તમે ગરમીથી બચવા માટે એસીનો ઉપયોગ તો નથી કરી રહ્યા ને? સેંટ્રલી એસીથી થઈ શકે છે કોરોના વાયરસ

ચીનના ગ્વાંગઝુ શહેરમાં ૩ સ્વસ્થ ફેમિલી ડિનર માટે એક એસી રેસ્ટોરન્ટમાં જાય છે. રેસ્ટોરન્ટમાં બધાય ટેબલોનું અંદર લગભગ ૧ મીટર હતું. એવામાં એક પરિવાર વુહાન થી ટ્રાવેલ કરીને આવ્યો હતો પરંતુ તેઓમાં કોરોનાના કોઈ લક્ષણ ન હતા. ૨૪ જાન્યુઆરીના દિવસે પરિવાર A તે રેસ્ટોરન્ટમાં જમ્યા. પરિવાર B અને C તેમના નજીકના ટેબલ પર બેઠા હતા. પરિવાર A નાં એક સદસ્યમાં આગલા દિવસે લક્ષણ દેખાવા લાગ્યા અને ૫ ફેબ્રુઆરીનાં દિવસે તેના અન્ય ૪ સદસ્યમાં તથા પરિવાર B ના ૩ અને પરિવાર C ના ૨ સદસ્ય બીમાર પડી ગયા.

ત્યાર બાદ એક સ્ટડી કરવામાં આવી જેમાં એ જાણવા મળ્યું કે રેસ્ટોરન્ટ સેન્ટ્રલી એરકન્ડિશન્ડ વેંટીલેશનનાં કારણે ડ્રોપલેટ ટ્રાન્સમિશન થયું. ઇન્ફેક્શનનું મુખ્ય કારણ હવાનું વહેણ હતું. રિસર્ચમાં એ કહેવામાં આવ્યું છે કે એરકન્ડિશન ના મજબૂત એરફલોને કારણે ડ્રોપ્લેટ એક ટેબલથી બીજા અને પછી ત્રીજા ટેબલ સુધી પહોંચી શકે છે. રિસર્ચમાં સલાહ આપી છે કે કોવિડ-19ના પ્રસારને રોકવા માટે વેંટીલેશનને વધારે સારું કરવાની જરૂર છે.

સેન્ટ્રલ એસીમાં રહેવાથી થઈ શકે છે કોરોના

સ્ટડી પ્રમાણે સેન્ટ્રલ એસી જો કોઇ એવી મોટી જગ્યા પર હોય જેમ કે મોલ, હોસ્પિટલ અથવા ભીડભાડ વાળી જગ્યા પર હોય તો તેનાથી કોરોના ફેલાઈ શકે છે. આવું ડ્રોપ્લેટ ટ્રાન્સમિશન વડે થઈ શકે છે. જોકે સ્ટડીમાં ઘરોના એસીને સેન્ટ્રલ એસી કરતા વધારે સુરક્ષિત માનવામાં આવ્યું છે. એક બીજી સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે તમે ઘરે બેઠા પણ કોરોનાના શિકાર થઈ શકો છો.

સેન્ટર ઓફ સાયન્સ અને એન્વાયરમેન્ટ (CSR)ની માનવામાં આવે તો ખોટા ડીઝાઇન વાળા એર કન્ડિશન સિસ્ટમ, ઘરમાં વેંટીલેશન યોગ્ય ના હોવું કોરોનાને ફેલાવવામાં મદદ કરી શકે છે. સ્ટડી પ્રમાણે બહારનું ગરમ તાપમાન કોરોનાને કમજોર કરશે, તો બીજી બાજુ ઘરના એસીની મદદથી ઠંડુ કરેલ તાપમાન ખાસ કરીને સેન્ટ્રલ એસી આ વાયરસને ફેલાવવામાં મદદ કરી શકે છે. ઓફિસ, રેસ્ટોરન્ટ અથવા મોલ જતી વખતે માસ્કનો ઉપયોગ જરૂર કરવો જોઇએ.

આ વિશે દિલ્હીના ડોક્ટર રોમેલ ટીફૂ કહે છે કે સામાન્ય રીતે એવું નથી હોતું કે કોઈને ઉધરસ આવે અને વાઈરસ હવા થકી કે પછી એર કન્ડીશનર વડે સર્ક્યુલેટ થઇ જશે અને બધા ઇનફૅક્ટ થઇ જશે. પરંતુ એવું બની શકે કે આનાથી સરફેસ કાન્ટામિનેશન થઈ જાય. જો કોઈ દર્દી ઉધરસ ખાઈ તો એર કન્ડીશનરને લીધે આજુબાજુનું ગ્રાઉન્ડ કંટામીનેટ થઇ શકે છે. પરંતુ એ વસ્તુ ના કોઈ સાક્ષ્ય નથી કે એર કન્ડીશનર વાયરસ કેરી કરી રહ્યું છે.

એસીમાં રહેવા માટે શું કરવું

અમેરિકાના સીડીસી દ્વારા જારી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સેન્ટ્રલ એસી સિસ્ટમમાં કોરોના વાયરસ સંક્રમણ ફેલાવાની આશંકા હોઈ શકે છે. જો તમે ઘરમાં એસીનો ઉપયોગ કરી રહ્યા છો તો સાવધાનીના રૂપે ઘરની બારીઓ ખોલીને રાખવી. જેથી હવાની અવરજવર થઈ શકે. જો તમે સેન્ટ્રલ એસી વ્યવસ્થા વાળી સાર્વજનિક જગ્યા પર કામ કરતા હોય તો વેન્ટિલેશનનું પૂરું ધ્યાન રાખવું. સાથો સાથ એ પણ જોવાનું રહેશે કે રૂમની હવાનું માઈક્રો સ્તર પર ફિલ્ટરેશન થાય. થોડીવાર બારી ખોલીને રાખો. જ્યાં સુધી કારના એસીની વાત છે તો જેટલુ સંભવ હોય એટલું કાર ચલાવતી વખતે બારી ખુલ્લી રાખવી. વેન્ટિલેશન વધારો અને સરફેસ અસંક્રમિત રાખો.

મહામારીના લીધે રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી ખરાબ રીતે પ્રભાવિત

કોરોનાનું સંક્રમણ રેસ્ટોરન્ટમાં ફેલાવવાનું વધારે ડર છે. લાંબા સમય સુધી હવે લોકો રેસ્ટોરન્ટમાં જઈને ખાવાનું ટાળશે. પહેલાથી નુકસાન આવી રહેલી રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીને કોરોનાનાં પ્રભાવથી બહાર આવવામાં ઓછામાં ઓછું ૧ વર્ષ લાગશે. ભારતમાં રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીનું વાર્ષિક ટર્ન ઓવર ૪ લાખ કરોડ રૂપિયાની આસપાસ છે. ઇન્ડસ્ટ્રી સાથે લગભગ ૧૭ લાખ લોકો ડાયરેક્ટ જોડાયેલા છે જે સિક્કિમની જનસંખ્યા થી ૧૧ ઘણું વધારે છે. હાલનાં સમયમાં આ સેક્ટર ગંભીર સંકટ માંથી પસાર થઈ રહ્યું છે. રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રીની આવક શૂન્ય થઈ ગઈ છે.

ભારતીય હોટલ અને રેસ્ટોરન્ટના મહાસચિવ સુકેશ શેટ્ટી કહે છે કે લોકડાઉન પછી હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં ૧૫% થી વધારે નોકરીઓ પ્રભાવિત થઈ શકે છે, કેમકે આ ક્ષેત્રની ડિમાન્ડ લાંબા સમય સુધી ખતમ થઈ ગઈ છે. લોકડાઉન પછી સોશિયલ ડિસ્ટન્સને લીધે ઘણા મહિનાઓ સુધી લોકો બહાર નીકળવામાં અને બહાર રેસ્ટોરન્ટમાં જઈને જમવાથી બચશે. શેટ્ટી પ્રમાણે આ સેક્ટરમાં લગભગ ૨ મિલિયનથી વધુ શ્રમિક અસંગઠિત ક્ષેત્ર થી આવેલા છે, જે દેશભરના તમામ હોટેલ્સ, રેસ્ટોરન્ટ અને બારમાં કાર્યરત છે.