“તારક મહેતા” ની આ અભિનેત્રીઓ રિયલ લાઇફમાં છે ખુબ જ ગ્લેમરસ, જોઈને ઓળખી શકશો નહીં

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સબ ટીવી પર આવતો એક કોમેડી શો છે. પાછલા ઘણા વર્ષોથી આ ટીવી સીરિયલ દર્શકોનું મનોરંજન કરતી આવી છે. ટીઆરપી નાં લિસ્ટમાં પણ આ સીરિયલ હમેશા ટોપ ટેનમાં સામેલ હોય છે. આ સીરીયલે કોમેડીનાં ક્ષેત્રમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. ખાસ કરીને શો ની મહિલા કલાકારોને દર્શકો તરફથી ભરપૂર પ્રેમ મળ્યો છે.

બબીતા, દયા, કોમલ, માધવી, અંજલી અને રોશનની મિત્રતા ખૂબ જ સારી દેખાઈ રહી છે. રીલ લાઇફમાં દરેક સુખ-દુઃખમાં એકબીજાનો સાથ નિભાવવા વાળી અભિનેત્રીઓ રિયલ લાઇફ માં કેવી છે, તેના વિશે લોકો જાણવા ઈચ્છતા હોય છે. તો આજે આ લિસ્ટમાં અમે તમને તારક મહેતા શોમાં કામ કરી રહેલી અભિનેત્રીઓની અસલ જિંદગી સાથે રૂબરૂ કરાવીશું.

દિશા વાકાણી (દયાબેન)

દિશા વાકાણી શો માં જેઠાલાલની પત્નીનું પાત્ર નિભાવે છે. જોકે થોડા વર્ષોથી તે આ શો માં જોવા મળી રહ્યા નથી. માં બન્યા બાદ તેમણે આ શો પછી બ્રેક લીધો હતો, પરંતુ હજી સુધી પરત ફર્યા નથી. જોકે શો માં અવારનવાર દયાબેનનો ઉલ્લેખ થતો રહે છે. જેના કારણે માનવામાં આવે છે કે દિશા વાકાણી ખૂબ જલ્દી શોમાં જોવા મળશે. વળી તમે દિશા વાકાણીને શો હંમેશા સાડી પહેરેલા જોયા હશે, પરંતુ રિયલ લાઇફમાં તે ખૂબ જ ગ્લેમરસ છે.

સુનૈના ફોજદાર (અંજલી મહેતા)

સુનૈના ફોજદાર ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. સુનૈના ઘણી ધારાવાહિકમાં પોતાના અભિનયનો પરચો આપી ચૂકેલ છે. તેના હાલના દિવસોમાં તારક મહેતા શો માં અંજલી મહેતાનું પાત્ર નિભાવતી જોવા મળી રહી છે. નેહા મહેતાનાં શો છોડી દીધા બાદ સુનૈના ફોજદાર નવી અંજલી ભાભી માટે સાઇન કરવામાં આવી હતી. શોમાં અવારનવાર સુટ પહેરવા વાળી સુનૈના રિયલ લાઇફમાં ખુબ જ સ્ટાઇલિશ છે.

મુનમુન દત્તા (બબીતાજી)

શોમાં બબીતાનું પાત્ર અભિનેત્રી મુનમુન દત્તા નિભાવી રહી છે. જે રીતે જેઠાલાલનાં પ્રશંસકો લાખો કરોડોમાં છે, તેવી જ રીતે બબીતાજીની ફેન ફોલોઈંગ પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ જબરજસ્ત છે. તમને જણાવી દઈએ કે બબીતાજી પડદા પર જેટલી સુંદર અને સ્ટાઇલિશ નજર આવે છે, રિયલ લાઇફમાં પણ મુનમુન દત્તા એટલી જ સુંદર અને સ્ટાઇલિશ છે. સોશિયલ મીડિયા પર તેમની અઢળક તસ્વીરો જોવા મળી આવે છે.

અંબિકા રંજનકર (કોમલ હાથી)

અંબિકા રંજનકર શોમાં કોમલ હાથીનું કિરદાર નિભાવે છે. શો માં તેમના અભિનયને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અંબિકાનું કિરદાર તેના પર ખૂબ જ શૂટ કરે છે. જો કે તમને જણાવી દેજે ઓનસ્ક્રીન સીધીસાદી દેખાવવા વાળી અંબિકા રિયલ લાઇફમાં ખૂબ જ ગ્લેમરસ છે, જેની ઝલક તમે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જોઈ શકો છો.

જેનિફર મિસ્ત્રી (રોશન)

જેનિફર મિસ્ત્રી શોમાં મિસિઝ સોઢી ઉર્ફે રોશન સોઢીનું કિરદાર નિભાવે છે. શોમાં ભલે જેનિફરનો સ્ટાઇલીસ અંદાજ જોવા મળતો ન હોય પરંતુ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમની મોર્ડન લૂકની ઘણી તસ્વીરો રહેલી છે, જેનીફર પર અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની સુંદર તસ્વીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.

સોનાલિકા જોષી (માધવી ભિડે)

શોમાં સોનાલિકા જોષી ગોકુલધામ સોસાયટીનાં સેક્રેટરી આત્મારામ તુકારામ ભિડે ની પત્ની બની છે. સીરિયલમાં સોનાલીકાને તમે અવારનવાર સાડી પહેરતા જોઈ હશે, પરંતુ અસલ જીંદગીમાં તે ખૂબ જ મોર્ડન છે, જેમ કે તમે આ તસ્વીરમાં જોઈ શકો છો. રિયલ લાઇફમાં સોનાલીકા ખુબ જ સ્ટાઇલિશ છે.