાથી તમારા હિપ્સ ટાઈટ અને સ્ટ્રોંગ થઈ શકે છે. પરંતુ જ્યારે તમે જમીન પર પલાઠી વાળીને બેસો છો તો તમે પોતાના હિપ્સનાં ફ્લેક્સર્સ ને સરળતાથી સ્ટ્રેચ કરી શકો છો.

  • જમીન પર પલાઠી વાળીને ભોજન કરવાથી વજન કંટ્રોલ રાખવામાં મદદ મળે છે.
  • જમીન પર પલાઠી વાળીને બેસીને ભોજન કરવાથી પીઠના હાડકાને આરામ મળે છે.
  • નીચે બેસીને ભોજન કરવાથી બોડી પોઈશ્ચર યોગ્ય રહે છે. જેનાથી તમારી પર્સનાલિટી માં નિખાર આવે છે.
  • જમીન પર બેસીને જમવાથી બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે, જે હૃદયને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે.