શું તમે પણ ગણીને રોટલી બનાવો છો? આજથી જ છોડી દો આવી આદત

અમુક લોકો ભોજન બનાવતા સમયે ઘરના સદસ્યો અનુસાર રોટલી ગણીને બનાવતા હોય છે. આવું એટલા માટે જેથી રોટલી બચે નહીં અને નકામી થાય નહીં. મોટાભાગે તમે ઘરના વડીલો પાસેથી પણ સાંભળ્યું હશે કે રોટલી ગણીને બનાવી જોઈએ નહીં. પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવાથી તમે પરેશાનીમાં મુકાઈ શકો છો. જો તમે પણ રોટલી ગણીને બનાવો છો, તો આજથી જ પોતાની આદત બંધ કરી દો. તો ચાલો તેને લઈને વાસ્તુશાસ્ત્ર શું કહે છે.

ગણીને ન બનાવી જોઈએ રોટલી

વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારેય પણ રોટલી ગણીને બનાવી જોઈએ નહીં. આવું કરવું અશુભ માનવામાં આવે છે અને તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ ઉપર પ્રભાવ પડે છે. માન્યતા છે કે રોટલી ગણીને બનાવવાથી ગ્રહો ઉપર પ્રભાવ પડે છે અને તે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘઉં સુર્યનું અનાજ છે અને તેનાથી મનુષ્ય જીવન ઉપર સુર્યનો પ્રભાવ પણ પડે છે. માન્યતા છે કે જો કોઈ મહિલા રોટલી ગણીને બનાવે છે તો તેને સુર્ય દેવતાનું અપમાન માનવામાં આવે છે. તેના લીધે જીવનમાં ઘણી બધી પરેશાનીઓ ઉભી થાય છે.

પહેલી રોટલી ગાય માટે બનાવો

માન્યતા છે કે રોટલી બનાવતા સમયે સૌથી પહેલી રોટલી ગાય માટે બનાવવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ નો વાસ થાય છે. સાથો સાથ એવું પણ કહેવામાં આવે છે કે ગાયમાં બધા દેવી દેવતાઓનો વાસ હોય છે. એટલા માટે પહેલી રોટલી ગાય માટે બનાવવી જોઈએ.

છેલ્લી રોટલી કુતરા માટે બનાવો

જ્યાં પહેલી રોટલી ગાય માટે બનાવીને કાઢવામાં આવે છે, તો વળી છેલ્લી રોટલી કુતરા માટે બનાવવી જોઈએ. આવું કરવું શુભ માનવામાં આવે છે.

મહેમાનો માટે બનાવો રોટલી

હિન્દુ ધર્મમાં મહેમાનોને ભગવાનનું રૂપ માનવામાં આવે છે. એટલા માટે માન્યતા છે કે ભોજન બનાવતા સમયે બે રોટલી વધારાની બનાવીને રાખવી જોઈએ. જેથી ભોજન કરતા સમયે જો કોઈ મહેમાન આવે તો તે ભુખ્યો ન જાય. તેનાથી માં અન્નપુર્ણાનાં પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે.