જો તમને પણ આ સંકેત મળે તો સમજી લેવું જોઈએ કે તમારી આત્મા પહેલા પણ ઘણી વખત જન્મ લઈ ચુકી છે

Posted by

ઘણી વખત આપણા જીવનમાં એવી ઘટનાઓ બનતી હોય છે, જેનો સંબંધ આપણા વાસ્તવિક જીવન સાથે કંઈ હોતો નથી અથવા તો અમુક લોકો સાથે મુલાકાત થાય છે, જેને આપણે પહેલી વખત મળી રહ્યા હોય છે. પરંતુ તેમ છતાં પણ તેમની અમુક આદતો આપણે સાથે એવી રીતે જોડાયેલી હોય છે કે આસપાસના લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. તેનો સંબંધ તમારા પાછલા જન્મ સાથે હોઈ શકે છે. આત્માઓ અને પુર્નજન્મની વાતો લોકો માટે રહસ્ય છે. જો તમે પણ આ બધી વાતો ઉપર વિશ્વાસ ધરાવો છો તો જરૂરથી જાણવા માગશો કે તમે પહેલા જન્મ લઈ ચુક્યા છો કે નહીં અને આ તમારો કેટલામો જન્મ છે.

Advertisement

આજે અમે અહીંયા વાત કરવા જઈ રહ્યા છીએ પાંચ લક્ષણો વિશે જો તમને પણ પોતાનામાં આ પાંચ લક્ષણ દેખાય છે તો તેનો મતલબ છે કે તમે આ પહેલા પણ ઘણી વખત જ જન્મ લઈ ચુક્યા છો અને આ જીવન તમારો પુર્નજન્મ છે.

જો તમને પોતાના જ ઘરમાં કોઈપણ પ્રકારનો અજાણ્યો ડર રહેતો હોય, પરંતુ તે ડર ને તમારા હાલના જીવન સાથે કોઈ લેવા દેવા ન હોય તો તમારે સમજી લેવું જોઈએ કે તેનો સીધો સંબંધ તમારા પુર્નજન્મ સાથે રહેલો છે. જો તમને પાણી અને આગથી કારણ વગર ડર લાગે છે, પરંતુ તમારા જીવનમાં આ બંનેને લઈને કોઈ પણ એવી ઘટના બની ન હોય તો તમારે સમજી લેવું જોઈએ કે આ લક્ષણ તમારા કોઈ પુર્નજન્મની ઘટના તરફ આકર્ષિત થાય છે.

રાત્રે સુવા દરમિયાન જો તમને એક જ સપનું વારંવાર આવે છે તો તેનો સંબંધ તમારા પુર્નજન્મ સાથે હોઈ શકે છે. જેમ કે સપનામાં દેખાતા લોકો તમને જાણીતા લાગે છે, પરંતુ તમારા પોતાના અસલ જીવનમાં તમે ક્યારેય પણ તેમને જોયેલા હોતા નથી. તેનો સીધો મતલબ છે કે તે વ્યક્તિ તમારા પુર્નજન્મ સાથે જોડાયેલ છે.

જ્યારે પણ તમે કોઈ અજાણ્યા વ્યક્તિને મળો છો તો પહેલી વખત મળવા પર તમને તે વ્યક્તિ પોતાનો લાગે છે અને તમે એવું વિચારો છો કે તમે તેને પહેલા પણ ઘણી વખત મળી ચુક્યા છો. જો આવું થતું હોય તો બની શકે છે કે પાછલા જન્મમાં તે વ્યક્તિ તમારો કોઈ અંગત હોય.

જો તમે પોતાના જીવનમાં કોઈ ચીજ માટે ખાસ ભાવનાત્મક જોડાણ ધરાવો છો જેમ કે અનાથ બાળકો, ગરીબ વ્યક્તિ, વડીલો, અપંગ, ભિખારીઓ પ્રત્યે ખાસ દયા હોય અને ન ઈચ્છતા હોવા છતાં પણ તેમના પ્રત્યે તમારા દિલમાં ખુબ જ દયા અને તમારા મનમાં તેમના માટે કંઈક કરવાની ઈચ્છા હોય તો તેનો અર્થ એવો પણ હોઈ શકે છે કે તમે પુર્વ જન્મ માં એવી કોઈ પરિસ્થિતિ સાથે જોડાયેલા હતા.

ઘણી વખત એવું થાય છે કે તમે એવા લોકોના સંપર્કમાં આવો છો જે કહેતા હોય છે કે કંઈક અશુભ થતા પહેલા જ તેમને તે વાતનો અહેસાસ થવા લાગે છે કે કંઈક અશુભ થવાનું છે અને તે અશુભ થવાના ડરથી ડરતા રહે છે. તમે તેને પોતાના મનનો વહેમ અથવા ખોટો ડર પણ કહી શકતા નથી અને ઘણી વખત તમારો આ ડર સાચો સાબિત થાય છે. તો આ લક્ષણ તમારા પુર્વ જન્મ સાથે જોડાયેલ હોઈ શકે છે.

પુર્વ જન્મનો અન્ય એક મહત્વનો સંકેત એવો છે કે આવા વ્યક્તિની આદતો ઘણી અલગ હોય છે. તેમના સ્વભાવમાં પાછલા જન્મની આદતોની છાપ રહી જતી હોય છે. એટલા માટે જ ઘણી વખત લોકો એવું કામ કરી જતા હોય છે, જેનો તેમને પોતાને પણ અહેસાસ હોતો નથી. પુર્વ જન્મ વાળા વ્યક્તિને પોતાના પાછલા જીવન સાથે એટલું વધારે જોડાણ હોય છે કે તેઓ કોઈ વાત ભુલી શકતા નથી. જો તેમની સાથે કંઈક ખોટું થયેલું છે તો અવારનવાર તે યાદોને યાદ કરીને ઉદાસ થઈ જાય છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.