તારક મહેતા ની આ એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો વિડીયોમાં, ટીપ ટીપ બરસા પાની પર કર્યો જબદસ્ત ડાન્સ

Posted by

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક એવી ટીવી ધારાવાહિક છે, જે ઘરનાં દરેક ઉંમરના લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે અને તે લોકો વચ્ચે ખુબ જ લોકપ્રિય છે. આ શોમાં કામ કરવાવાળા કલાકારોને સામાન્ય લોકો વચ્ચે એટલા પોપ્યુલર બનાવી દીધા છે કે જેવા જ શોનાં કોઈ કલાકાર કોઈપણ પોસ્ટ કરે છે તો તે લોકો વચ્ચે ખુબ જ વાયરલ થઇ જાય છે. વળી તેના દરેક કિરદારે પોતાની એક અલગ ઓળખાણ બનાવી છે. જ્યારે આ શોની એક એવી કલાકાર છે, જે હંમેશા જ પોતાની સુંદરતા અને કોમેડી માટે ચર્ચામાં રહે છે. આ અભિનેત્રી છે આરાધના શર્મા. જે સ્પ્લિટ વિલાની પ્રતિભાગી પણ રહી ચુકી છે. આરાધના સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે.

આરાધના હંમેશા પોતાની ફોટો અને વીડિયો શેર કરતી રહે છે અને પોતાના ફેન્સને ચોંકાવતી રહે છે. એવો જ આરાધના એ એક બીજો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે ખુબ જ સુંદર નજર આવી રહી છે અને પોતાના સુંદર અંદાજમાં પાણીમાં આગ લગાવતી નજર આવી રહી છે. જેને તેના ફેન્સ ઘણા પસંદ પણ કરી રહ્યા છે. આ વિડીયો આરાધનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. જેમાં તે એક્ટ્રેસ રવીના ટંડનનાં લોકપ્રિય ગીત “ટીપ ટીપ બરસા પાની” પર જોરદાર નાચતી નજર આવી રહી છે.

યલો કલરની સાડીમાં આરાધના ખુબ જ સુંદર નજર આવી રહી છે. તેમાં તેના ખુલ્લા ભીના વાળ તેની સુંદરતાને વધારતા દેખાઈ રહ્યા છે. આ વીડિયોને જોઈને તેમના ફેન્સ ઘણા એક્સાઈટ થઈ રહ્યા છે અને કોમેન્ટ્સમાં પ્રસંશાનાં પુલ બાંધતા થાકી રહ્યા નથી. આ એજ આરાધના શર્મા જે જેણે હાલમાં જ તેમની સાથે થયેલા કાસ્ટિંગ કાઉચને લઈને ખુબ જ મોટો ખુલાસો કર્યો હતો.

તેમણે એક મેગેઝિનને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે જ્યારે તે ૧૯ વર્ષની હતી, ત્યારે તેમની સાથે પણ કાસ્ટિંગ કાઉચ જેવી ઘટના માંથી પસાર થવું પડ્યું હતું. એક્ટ્રેસે આગળ કહ્યું કે કામ શોધવા દરમિયાન તે ઘણા કાસ્ટિંગ એજન્ટની સંપર્કમાં આવી હતી. જેમાંથી એક કાસ્ટિંગ એજન્ટે તેમની સાથે ઘણી જ ગંદી હરકત કરી હતી. ત્યારબાદ તે ઘણા દિવસો સુધી ગભરાયેલી રહી હતી. આ ઘટના પછી તે એટલી ગભરાઈ ચુકી હતી કે તે પોતાના પિતા પાસે જવામાં પણ અચકાતી હતી અને તેમના પાસે આવા પર પણ અસહજ અનુભવ કરતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *