ભાભીએ ગીત પર કર્યો એવો ડાન્સ કે જોઈને લોકો થઈ ગયા દિવાના, તમે પણ જુઓ વિડીયો

Posted by

સોશિયલ મીડિયા પર આ દિવસોમાં ડાન્સનાં વિડીયો ખુબ જ ધુમ મચાવી રહ્યા છે. જ્યારથી ઇન્ટરનેટ અને સ્માર્ટફોન બંને સસ્તા થયા છે, ત્યારથી સોશિયલ મીડિયા પર દેશી ટેલેન્ટનું પુર આવી ગયું છે. હવે દરેકને આ પ્લેટફોર્મ પર પોતાની આવડત બતાવવાનો અવસર મળે છે. છેલ્લા થોડાક વર્ષોમાં આપણે ઘણા એવા લોકો જોયા છે, જે સોશિયલ મીડિયા પર પોતાની આવડત બતાવી ફેમસ થઈ ગયા. તેમાંથી ઘણાને તો સારી જોબ ઓફર કે પ્રોજેક્ટ પણ મળ્યા.

જ્યારે વાત ડાન્સની આવે છે, તો આપણે એક યંગ અને મોર્ડન મહિલાને નાચતા ઇમેજિન કરવા લાગીએ છે. પરંતુ તમે અમારી દેશી ભાભીજી ને ઓછી ન સમજો. જ્યારે તે પોતાનું ટેલેન્ટ બતાવવા પર આવે છે, તો મોટી-મોટી બોલીવુડ ડાન્સરની છુટ્ટી કરી દે છે. હકીકતમાં હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયા પર એક ભાભીનો ડાન્સ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં દેશી ભાભી પવન સિંહનાં ફેમસ ભોજપુરી ગીત “પુદિના એ હસીના” પર ઠુમકા લગાવતી નજર આવી રહી છે.

આ ડાન્સ દરમિયાન ભાભીએ વાદળી રંગની સાડી પહેરી છે. આ સાથે તેમણે માથા પર ઘુંઘટ લીધો છે. સામાન્ય રીતે મહિલાઓને સાડી પહેરી અને ઘુંઘટ લઈને ચાલવામાં- ફરવામાં અને ઘરનાં કામકાજ કરવામાં ઘણી મુશ્કેલી આવે છે. તેવામાં આ ભાભીજી એ તો સાડી અને ઘુંઘટમાં કોઈ મુશ્કેલી વગર જબરજસ્ત ડાન્સ કર્યો છે. તેના લટકા-ઝટકા અને ડાન્સને લોકો ઘણો પસંદ પણ કરી રહ્યા છે.

વીડિયોમાં ડાન્સ કરતી દેખાઈ રહેલી મહિલાનું નામ રંજના સિંહ ચૌહાણ છે. રંજના ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે. અહીં તે હંમેશા પોતાના ડાન્સ વિડીયો શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેમને ૧ લાખ ૯૯ હજાર થી વધારે લોકો ફોલો કરે છે. તેમણે પોતાના ઇન્સ્ટા બાયો માં લખ્યું છે કે “મને ડાન્સથી પ્રેમ છે.”

રંજના નાં આ ડાંસ પર ઘણા દિલચસ્પ કમેન્ટ પણ આવી રહ્યા છે. લોકો તેના ડાન્સ સ્ટાઇલનાં પણ ખુબ જ વખાણ કરી રહ્યા છે. મતલબ એક યૂઝરે લખ્યું કે, “ઘણો જ શાનદાર ડાન્સ છે. તમારી પ્રસ્તુતિ જોઇને દિલ ખુશ થઇ ગયું.” જ્યારે એક અન્ય યુઝર ની કોમેન્ટ આવી કે, “ભાભી તમે મર્યાદામાં રહીને ખુબ જ સુંદર ડાન્સ પ્રસ્તુત કર્યો.” પછી એક અન્ય કોમેન્ટ આવે છે કે, “તમારા ડાન્સની કલા કમાલની છે. તમને જોઈ બીજી પણ ઘણી ઘરેલુ મહિલાઓ પ્રેરિત થશે.” એક બીજા યુઝર લખે છે કે, “આમ જ ડાન્સ કરતા રહો, સફળતા એક દિવસ તમારા કદમ ચુમશે.” બસ આવા જ બીજા પણ સારા કમેન્ટ્સ આવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ranjna Singh Chauhan (@ranjana_6564)

 

View this post on Instagram

 

A post shared by Ranjna Singh Chauhan (@ranjana_6564)


જો તમને રંજના નો આ ડાન્સ પસંદ આવ્યો હોય તો તેની એક બીજી પ્રસ્તુતી જુઓ. આ વિડીયોમાં તે લીલા રંગની સાડી અને ઘુંઘટમાં “મુજકો રાણાજી માફ કરના” ગીત પર ડાન્સ કરતી નજર આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Ranjna Singh Chauhan (@ranjana_6564)


હવે તમે રંજના નો નાગીન ડાંસ પણ જોઈ લો. આ ગીતમાં તેમણે નારંગી રંગની સાડી પહેરીને કમરને ખુબ જ સુંદરતાથી મટકાવી છે. હવે તમને રંજના ભાભીનો ડાન્સ કેવો લાગ્યો, અમને કમેન્ટમાં જરૂર જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *