તમે જે સુકાઈ ગયેલા લીંબુને નકામા સમજીને ફેંકી દો છો તે છે ખુબ જ કિંમતી, આવી રીતે ઉપયોગ કરશો તો બચી જશે હજારો રૂપિયા

Posted by

આપણામાંથી ઘણા લોકોની સાથે એવી સમસ્યા થતી હોય છે કે ઘણી વખત લીંબુ ફ્રીઝમાં રાખવાથી પડ્યા-પડ્યા સુકાઈ જતા હોય છે. આવું થવું નેચરલ છે અને આ ફક્ત તમારી સમસ્યા નથી, પરંતુ ઘણા લોકો સાથે આવું થતું હોય છે. ઘણી વખત આપણે લીંબુ ખરીદી તો લઈએ છીએ પરંતુ તેનો ઉપયોગ કરી શકતા નથી અને લીંબુ સુકાઈ જાય છે. વળી આપણે તેને નકામા સમજીને ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ આ સુકાયેલા લીંબુ નો પણ ઉપયોગ કરી શકાય છે. તેવામાં તમારે હવે સુકાયેલા લીંબુ અને ફેંકવાની જરૂરિયાત રહેશે નહીં.

જો તમારી સાથે પણ આવી જ સમસ્યા થઈ રહી છે, તો ચાલો અમે તમને જણાવીએ કે તમે કઈ રીતે આ લીંબુ નો ઉપયોગ કરી શકો છો. તો આજે અમે તમને એક એવી ચીજ જણાવવા જઈ રહ્યા છીએ જે લીંબુ ની બરબાદી અટકાવી શકે છે.

સુકાયેલા લીંબુ ના ફાયદા

સુકાયેલા લીંબુ હકીકતમાં ફક્ત ડ્રાય લેમન પીલ પાવડર બનાવવાના કામમાં નથી આવતા, પરંતુ તેમની ફ્લેવર થોડી અલગ અને ફરમેન્ટેડ હોય છે. સિંધાલુણ મીઠાની સાથે થોડા જ સુકાયેલાં અથવા બ્રાઉન થઇ ચુકેલા લીંબુનો રસ લેવાથી ગળામાં થઈ રહેલી બળતરા દુર થાય છે અને સાથોસાથ પાચનશક્તિમાં વધારો થાય છે.

સુકાયેલા લીંબુમાં કેલ્શિયમ, આયરન, મેગનીઝ, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા ઘણા મિનરલ્સ હોય છે, જે તમારા શરીરને ફાયદો પહોંચાડી શકે છે.

સુકાયેલા લીંબુની સિકંજી પણ બનાવી શકાય છે. સાથોસાથ તેની ચા પણ બની શકે છે અથવા તો તેને એમ જ ફરમેન્ટેડ થવા માટે રાખી શકો છો. જોકે તેને કાપવામાં થોડી મહેનત થશે, કારણ કે તેની બહારની છાલ થોડી સખત બની જશે.

બનાવો લેમન પીલ પાવડર

સ્કિન કેર માટે લેમન પીલ પાવડર જો તમે બનાવી રહ્યા છો તો સુકાયેલા લીંબુથી તે સરળતાથી બની શકે છે. તમારે લીંબુને નાના-નાના પીસ માં કાપી લેવાના છે અને ત્યારબાદ તડકામાં સુકવી દેવાના છે અથવા તો જો આ લીંબુ સરળતાથી કટીંગ ન થઈ રહ્યા હોય તો તમે તેને પીસીને થોડા સમય માટે તડકામાં રાખી શકો છો. ત્યારબાદ તેને ગ્રાઈન્ડ કરીને પાવડર બનાવી લો. આ પાઉડર ઘણા બધા સ્કિનકેર પેટમાં ઉપયોગ લેવામાં આવે છે. તમે તેનાથી બોડી સ્ક્રબ પણ બનાવી શકો છો. તેની સાથોસાથ જો તમે શિકંજી માં પણ ઉમેરીને તેનું સેવન કરી શકો છો.

ચોપિંગ બોર્ડ સાફ કરવા માટે કરો ઉપયોગ

આપણા ચોપિંગ બોર્ડમાં આપણે દરરોજ ઘણા બધા કામ કરીએ છીએ અને તેની સફાઈ થવી પણ ખુબ જ જરૂરી છે. તમે તેની સફાઈ સુકાયેલા લીંબુથી કરી શકો છો. તમારે લીંબુને વચ્ચે થી કાપી લેવાનું છે અને ત્યાર બાદ તેનાથી ચોપિંગ બોર્ડને સાફ કરો.

બ્લેન્ડર ની સફાઈ માટે લીંબુ નો ઉપયોગ

બ્લેન્ડરમાં એવી ઘણી ચીજો આપણે ઇચ્છતા હોઈએ છીએ જેના કારણે તેમાં ચીકાશ રહી જાય છે. તેવામાં તમે બ્લેન્ડર ની સફાઈ માટે પણ સુકાયેલા લીંબુનો ઉપયોગ કરી શકો છો. એક ચપટી બેકિંગ સોડાની સાથે તમે સુકાયેલા લીંબુના ટુકડા ને બ્લેન્ડરમાં ઘસો. તેમાં તમે બ્લેન્ડર ની સફાઈ ખુબ જ સારી રીતે કરી શકો છો. ભલે તમે ગમે તે બ્લેન્ડરમાં પીસેલું હોય તમે ઇચ્છો તો ત્યારબાદ નોર્મલ પાણી અથવા હુંફાળા પાણીથી સાબુથી સાફ કરી લો, જેથી તેમાં લીંબુ ની મેલ નીકળી જાય.

ડસ્ટબિન ની સફાઈ માટે લીંબુનો ઉપયોગ

સુકાયેલા લીંબુ કચરાપેટીની સફાઈ માટે ખુબ જ સારા સાબિત થાય છે. જો તમે લેમન પીલ પાવડર બનાવેલો છે, તો તેનો ઉપયોગ પણ કરી શકો છો. તે સિવાય તમે નોર્મલ લીંબુનાં ટુકડા અને બેકિંગ સોડાથી પણ ડસ્ટબિન સાફ કરી શકો છો, તેનાથી ડસ્ટબિન ની બધીજ ચીકાશ દુર થઈ જશે અને તમારું ઘર પણ ચોખ્ખું દેખાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *