કોવિશિલ્ડ, કોવેક્સિન અથવા સ્પુતનિક-વી : તમને લગાવવામાં આવી રહેલ રસી નકલી તો નથી ને? આવી રીતે ઓળખો

Posted by

કોરોના વિરુદ્ધની લડાઈમાં દુનિયાભરમાં વધુમાં વધુ રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જોકે તેની વચ્ચે એવા સમાચાર આવી રહ્યા છે કે ઘણી જગ્યાએ ડુપ્લીકેટ રસી લગાવવામાં આવી રહી છે. વળી આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ડુપ્લીકેટ રસીનો વેપાર થતો હોવાનો ખુલાસો થયો છે. હાલમાં જ દક્ષિણીપુર્વી એશિયા અને આફ્રિકામાં નકલી કોવિશિલ્ડ મળી આવી હતી. ત્યારબાદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને નકલી રસી ને લઈને સાવચેત કરી દીધા છે. હવે કેન્દ્ર સરકારે રાજ્યોને એવા ઘણા માપદંડો જણાવ્યા છે, જેના આધાર પર જાણી શકાય છે કે તમને આપવામાં આવી રહેલી રસી અસલી છે કે નકલી.

કેન્દ્ર સરકારે આ સંબંધમાં બધા રાજ્યો અને શનિવારે પત્ર લખ્યો છે. એનડીટીવી નાં રિપોર્ટ અનુસાર આ લેટર માં રાજ્યોને કોવેક્સિન, કોવિશિલ્ડ અને સ્પુતનિક-વી ની રસી સાથે જોડાયેલી જાણકારી જણાવી છે. જેથી તેઓ જાણી શકે કે રસી અસલી છે કે નકલી. હાલમાં દેશમાં આ ત્રણ રસીથી રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે.

કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને એક અસલી રસીની ઓળખ માટે બધી જરૂરી જાણકારી આપી છે. જેને જોઈને ઓળખી શકાય છે કે વેક્સિન અસલી છે કે નકલી. તેની વચ્ચે અંતર ઓળખવા માટે કોવિશિલ્ડ, કોવેક્સિન, અને સ્પુતનિક-વી ત્રણેયનાં લેબલ તેના કલર, બ્રાન્ડનું નામ શું છે, આ બધી જાણકારી શેર કરવામાં આવી છે.

કોવિશિલ્ડ

  • SII નું પ્રોડક્ટ લેબલ, લેબલનો રંગ ઘાટા લીલા રંગમાં હશે.
  • બ્રાન્ડનું નામ ટ્રેડમાર્ક ની સાથે (COVISHIELD).
  • જેનરીક નામનાં ટેક્સ્ટ ફોન્ટ બોલ્ડ અક્ષરમાં નહીં હોય.
  • તેની ઉપર CGS NOT FOR SALE ઓવર પ્રિન્ટ હશે.

કોવેક્સિન

  • લેબલ ઉપર ઇનવિઝિબલ એટલે કે અદ્રશ્ય UV હેલિકસ, જેને ફક્ત યુવી લાઇટમાં જ જોઈ શકાશે.
  • લેબલ ક્લેમ ની ડૉટસ વચ્ચે નાના અક્ષરોમાં છુપાયેલ ટેક્સ્ટ, જેમાં કોવેક્સિન લખેલું હશે.
  • કોવેક્સિન માં “X” બે રંગ માં હશે, તેને ગ્રીન ઈફેક્ટ કહેવામાં આવે છે.

સ્પુનિક-વી

  • જોકે સ્પુતનિક-વી રશિયાનાં બે અલગ અલગ પ્લાન્ટમાંથી આયાત કરવામાં આવેલ છે. એટલા માટે આ બંનેના લેબલ પણ થોડા અલગ અલગ છે. જોકે બધી જાણકારી અને ડિઝાઇન એક જેવી જ છે. બસ મેન્યુફેક્ચર નું નામ અલગ છે.
  • અત્યાર સુધીમાં જેટલી પણ રસી આયાત કરવામાં આવેલ છે તેમાંથી ફક્ત પ એમપુલ નાં પેકેટ ઉપર જ ઈંગ્લીશમાં લેબલ લખેલ છે. તે સિવાય બાકીના પેકેટમાં તે રશિયાની ભાષામાં લખવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *