તમે કોઈપણ વ્યક્તિનું વોટ્સઅપ હેંગ કરી શકો છો ફક્ત ૧ મિનિટમાં

જો તમે પોતાના મિત્રો અથવા કોઈ પણ યુઝર નું વોટ્સઅપ હેંગ કરવા માંગો છો તો આ પોસ્ટ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. તે પહેલા તમને જણાવી દઇએ કે વોટ્સઅપ દુનિયાનું સૌથી વધારે ઉપયોગમાં આવતું મેસેન્જર એપ્લિકેશન બની ગઈ છે, તેવામાં તેની સાથે જોડાયેલ નવી નવી ટ્રિક્સ સામે આવી રહેલ છે. આજે અમે તમને જે ટ્રિક વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે ધીરે-ધીરે ખૂબ જ પોપ્યુલર થઈ રહી છે. આ ટ્રીક ની મદદથી તમે તમારા મિત્ર અથવા કોઈપણ યૂઝરનું વોટ્સઅપ હેન્ગ કરી શકો છો.

તેના માટે તમારે વોટ્સઅપ ને હેંગ કરવા વાળો સોફ્ટવેર માંથી ફક્ત એક મેસેજ મોકલવાનો હોય છે. જ્યારે તે મેસેજ સામેવાળા વ્યક્તિ ના વોટ્સઅપ માં પહોંચે છે ત્યારે તેનું વોટ્સઅપ હેંગ થઈ જાય છે. જોકે સામેવાળા વ્યક્તિ નો સ્માર્ટફોન કામ કરે છે પરંતુ વોટ્સઅપ કામ કરવાનું બંધ કરી દે છે. આવી પરિસ્થિતિમાં સામેવાળા વ્યક્તિ એ પોતાનું વોટ્સએપ Force Stop અથવા Uninstall કરવું પડે છે.

વોટ્સઅપ હેંગ કેવી રીતે કરવું

ઘણા એવા લોકો છે જે કોઈ કારણસર અથવા મિત્રો સાથે મજાક કરવા માટે કોઈ વ્યક્તિનું વોટ્સઅપ હેંગ કરવા માંગતા હોય છે. જો તમે પણ આવું કરવા માંગો છો તો તમે ફક્ત એ મજાક કરવા માટે ઉપયોગ કરી શકો છો પરંતુ તેનો દુરુપયોગ કરવાનો નથી. જો તમે આ ટ્રીક નો દુરુપયોગ કરો છો તો તમે કોઈપણ મુસીબતમાં પડી શકો છો, એટલા માટે આ ટ્રીક ને ફક્ત મિત્રો સાથે જ ઉપયોગ કરવો.

આ ટ્રિકનો ઉપયોગ કરવા માટે તમારે Bomber એપ્લિકેશન ની જરૂર પડશે જે તમને પ્લે સ્ટોર માં નથી મળતી, કારણકે તે Google ની ગાઈડલાઈન ને અનુસરતી નથી. તેવામાં તમે આ એપ્લિકેશનને Google પર સર્ચ કરીને ડાઉનલોડ કરી શકો છો. આ એક એવી એપ્લીકેશન છે જે ટેક્સ્ટ મેસેજ જનરેટ કરે છે. જો તમે તેના દ્વારા જનરેટ કરવામાં આવેલ મેસેજ નહીં વોટ્સઅપ પર મોકલો છો તો સામે વાળાનું વોટ્સઅપ હેંગ થઈ જાય છે.

જો તમે તમારા મિત્રો નું વોટ્સઅપ સેન્ડ કરવા માંગો છો તો તેના માટે તમારે એડવાન્સ ઓપ્શન માં જવાનું રહેશે. અહીંયા તમે પહેલાથી આપવામાં આવેલા મેસેજ લઈ શકો છો, જેમકે 1234, abcd વગેરે. અથવા તમે જાતે પણ પોતાનો મેસેજ બનાવી શકો છો. આ મેસેજને લીધા બાદ તમારે Amount મા ઓછામાં ઓછું 50000 ટાઈપ કરવાનું છે. જેની નીચે તમને ત્રણ ઓપ્શન મળશે, પહેલો ઓપ્શન જનરેટ હશે, જેમાં તમે મેસેજ જનરેટ કરી શકો છો.

બીજો ઓપ્શન સેંડ કરવાનો હશે જેનાથી તમે ડાયરેક્ટ મેસેજ મોકલી શકો છો અને ત્રીજો ઓપ્શન કોપી નો હશે. આ ઓપ્શનથી તમે મેસેજને કોપી કરીને વોટ્સઅપ ના ચેટ ઇનબોક્સમાં પેસ્ટ કરીને મોકલી શકો છો. આ બધા નીચે જનરેટ અને સેન્ડ નો ઓપ્શન મળશે, જેનાથી તમે મેસેજ જનરેટ કરી લીધા બાદ તુરંત જ મોકલી શકો છો. તેના પર ક્લિક કરતા મેસેજ જનરેટ થવાનું શરૂ થશે, જેમાં થોડી સેકન્ડ નો સમય લાગશે. એટલા માટે જ્યારે મેસેજ જનરેટ થઈ રહ્યો હોય ત્યારે તમારે પોતાના મોબાઇલની સ્ક્રીન ચાલુ રાખવાની છે.

એક વખત મેસેજ જનરેટ થઈ ગયા બાદ તમારે તેની કોપી કરીને વોટ્સઅપ ઓપન કરવાનું રહેશે. હવે તમે જે વ્યક્તિનું વોટ્સઅપ હેંગ કરવા માંગો છો તેના ચેટ બોક્સમાં પેસ્ટ કરીને સેન્ડ કરી દો. હવે જ્યારે તે તમારો મેસેજ ઓપન કરશે ત્યારે તેનો વોટ્સઅપ હેંગ થઇ જશે.