તારક મહેતા ની અંજલિ ભાભી ની રિયલ લાઇફ ફેમિલી સાથે ની તસ્વીરો

Posted by

સુનૈના ફોજદાર એક ભારતીય ટેલિવિઝન અભિનેત્રી છે. તેમણે સ્ટાર પ્લસ પર આવનાર શો સંતાન થી ટેલિવિઝન પર શરૂઆત કરી હતી. તેઓ વર્તમાન સમયમાં સોની સબ ઉપર કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મા અંજલી તારક મહેતાની ભુમિકા નિભાવી રહેલ છે.

સુનૈના ફોજદાર ટેલિવિઝન ની દુનિયાની જાણીતી અભિનેત્રીઓ માંથી એક છે, જેમણે અભિનયના ક્ષેત્રમાં ખુબ જ પ્રશંસા મેળવેલી છે. જો તેમની ટીવી સીરીયલ નું લિસ્ટ બનાવવામાં આવે તો આ લિસ્ટ ખુબ જ લાંબુ છે. અભિનેત્રીએ અલગ અલગ ટેલિવિઝન શો માં પ્રદર્શન કરેલ છે અને લગભગ ૧૨ વર્ષ સુધી ટેલિવિઝન ઉદ્યોગનો હિસ્સો રહેલ છે. આ પહેલા તેઓ સૌતન, લગી તુજસે લગન, એક રિસ્તા સંધારી કા અને બેલન વાલી બહુ જેવી સિરિયલમાં કામ કરી ચુકેલ છે. વર્તમાન સમયમાં સુનૈના તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં કામ કરી રહી છે, જે ટેલિવિઝનનો ખુબ જ પ્રખ્યાત શો છે.

સુનૈના ફોજદાર નો જન્મ મુંબઈના એક પ્રતિષ્ઠિત પરિવારમાં થયેલો છે. તેમણે પોતાની શરૂઆતની શિક્ષા મુંબઈના એક પ્રાઇવેટ સ્કુલમાં પ્રાપ્ત કરેલ છે. ત્યારબાદ તેમણે ગ્રેજ્યુએશન પુર્ણ કરેલ છે. સુનૈના ને બાળપણથી જ કળા અને નૃત્યમાં વધારે રુચી હતી. તેમનું સપનું અભિનેત્રી બનવાનું હતું અને તેમણે ખુબ જ નાની ઉંમરમાં જ તેની તૈયારી શરૂ કરી દીધી હતી. સુનૈના ફોજદારે મોડલિંગમાં પોતાની કારકિર્દી શરૂ કરી અને ઘણી મોડલિંગ અસાઇમેન્ટ સફળતાપુર્વક કરેલ. તે ટેલિવિઝન કોમર્શિયલ વિજ્ઞાપનો અને પ્રિન્ટ શુટમાં પણ નજર આવેલ છે.

એક હિન્દુ પરિવારમાં જન્મેલી અને તેનું પાલનપોષણ મુંબઈમાં થયેલુ છે. સુનૈના ફોજદાર એક ટેલિવિઝન અભિનેત્રી અને સોશિયલ મીડિયા પ્રભાવકાર છે. તેણે પોતાના અભિનયની શરૂઆત વર્ષ ૨૦૦૭માં સ્ટાર પ્લસ પર સંતાન નામના એક શો થી કરેલી હતી. તેનો જન્મ ૧૯ જુલાઈ, ૧૯૮૬નાં રોજ થયેલ છે. તેણે કુણાલ ભંબવાની સાથે લગ્ન કરેલા છે, જે એક બિઝનેસમેન છે. તેમણે વર્ષ ૨૦૧૬માં લગ્ન કરેલા હતા.

બહુ પ્રતિભાશાળી અને નિર્દોષ અભિનેત્રી એ હાલમાં જ લાંબા સમયથી અભિનેત્રી નેહા મહેતાની જગ્યા લીધી છે, જે સબ ટીવી પર લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મા અંજલી ભાભી ની ભુમિકા નિભાવી રહી હતી. સુનૈના સ્ટાર પ્લસ જેવા ઘણા ટીવી શો માં પણ નજર આવી ચુકેલ છે.

સુનૈનાએ કહ્યું હતું કે અત્યાર સુધી જે પણ થઈ રહ્યું છે તેને હું આત્મસાત કરવાની કોશિશ કરી રહી છું. હું પોતાને ખુબ જ ધન્ય મહેસુસ કરું છું અને ખુબ જ આભાર માનું છું. મને ખુબ જ પ્રેમ મળી રહ્યો છે અને આટલી જલ્દી લોકોએ મારો સ્વીકાર કરી લીધો, તેના લીધે પણ હું આશ્ચર્યચકિત છું. હું સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય રહું છું. કારણ કે મને લાગે છે કે પ્રસંસકો સાથે જોડાઈ રહેવાનો આ એકમાત્ર ઉપાય છે.”

તેઓ આગળ કહે છે કે, “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નાં દર્શકો ને કહેવાનો અધિકાર છે કે તેમને શું પસંદ છે અને શું નથી. સિક્કાની બે બાજુ હોય છે અને મારે તેનો સ્વીકાર કરવો જોઈએ. હું આલોચના નો પણ સ્વીકાર કરું છું. હું અંજલીમાં સુનૈના હિસ્સો મેળવવાની કોશિશ કરી રહી છું. કારણ કે હું કોઈની નકલ કરવા માંગતી નથી. કિરદાર એજ રહે છે, પરંતુ મારું થોડું વ્યક્તિત્વ પણ કિરદારમાં આવી જાય છે.”

આ શો પાછલા એક દશક કરતા પણ વધારે સમયથી સફળતાપુર્વક ચાલી રહ્યો છે. તેનો મુખ્ય શ્રેય દર્શકોને જાય છે. સાથોસાથ તેમનું સમર્પણ આજ સુધી અપરાજીત છે. હજુ પણ જે પ્રકારથી ઇન્ટરેસ્ટ લે છે, તે લગભગ શુટિંગનાં પહેલા દિવસ જેવું છે. તેઓ આટલો સમય થઈ ગયો છે, તો કંઈ પણ ચાલશે એવી રીતે કામ કરતા નથી. તેઓ દરેક રચનાત્મક નિર્ણયમાં વ્યક્તિગત રૂપથી સામેલ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *